સુરતમાં સૌથી વધુ હનીટ્રેપના કિસ્સાઓ, આ વખતે મહિધરપુરાના ફુલના વેપારી હનીટ્રેપમાં ફસાયા

સુરત શહેરના મહિધરપુરા વિસ્તારમાં ફુલનો ધંધો કરતા કરતા 42 વર્ષીય અજયને 13 જાન્યુઆરીના રોજ મોબાઇલ નં. 8866351698 પરથી હાય નો મેસેજ અને વ્હોટ્સએપ પર મહિલાનો વિડીયો કોલ કરી શરીરસુખ માણવાની લાલચ આપી વેસુ સુડા આવાસમાં બોલાવ્યો હતો.

સુરતમાં સૌથી વધુ હનીટ્રેપના કિસ્સાઓ, આ વખતે મહિધરપુરાના ફુલના વેપારી હનીટ્રેપમાં ફસાયા
In Surat, flower traders of Mahidharpura were trapped in a honeytrap
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Jan 22, 2022 | 12:56 PM

સુરત (Surat) શહેરના મહિધરપુરાના ફુલના વેપારીને (Merchant)શરીરસુખ માણવાની લાલચ આપી વેસુના સુડા આવાસમાં બોલાવી હનીટ્રેપમાં (Honey trap)ફસાવી નગ્ન વિડીયો વાયરલ કરવાની ધમકી આપનાર મહિલા અને ઉમરા પોલીસની ડી સ્ટાફ તરીકેની ઓળખ આપનાર ઠગ ટોળકી વિરૂધ્ધ ઉમરા પોલીસમાં ફરીયાદ નોંધાય છે. ઉમરા જ નહીં પણ સુરતના વરાછા કતારગામ અને અમરોલી વિસ્તારમાં સૌથી વધુ કિસ્સામાં લોકો ભોગ બનતા હોય પણ કેટલીક જગ્યાએ લોકો શરમ અને બદનામીને લઈ પોલીસ ફરિયાદ કરતા નથી. જેથી આવી હનીટ્રેપ કરતી ટોળકીને મોકળું મેદાન મળતું હોય છે.

જ્યારે સુરત શહેરના મહિધરપુરા વિસ્તારમાં ફુલનો ધંધો કરતા કરતા 42 વર્ષીય અજયને 13 જાન્યુઆરીના રોજ મોબાઇલ નં. 8866351698 પરથી હાય નો મેસેજ અને વ્હોટ્સએપ પર મહિલાનો વિડીયો કોલ કરી શરીરસુખ માણવાની લાલચ આપી વેસુ સુડા આવાસમાં બોલાવ્યો હતો. જયાં અજય અને યુવતીમાં રૂમમાં જઇ કપડા ઉતરતા વેંત ત્રણ યુવાનો ઘસી આવ્યા હતા અને આ અમારી બહેન છે, તે બળાત્કાર કરી જીંદગી બરબાદ કરી નાંખી છે એમ કહી માર માર્યો હતો. ત્રણ પૈકી એક યુવાને પોતાની ઓળખ ઉમરા પોલીસના ડી સ્ટાફ તરીકે આપી પોલીસ કેસ કરવાની અને સમાધાન કરવું હોય તો 5 લાખની માંગણી કરી હતી. પરંતુ અજયે 5 લાખ નહીં હોવાનું કહેતા 1.50 લાખ આપવા પડશે નહીં તો નગ્ન વિડીયો વાયરલ કરવાની ધમકી આપી માર માર્યો હતો.

અજયે પોતાના ઘરે જઇ 20 હજાર આપ્યા હતા અને બાકીના 1.30 લાખ તેમના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરશે એમ કહ્યું હતું. જો કે ત્યાર બાદ પણ ઉઘરાણી કરી ધાક-ધમકી આપતા છેવટે અજયે જમનાનગર પોલીસ ચોકીના લોકરક્ષક એઝાઝ હુસૈનને જાણ કરી હતી. જેથી એઝાઝે અજયને જે નંબર પરથી કોલ આવતા હતા. તે નંબર પર કોલ કરતા સુરજ તિવારી નામના યુવાને 20 હજાર રૂપિયા પરત આપી દેશે એમ કહ્યું હતું. પોલીસે દરમિયાનગીરી કરતા યુવતીએ પુનઃ કોલ કરી તમારા રૂપિયા પરત મળી જશે, પરંતુ હું આપઘાત કરી લઇશ એમ કહેતા અજય ડરી ગયો હતો અને છેવટે આ અંગે ફરીયાદ નોંધાવી હતી.સુરતમાં અગાઉ રાજકીય સાથે સંકળાયેલા લોકો પણ હનીટ્રેપના ભોગ બચી ચુક્યા છે. જેથી દક્ષિણ ગુજરાતમાં સુરતમાં હનીટ્રેપ કરતી વિશેષ ગેંગ કામ કરતી હોય છે.

આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર
અનંત-રાધિકાની પ્રાઇવેટ પાર્ટીમાં આખા બોલીવુડ માંથી માત્ર આ એક એક્ટ્રેસને મળ્યું આમંત્રણ,જાણો કારણ
IPLમાં એક ઓવરમાં 5 સિક્સર આપનાર બોલરોનું લિસ્ટ, ગુજરાતનો આ ખેલાડી પણ સામેલ
ઘરના માટલામાં મેળવો Fridge જેવું ઠંડુ પાણી, બસ આટલુ કરી લો કામ, જુઓ-VIDEO

આ પણ વાંચો : US-Canada બોર્ડર પર નવજાત શિશુ સહિત ગુજરાતી પરિવારના ચાર સભ્યોના ઠંડીથી મોત, વિદેશ મંત્રી જયશંકરે શોક વ્યક્ત કર્યો

આ પણ વાંચો : ગુજરાતમાં 900 બેંક કર્મચારીઓને કોરોનાનો ચેપ લાગ્યો, બેંકની ઘણી શાખાઓને પાંચ દિવસ બંધ રાખવાની ફરજ પડી

Latest News Updates

રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
અમદાવાદ પૂર્વથી ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે વિજય મુહૂર્તમાં ભર્યુ ફોર્મ
અમદાવાદ પૂર્વથી ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે વિજય મુહૂર્તમાં ભર્યુ ફોર્મ
ગુજરાત સહીત આ રાજ્યો માટે કેવી કરાઈ છે વરસાદની આગાહી ? જાણો
ગુજરાત સહીત આ રાજ્યો માટે કેવી કરાઈ છે વરસાદની આગાહી ? જાણો
ફોર્મ ભરતા પહેલા જાહેરસભા દરમિયાન ગેનીબેન ચોધાર આંસુએ રડ્યા- જુઓ Video
ફોર્મ ભરતા પહેલા જાહેરસભા દરમિયાન ગેનીબેન ચોધાર આંસુએ રડ્યા- જુઓ Video
Porbandar : મનસુખ માંડવીયાએ શક્તિ પ્રદર્શન કરી ભર્યુ લોકસભાનું ઉમેદવાર
Porbandar : મનસુખ માંડવીયાએ શક્તિ પ્રદર્શન કરી ભર્યુ લોકસભાનું ઉમેદવાર
Surat : ઝાડા-ઉલટીના કારણે ટ્રાફિક પોલીસ જવાનનું મોત, જુઓ Video
Surat : ઝાડા-ઉલટીના કારણે ટ્રાફિક પોલીસ જવાનનું મોત, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">