પ્રેમિકાની નજરમાં ‘હીરો’ બનવા માટે પ્રેમીએ તેના જ ઘરમાં કરી દીધી ચોરી, અને પછી શું થયું જાણો

આશિકીમાં લોકો અનેક હદ વટાવી જતા હોય છે. આવી જ એક બાબત મધ્યપ્રદેશમાં સામે આવી છે. જેમાં પ્રેમીએ પ્રેમિકાને મનાવવા તેના જ ઘરમાંથી ચોરી કરી અને સામાન પાછો આપ્યો હતો.

પ્રેમિકાની નજરમાં 'હીરો' બનવા માટે પ્રેમીએ તેના જ ઘરમાં કરી દીધી ચોરી, અને પછી શું થયું જાણો
પ્રતિકાત્મક તસ્વીર
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Mar 05, 2021 | 3:02 PM

લોકો આશિકીમાં કોઈપણ હદ સુધી જઈ શકે છે. તમે આ વાતથી અંદાજ લગાવી શકો છો કે મધ્યપ્રદેશના એક પ્રેમીએ તેની ગર્લફ્રેન્ડને ઈમ્પ્રેસ કરવા માટે તેના જ ઘરથી ચોરી કરી લીધી. બાદમાં ગર્લફ્રેન્ડને મનાવવા માટે પ્રેમીએ ચોરી કરેલો માલ તેને પરત આપીને કહ્યું કે પોતાના જીવ પર લડીને ચોરો પાસેથી આ સામાન છોડાવી લાવ્યો છે. જોકે એ વાત અલગ છે કે ગર્લફ્રેન્ડની નારાજગી દુર તો ના થઇ પરંતુ પોલીસની પુછપરછમાં પ્રેમીની આ આખી રમત બહાર આવી ગઈ.

પ્રેમિકાને મનાવવા માટે બનાવી યોજના

ખરેખર બૈતુલના મહાવીર વોર્ડમાં રહેતો પ્રેમી ખડસે પોતાના જ વિસ્તારમાં રહેતી યુવતીને પ્રેમ કરતો હતો. તેની પ્રેમિકા લાંબા સમયથી ગુસ્સે હતી. ફક્ત તેને મનાવવા માટે તેણે 2 માર્ચની રાત્રે ચોરીની યોજના બનાવી. જ્યારે ગર્લફ્રેન્ડના ઘરે કોઈ ન હતું, ત્યારે તેથી તકનો લાભ લઈ તેણે મકાનમાં ચોરી કરી. જ્યારે ઘરવાળા પાછા ફર્યા, ત્યારે પ્રેમી હાથમાં થોડી વસ્તુઓ લઈને ઘરની સામે ઉભો હતો.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

પ્રેમીએ પરિવારને જણાવ્યું કે જ્યારે તેણે બે ચોરને ભાગતા જોયા ત્યારે તેણે તેમને અટકાવવાની કોશિશ કરી. ત્યારબાદ ચોરોએ તેના પર હુમલો કર્યો હતો અને તમામ સામાન, જેમાં લેપટોપ અને કેટલાક ઘરેણાં હતાં તે છોડીને ભાગી ગયા હતા. વિસ્તારના લોકો પ્રેમીની વાતોમાં આવી ગયા હતા અને તેમણે ચોરી અંગે પોલીસને જાણ કરી.

પોલીસે પકડી પાડી ચોરી

પોલીસ અધિકારીએ જણાવ્યું કે જ્યારે આ કેસમાં પ્રેમીની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેની વાર્તા ખોટી લાગી. જેનાથી પોલીસ તેના પર શંકા ગઈ હતી. પોલીસે સખ્તાઇથી પૂછપરછ શરૂ કરી ત્યારે પ્રેમીએ આખરે સત્ય જાહેર કર્યુ. તેણે પોલીસને જણાવ્યું હતું કે તેની પ્રેમિકા તે મકાનમાં જ રહે છે જ્યાં તેણે ચોરી કરી હતી. જે કેટલાક દિવસોથી ગુસ્સે હતી. તેની આંખોમાં પોતાને હીરો સાબિત કરવા માટે, તેણે આ યોજના બનાવી. પોલીસે આરોપીના ઘરની તલાશી લીધી હતી જ્યાં એક સ્પીકરની અંદરથી ચોરી કરેલા 92 હજાર રૂપિયાની રોકડ અને સોનાના દાગીના પણ મળી આવ્યા હતા. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કર્યો જ્યાંથી તેને જેલ મોકલી દેવાયો છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">