ગાંધીધામમાં એક ચકચારી કેસમાં વિશ્વાસુ જ લુંટારૂ નીકળ્યા, 16.88 લાખના મુદ્દામાલ સાથે 3 ઝડપાયા

19 તારીખે ગાંધીધામમાં બનેલી ચકચારી લુંટના કિસ્સામાં પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી છે.  ભોગ બનનારની હોટલમાં કામ કરતા અને ઉપરના રૂમમાં રહેતા નેપાળી શખ્સો અને તેના સાગરીતોઓ જ સાથે મળી લુંટની ઘટનાને અંજામ આપ્યો હતો.

ગાંધીધામમાં એક ચકચારી કેસમાં વિશ્વાસુ જ લુંટારૂ નીકળ્યા, 16.88 લાખના મુદ્દામાલ સાથે 3 ઝડપાયા
In Gandhidham, only a trusted robber came out in a conspiracy case, 3 were caught with a case of Rs 16.88 lakh.

ગાંધીધામના સપનાનગર વિસ્તારમાં 5 દિવસ અગાઉ થયેલી ચકચારી લુંટનો ભેદ ઉકેલાઇ ગયો છે. 19 તારીખે મહિલા રેખાબેન ઘરે એકલા હતા. ત્યારે જ 3 શખ્સોએ તેને બંધક બનાવી 15 લાખના દાગીના સહિત તથા 1 લાખ રોકડની લુંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. જે બનાવમાં પોલિસે 3 શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલિસની પ્રાથમીક તપાસમાં લુંટારૂ અન્ય કોઇ નહી ભોગ બનનારના ઘરે તથા હોટલ પર કામ કરનાર વ્યક્તિજ છે.

વિશ્વાસ કર્યો એને જ દગો આપ્યો

19 તારીખે ગાંધીધામમાં બનેલી ચકચારી લુંટના કિસ્સામાં પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી છે.  ભોગ બનનારની હોટલમાં કામ કરતા અને ઉપરના રૂમમાં રહેતા નેપાળી શખ્સો અને તેના સાગરીતોઓ જ સાથે મળી લુંટની ઘટનાને અંજામ આપ્યો હતો. ફરીયાદી રવિન્દ્રદાસ કામ પર ગયા હતા. ત્યારે જ ઘરે એકલી તેમની પત્નીને બંધક બનાવી લુંટારૂઓ રોકડ રૂપીયા અને દાગીના લઇ ફરાર થઇ ગયા હતા.

કેવી રીતે ઉકેલાયો લૂંટનો ભેદ ?

જેની તપાસમાં તેને ત્યાં કામ કરતા નેત્રબહાદુર ચંદ્રબહાદુર શાહી તથા ધિરેન્દ્ર જીતાબહાદુર શાહુ એ તેના મિત્ર દિપેન્દ્ર ઉર્ફે દીપક સાથે મળી આ લુંટની ઘટનાને અંજામ આપ્યો હતો. નેત્ર બહાદુર 6 મહિનાથી આજ મકાનમાં ઘરકામ કરે છે. રવિન્દ્રના ઘરે જ રહેતા નેત્રબહાદુરે આ પ્લાન બનાવ્યો હતો. અને જે માટે યોગ્ય રેકી કર્યા બાદ 19 તારીખે જ્યારે મહિલા રેખાબેન ઘરે એકલા હતા. ત્યારે તેઓએ લુંટ ચલાવી હતી.

કેવી રીતે ઘડયો લૂંટનો પ્લાન ?

તેના સાથી તરીકે કામ કરતા અન્ય શખ્સ ધિરેન્દ્ર મહિલાના પતિના રેસ્ટોરેન્ટમાં કામ કરતો હતો. જોકે પોલીસે તમામ મુદ્દામાલ સાથે 3 નેપાળી શખ્સોની ધરપકડ કરી લુંટનો ભેદ ઉકેલી નાંખ્યો છે. પોલીસે 3 શખ્સો પાસેથી સોનાના દાગીના-રોકડ સહિત 16.58 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. અન્ય કોઇ ગુન્હામાં આરોપીઓની સંડોવણી છે કે નહી તેની પોલીસે તપાસ શરૂ કરી છે. ચકચારી એવી આ લુંટમાં વિશ્વાસુ કામ કરનાર જ દગાખોર નીકળ્યા છે. જોકે ગંભીર લુંટની ઘટના પછી પોલીસે જાહેર અપીલ કરી છે કે ઘરમાં કામે રાખતા વ્યક્તિઓની જાણ પોલીસને કરવી સાથે કામે રાખનાર તમામ વ્યક્તિના યોગ્ય આધાર પર રાખવા તેવી અપીલ કરી છે. સાથે નજીકના પોલિસ મથકે તેની જાણ કરવી તેમ પણ જણાવ્યુ છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati