કુખ્યાત આરોપીએ ફરી લખણ ઝળકાવ્યા, જમવામાં મીઠું ઓછું હોવાથી પત્નીને લાકડીથી ફટકારી અને અસ્ત્રા વડે મુંડન કરી નાખ્યુ

કુખ્યાત આરોપીએ ફરી લખણ ઝળકાવ્યા, જમવામાં મીઠું ઓછું હોવાથી પત્નીને લાકડીથી ફટકારી અને અસ્ત્રા વડે મુંડન કરી નાખ્યુ
કુખ્યાતે પત્ની પર અત્યાચાર ગુજાર્યો

વટવામાં (Vatva) ઇન્સાનિયત નગરમાં રહેતી રિજવાનાબાનુએ બપોરનું જમવાનું બનાવ્યું હતું. પતિ ઇમરાન બપોરે જમવા આવ્યો ત્યારે સબ્જીમાં મીઠું વધારે પડયું હતું. જેથી ઇમરાને પત્નીને મીઠું વધુ નાખવા બાબતે ઝઘડો થયો હતો.

Harin Matravadia

| Edited By: Utpal Patel

May 12, 2022 | 6:41 PM

અમદાવાદના (Ahmedbad) વટવા વિસ્તારનો કુખ્યાત આરોપી પાંચ દિવસ પહેલા જ જેલમાંથી (Jail) બહાર નીકળી પોતાના જ ઘરમાં ફરી લખણ જડકવ્યા હતા. અને પોતાની પત્ની પર જ જુલમ કર્યો હતો. પોલીસ (Police) કસ્ટડીમાં આવેલો આ આરોપી છે ઇમરાન ઉર્ફે કડિયો શેખ

આમ તો ઇમરાન વટવા વિસ્તારમાં અનેક ગુનાઓ આચરી ચૂક્યો છે અને અનેક વખત જેલની પણ હવા ખાઈ ચૂક્યો છે. ઇમરાન પાંચ દિવસ પહેલા જ જેલની બહાર આવ્યો હતો. અને નજીવી બાબતે ઘરમાં પત્ની સાથે ઝગડો થતાં પત્નીનું અસ્ત્રા વડે મુંડન કરી નાખ્યું હતું.

વટવામાં ઇન્સાનિયત નગરમાં રહેતી રિજવાનાબાનુએ બપોરનું જમવાનું બનાવ્યું હતું. પતિ ઇમરાન બપોરે જમવા આવ્યો ત્યારે સબ્જીમાં મીઠું વધારે પડયું હતું. જેથી ઇમરાને પત્નીને મીઠું વધુ નાખવા બાબતે ઝઘડો થયો હતો. જે બાદમાં ઇમરાને લાકડીથી પત્નીને માર માર્યો અને અસ્ત્ર વડે પત્નીના માથાના વાળ કાપીને મુંડન કરી દીધું. પત્નીના હેવાનીયતથી ગભરાયેલી પત્નીએ વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી.

પત્નીના વાળનું મુંડન કરનાર આરોપી ઇમરાન ઉર્ફે કડીયો કુખ્યાત ગુનેગાર છે. તેની વિરુદ્ધ અગાઉ ચોરી, લૂંટ અને મારામારીની 10થી વધુ ગુના નોંધાયા છે. જ્યારે પાંચ વખત પાસા કરીને જેલ હવાલે કર્યો હતો. આરોપી પાંચ દિવસ પહેલા જ જેલમાંથી છૂટીને ઘરે આવ્યો છે. આ કુખ્યાત ગુનેગાર કોઈ ગુનોના આચરે માટે વટવા પોલીસ સતત તેનું સર્વેલન્સ રાખતી હતી. પરંતુ ગુનાહિત માનસિકતા ધરાવતા આરોપીએ પોતાની પત્નીને જ ટાર્ગેટ કરીને વધુ એક ગુનો આચર્યો હતો. હાલ તો સમગ્ર મામલે ઇમરાનની પત્નીની ફરિયાદને આધારે કુખ્યાત ગુનેગાર એવા પતિ ઇમરાન શેખની વટવા પોલીસે ધરપકડ કરી છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati