જમીનના વિવાદમાં એક જ પરિવારના 4 લોકોની કુહાડી મારી કરાઈ હત્યા, 6 વર્ષના બાળકનું પણ મોત

એક જ પરિવારના ચાર લોકોની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઇ ગઇ છે.

જમીનના વિવાદમાં એક જ પરિવારના 4 લોકોની કુહાડી મારી કરાઈ હત્યા, 6 વર્ષના બાળકનું પણ મોત
પ્રતિકાત્મક તસવીર

ઝારખંડના પશ્ચિમ સિંહભૂમ જિલ્લામાં એક જ પરિવારના ચાર લોકોની નિર્દયતાથી હત્યા (Jharkhand Murder) કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઇ ગઇ છે. આ હૃદયદ્રાવક ઘટના શુક્રવારે મોડી રાત્રે બની હતી. મૃતકોમાં પતિ, પત્ની, ભાભી અને 6 વર્ષના બાળકનો સમાવેશ થાય છે. કહેવામાં આવી રહ્યું છે કે, કેટલાક અજાણ્યા હુમલાખોરોએ ઘરમાં ઘૂસીને કુહાડી વડે ચાર લોકોની હત્યા કરી નાખી હતી.

આ ઘટના હાટ ગમખરીયા વિસ્તારની છે. જ્યાં એક જ પરિવારના ચાર લોકોની હત્યા કર્યા બાદ હત્યારાઓએ તેમના મૃતદેહ ગામથી થોડે દૂર ખેતરમાં ફેંકી દીધા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે, બંને પક્ષો વચ્ચે જમીન વિવાદ ચાલી રહ્યો હતો. જમીન વિવાદમાં જ ચાર લોકોની હત્યા કરવામાં આવી છે. ઘટનાના સમાચાર મળતાની સાથે જ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. જે બાદ તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા. પોલીસે હવે આ મામલે તપાસ શરૂ કરી છે.

જમીન વિવાદમાં 4 લોકોની હત્યા

હત્યારાઓએ 6 વર્ષના નિર્દોષ બાળક પર પણ દયા બતાવી ન હતી. વડીલોની સાથે તેની પણ હત્યા કરવામાં આવી હતી. માર્યા ગયેલાઓમાં 26 વર્ષીય ઓનામુની ખંડૈત, તેમની 22 વર્ષીય પત્ની મણિ ખંડૈત, 6 વર્ષનો પુત્ર મુગરુ, 22 વર્ષનો ભાઈ ગોબરોનો સમાવેશ થાય છે. જણાવવામાં આવી રહ્યું છે કે, આજે સવારે જ્યારે કેટલાક લોકો શૌચ માટે ખેતરે પહોંચ્યા ત્યારે તેમની નજર ત્યાં પડેલા મૃતદેહો પર ગઈ. આ દ્રશ્ય જોઈને બધાને આશ્ચર્ય થયું. તેમણે તરત જ પોલીસને આ બાબતની જાણ કરી.

પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે

કહેવામાં આવી રહ્યું છે કે, બદમાશો મોડી રાત્રે તેના ઘરમાં ઘૂસ્યા હતા. તે પછી, કુહાડીની મદદથી, બધાને નિર્દયતાથી કાપી નાખવામાં આવ્યા. સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસે આ કેસમાં બે શકમંદોની અટકાયત કરી છે. પોલીસનું કહેવું છે કે ટૂંક સમયમાં જ આ બાબતનો ખુલાસો થશે કે ચાર લોકોની હત્યા કેમ કરવામાં આવી. આ ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. સર્વત્ર ભય અને ગભરાટનું વાતાવરણ છે.

આ પણ વાંચો: Mahatma Gandhi Jayanti: મહાત્મા ગાંધીની જન્મજયંતિ પર, પીએમ મોદીએ શ્રદ્ધાંજલિ આપી, કહ્યું- બાપુનું જીવન દરેક પેઢીને પ્રેરણા આપતું રહેશે

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati