ધો. 12 સાયન્સ પછી નેવીમાં જોડાવાની ઈચ્છા હોય તો આ ખબર તમારા માટે છે, જુઓ VIDEO

ધો. 12 સાયન્સ પછી નેવીમાં જોડાવાની ઈચ્છા હોય તો આ ખબર તમારા માટે છે, જુઓ VIDEO

ભારતની ત્રણેય પાંખમાંથી દરિયાઈ સીમાની જવાબદારી નેવીના હાથમાં હોય છે. ભારતીય નેવીમાં નોકરી કરવી તે ગર્વની વાત છે. ભારતીય નેવીમાં નોકરીની પ્રથમ શરત એ છે કે ભારતના નાગરિક હોવું જરુરી છે. ભારતીય નેવીમાં ઘોરણ 12 સાયન્સ અને ગ્રેજ્યુએટ થયા બાદ પરીક્ષા આપીને એન્ટ્રી મેળવી શકાય છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati […]

TV9 WebDesk8

|

Jul 14, 2019 | 11:42 AM

ભારતની ત્રણેય પાંખમાંથી દરિયાઈ સીમાની જવાબદારી નેવીના હાથમાં હોય છે. ભારતીય નેવીમાં નોકરી કરવી તે ગર્વની વાત છે. ભારતીય નેવીમાં નોકરીની પ્રથમ શરત એ છે કે ભારતના નાગરિક હોવું જરુરી છે. ભારતીય નેવીમાં ઘોરણ 12 સાયન્સ અને ગ્રેજ્યુએટ થયા બાદ પરીક્ષા આપીને એન્ટ્રી મેળવી શકાય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો:   કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ આ દિવસે કેસરીયો ધારણ કરી શકે છે

ધો.12 સાયન્સ કર્યા બાદ ઉમેદવાર નેવીની પરીક્ષામાં અરજી કરી શકે છે. નેવીમાં ખાસ કરીને પરીક્ષા પણ ધો.12 સાયન્સના વિષયના આધારે જે લેવામાં આવે છે. જેમાં લેખિત પરીક્ષાની સાથે શારીરિક માપદંડો જે નેવી દ્વારા નક્કી કરાયેલાં હોય તેમાં ઉમેદવારે ખરુ ઉતરવું જરુરી છે. આ પરીક્ષા બાદ મેડિકલ ટેસ્ટ પણ ઉમેદવારે પાસ કરવી પડે છે. ઉમેદવારને નેવીની પરીક્ષામાં ગણિત, જનરલ નોલેજ, અંગ્રેજી, વિજ્ઞાન, રીઝનીંગ જેવા વિભાગના પ્રશ્નો પૂછવામાં આવે છે. આ લેખિત પરીક્ષા પાસ કર્યા બાદ ઉમેદવારે ઈન્ટરવ્યૂ પાસ કરવું જરુરી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

નેવીમાં ધો.12 બાદ પરીક્ષા નેશનલ ડિફેન્સ એકેડેમી દ્વારા લેવામાં આવે છે. જે પરીક્ષા યુપીએસસી દ્વારા યોજવામાં આવે છે. દર વર્ષે ભારતીય વાયુસેના, નેવી અને આર્મી માટે એક જ પરીક્ષા લેવામાં આવે છે. આ લેખિત પરીક્ષા પરીક્ષા પાસ કર્યા બાદ ઉમેદવારને નેવી દ્વારા ઈન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવે છે. જેમાં ઉમેદવારને ઈન્ટરવ્યૂના સ્થળ સુધી પહોંચવાનું ભથ્થું પણ આપવામાં આવે છે. જો સિલેક્શન થાય તો તાલીમ દરમિયાન 21,000 પ્રતિમાસ પગાર ઉમેદવારને આપવામાં આવે છે. જ્યારે નોકરીની શરુઆતનો પગાર 39,100 પ્રતિમાસ હોય છે.

રોચક VIDEO જોવા માટે TV9 Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[yop_poll id=”1″]

 

 

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati