VIDEO: રાજ્યમાં 48 કલાકમાં ઉપરાઉપરી બળાત્કારની 3 ઘટનાઓ, CID ક્રાઈમ મહિલા સેલના ADG અનિલ પ્રથમે પોલીસ સામે જ ઉઠાવ્યા સવાલ

રાજ્ય સહિત સમગ્ર દેશમાં બળાત્કારની ઘટનાઓથી પ્રજાનો રોષ ભભૂકી ઉઠ્યો છે. ત્યારે ગુજરાત રાજ્યના જ એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જ પોલીસ સામે સવાલો ઉભા કર્યા છે. CID ક્રાઈમ મહિલા સેલના ADG અનિલ પ્રથમે પોલીસની નિષ્ફળતા અંગે આક્રોશ અને ચિંતા વ્યક્ત કરી છે. પોલીસની નિષ્ફળતા અંગે અનિલ પ્રથમે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી ચિંતા વ્યક્ત કરી છે. […]

VIDEO: રાજ્યમાં 48 કલાકમાં ઉપરાઉપરી બળાત્કારની 3 ઘટનાઓ, CID ક્રાઈમ મહિલા સેલના ADG અનિલ પ્રથમે પોલીસ સામે જ ઉઠાવ્યા સવાલ
| Updated on: Dec 02, 2019 | 5:48 AM

રાજ્ય સહિત સમગ્ર દેશમાં બળાત્કારની ઘટનાઓથી પ્રજાનો રોષ ભભૂકી ઉઠ્યો છે. ત્યારે ગુજરાત રાજ્યના જ એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જ પોલીસ સામે સવાલો ઉભા કર્યા છે. CID ક્રાઈમ મહિલા સેલના ADG અનિલ પ્રથમે પોલીસની નિષ્ફળતા અંગે આક્રોશ અને ચિંતા વ્યક્ત કરી છે. પોલીસની નિષ્ફળતા અંગે અનિલ પ્રથમે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી ચિંતા વ્યક્ત કરી છે.

 

રાજ્યમાં ઉપરાઉપરી બળાત્કારની ત્રણ ઘટનાઓથી ADG અનિલ પ્રથમ ચિંતિત બન્યા છે અને પોલીસની કામગીરી સામે જ સવાલો કર્યા છે. અનિલ પ્રથમે પોલીસને આડે હાથ લેતા કહ્યું કે શું મહિલા સશક્તિકરણ પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ વડાની પ્રાથમિકતા નથી?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

વધુમાં કહ્યું કે મહિલા સુરક્ષા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર મોટી રકમ ખર્ચતી હોવા છતાં પોલીસ મહિલા સુરક્ષા મુદ્દે નિષ્ફળ રહી છે. સરકારની યોજનાઓ થકી પણ નાગરિકો વચ્ચેનું અંતર ઘટાડવામાં પોલીસ કેમ નિષ્ફળ રહી? તેવા ધારદાર સવાલો પણ ADG અનિલ પ્રથમે ઉઠાવ્યા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

મહત્વનું છે કે રાજ્યમાં છેલ્લા 48 કલાકમાં સુરત, રાજકોટ અને વડોદરામાં ઉપરાછાપરી રેપ અને ગેંગરેપની ત્રણ ઘટનાઓ સામે આવતા લોકોમાં ભારે આક્રોશ છે અને પોલીસની કાર્યપદ્ધતિ પર સવાલો ઉઠી રહ્યા છે અને એટલા માટે જ ADG અનિલ પ્રથમે પણ પોતાનો આક્રોશ વ્યક્ત કરીને પોલીસને આડે હાથ લીધી છે. ગુજરાત પોલીસના સબ સલામતના દાવાઓ વચ્ચે 2015થી 2017 એમ ત્રણ વર્ષમાં સામૂહિક બળાત્કારની કુલ 30 ઘટનાઓ તો બળાત્કારની કુલ 1,962 ઘટનાઓ બની છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો