દેવભૂમિ દ્વારકા ડ્રગ્સ કેસમાં ગુજરાત ATSએ ઝડપ્યા વધુ 4 આરોપી, અત્યાર સુધીમાં 730 કરોડનું ડ્રગ્સ જપ્ત

તપાસ દરમિયાન વધુ 2 કિલો હેરોઈનનો જથ્થો જામનગરના રોઝી બંદરેથી રિકવર કરવામાં આવ્યું છે.અત્યારસુધીમાં આ ગુનામાં 11 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 23, 2021 | 8:57 PM

AHMEDABAD : પાકિસ્તાનથી ઘૂસાડવામાં આવેલા 120 કિલો હેરોઈન કેસમાં ગુજરાત ATSસે મોટી કાર્યવાહી કરી છે.આ કેસમાં સોમવારે વધુ ચાર આરોપીઓને ઝડપી લેવામાં આવ્યાં છે.તપાસ દરમિયાન વધુ 2 કિલો હેરોઈનનો જથ્થો જામનગરના રોઝી બંદરેથી રિકવર કરવામાં આવ્યું છે.અત્યારસુધીમાં આ ગુનામાં 11 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

ગુજરાત ATSની ટીમે અત્યારસુધી 146 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં 730 કરોડ આસપાસની કિંમત છે.પાકિસ્તાનથી ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવામાં આવતું હતું.પાકિસ્તાનથી ડ્રગ્સની હેરાફેરી જામનગરના જોડિયાનો રહેવાસી ઈશા રાવ કરતો હતો, જે ડ્રગ્સ કેસનો મુખ્ય આરોપી છે.

આરોપી ઈશા રાવ પાકિસ્તાનથી ગુજરાત ડ્રગ્સ લાવતો હતો, ત્યારબાદ, પંજાબ સુધી પહોંચાડતો હતો..ઈશા રાવે અનેકવાર દૂબઈ અવર-જવર કરી હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે.ઈશા રાવ આ ગુનામાં વોન્ટેડ છે.અલગ-અલગ ટીમ બનાવી નશાના નેટવર્કના મૂળ સુધી પહોંચવાના ગુજરાત ATSએ પ્રયાસ હાથ ધર્યા છે.

ઉલ્લેખનીય છે કે ગત 17 નવેમ્બરે દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરના નાવદ્રા ગામેથી 120 કરોડની કિંમતનું વધુ 24 કિલો હીરોઇન ઝડપાયું હતું. ગુજરાત ATSએ હેરોઈન સાથે વધુ 3 લોકોની ધરપકડ પણ કરી હતી. સાથે જ ATSની તપાસમાં સામે આવ્યું છે કે, પંજાબની ફરિદકોટ જેલમાં બંધ ભૂષણ શર્મા ઉર્ફે ભોલો શૂટર નામનો શખ્સ ડ્રગ્સનું નેટવર્ક ચલાવતો હતો.

ભૂષણ શર્મા ઉર્ફે ભોલા શૂટર સામે અનેક રાજ્યોમાં ખંડણી અને હત્યાના કેસ નોંધાયેલા હોવાનો પણ ખુલાસો થયો છે. મોરબીના ઝિંઝુડામાંથી ઝડપાયેલા આરોપીની પૂછપરછમાં આરોપીએ નાવદ્રામાં ડ્રગ્સ છૂપાવાયું હોવાનું કબૂલ્યું હતું.

Follow Us:
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">