ગોત્રી દુષ્કર્મ કેસમાં FSLની ટીમ જોડાઈ, ફોરેન્સિક ઓફિસરોએ ક્રાઇમ બ્રાન્ચ પહોચી તપાસ શરૂ કરી

Gotri rape case : આરોપી અશોક જૈન અને રાજુ ભટ્ટની 3-3 કાર કબ્જે કરવામાં આવી હતી. કાર મારફતે અશોક જૈન યુવતીને ગેસ્ટ હાઉસ પર લઈ ગયો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 28, 2021 | 7:10 PM

VADODARA : વડોદરાના ચકચારી ગોત્રી દુષ્કર્મ કેસની તપાસનો ધમધમાટ તેજ થયો છે. ગોત્રી દુષ્કર્મ કેસમાં મુખ્ય આરોપી રાજુ ભટ્ટ પકડાયા બાદ હવે આ કેસમાં FSLની ટીમ તપાસમાં જોડાઈ છે. વડોદરા FSLના ફોરેન્સિક ઓફિસરો તપાસ માટે ક્રાઇમ બ્રાન્ચ પહોંચ્યા હતા અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જપ્ત કરેલી કારની તપાસ શરૂ કરી હતી.
દુષ્કર્મના કેસને લાગતા સૂક્ષ્મ પુરાવાઓ એકત્ર કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. આરોપી અશોક જૈન અને રાજુ ભટ્ટની 3-3 કાર કબ્જે કરવામાં આવી હતી. કાર મારફતે અશોક જૈન યુવતીને ગેસ્ટ હાઉસ પર લઈ ગયો હતો. યુવતી દ્વારા વિરોધ થતા અશોક જૈન યુવતીને પરત કારમાં મૂકી ગયો હતો.બળાત્કારની કોશિશ બાદ યુવતી અને અશોક જૈન કારમાં બેઠા હતા. આ કારની તપાસ FSL દ્વારા કરવામાં આવી રહી છે.

ઉલ્લખેનીય છે કે ગોત્રી દુષ્કર્મ કેસમાં આજે 28 સપ્ટેમ્બરે પોલીસની મોટી સફળતા મળી છે. જેમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચ તથા વડોદરા પી.સી.બી. અને જુનાગઢ પોલીસના સંયુકત ઓપરેશનમાં જુનાગઢ ખાતેથી આરોપી રાજુ ભટ્ટને પકડી પાડવામાં આવેલ છે.

તો ગઈકાલે 27 સપ્ટેમ્બરે વડોદરાના ગોત્રી દુષ્કર્મ કેસના આરોપી રાજુ ભટ્ટના મદદગાર હોટેલ માલિકની ધરપકડ કરવામાં આવી હતી. જેની પોલીસ દ્વારા આખી રાત પૂછપરછ કરવામાં આવી હતી. જેના પગલે પોલીસને તેમાં અનેક નવા પુરાવા અને બાતમી મળ્યાનું કહેવામાં આવી રહ્યું છે. જયારે બીજી તરફ આરોપી રાજુ ભટ્ટના નિવાસે સર્ચ દરમિયાન વિદેશી દારૂ અને ત્રણ કાર કબ્જે કરવામાં આવી છે.

આ પણ વાંચો : રાજકોટમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો, RMCએ 36 ટીમ બનાવી ફોગિંગની કામગીરી હાથ ધરી

આ પણ વાંચો : BANASKANTHA : જિલ્લાનું મધ હવે અમૂલ બ્રાન્ડ હેઠળ વિશ્વના બજારમાં વેચાશે

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">