1 કરોડનો ગાંજો ઝડપાયો: સુરતમાં ક્રાઇમ બ્રાન્ચે કરી મોટી કાર્યવાહી, માસ્ટર માઈન્ડની ધરપકડ

Surat: આરોપી અરુણ મહાદીપ નામનો શખ્સ ટ્રાન્સપોર્ટ મારફતે ગાંજો લાવી રહ્યો હતો. આ દરમિયાન પોલીસે મુદામાલ સહીત તેની ધરપકડ કરવામાં આવી છે.

TV9 GUJARATI

| Edited By: Gautam Prajapati

Nov 22, 2021 | 12:43 PM

સુરતમાંથી (Surat) ક્રાઇમ બ્રાંચે (Crime Branch) રૂપિયા 1 કરોડનો ગાંજો ઝડપી પાડ્યાની મોટી ઘટના સામે આવી છે. ડ્રગ્સ અગેઇન નો કોમ્પરોમાઇઝ અભિયાન (drugs again no compromise) અંતર્ગત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેની અસર જોવા મળી રહી છે. DCBએ નિયોલ ચેકપોસ્ટ પરથી ગાંજાનો મોટો જથ્થો ઝડપાયા હોવાની માહિતી સામે આવી છે. સમગ્ર ઘટનામાં અરુણ મહાદીપ નામના શખ્સની ધરપકડ પણ કરવામાં આવી છે.

સમગ્ર મામલે વિગતે વાત કરીએ તો આરોપી અરુણ મહાદીપ નામનો શખ્સ ટ્રાન્સપોર્ટ મારફતે ગાંજો લાવી રહ્યો હતો. આ દરમિયાન પોલીસે મુદામાલ સહીત તેની ધરપકડ કરવામાં આવી છે. આરોપી ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલો હોવાનું સામે આવ્યું છે. અને આ ધંધામાં જ તે ગાંજો લાવતો હતો તેવું જાણવા મળ્યું છે.

તો થોડા દિવસ અગાઉ જ 17 નવેમ્બરના રોજ સુરતના સરથાણા વિસ્તારમાંથી એમડી ડ્ર્ગ્સ બનાવવાની લેબોરેટરી સુરત એસોજીની ટીમે ઝડપી પાડી હતી. આ પ્રકરણમાં મુખ્ય આરોપી જૈમિન સવાણીની પુછપરછ પોલીસે હાથ ધરતા તેના સાધન સામગ્રી પુરી પાડનાર કોસાડ આવાસના ફૈઝલ પટેલને ગત મોડી રાત્રે અમરોલી પોલીસે ઝડપી પાડયો હતો. અને જેલ હવાલે કર્યો હતો.

 

આ પણ વાંચો: Rajasthan: નવી કેબિનેટમાં પણ ‘પ્રાદેશિક અસંતુલન’ યથાવત ! 16 જિલ્લામાંથી એક પણ મંત્રી નહી અને 4 જિલ્લામાંથી અડધુ કેબિનેટ, CMના 6 સલાહકાર પર સવાલ

આ પણ વાંચો: Rajkot: ઉત્કર્ષ ગ્રુપ પર GSTના દરોડા, આટલા કરોડની કરચોરીનો પર્દાફાશ, માલિકને ઉપડ્યો છાતીમાં દુખાવો

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati