Gandhinagar : પોન્ઝી સ્કીમના નામે કરોડોની છેતરપિંડી, 4 શખ્સોની ધરપકડ

Gandhinagar : પોન્ઝી સ્કીમના નામે કરોડોની છેતરપિંડી કરતા 4 શખ્સો સામે ગાંધીનગરના ઈન્ફોસિટી પોલસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

| Updated on: Mar 11, 2021 | 1:43 PM

Gandhinagar : પોન્ઝી સ્કીમના નામે કરોડોની છેતરપિંડી કરતા 4 શખ્સો સામે ગાંધીનગરના ઈન્ફોસિટી પોલસ મથકે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે 3.54 કરોડની છેતરપિંડીના આરોપસર મહેસાણાના 4 શખ્સો સામે ફરિયાદ નોંધી છે. આરોપીઓ એફ એક્સ બુલ્સ અને એફ એક્સ બુલ્થ વેલ્થ મેનેજમેન્ટ કંપની ઊભી કરીને 3.54 કરોડ ચાઉં કરી ગયા છે. આરોપીઓએ વિદેશમાં રોકાણ કરવાનું જણાવીને ઊંચુ વળતર આપવાની રોકાણકારોને લાલચ આપી હતી. ઠગ ટોળકીએ લોકોને વિશ્વાસમાં લેવા મહેસાણામાં ઓફિસ રાખી હતી. અને હારીજ પાસે નેશનલ હાઈવે નજીક રોકાણકારો પાસે જમીન ખરીદાવી હતી. આ આખુય કૌભાંડ રાજ્યવ્યાપી હોવાની આશંકા છે.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">