બનાવટી દસ્તાવેજો આપીને SBI સાથે થઈ 14 કરોડની છેતરપિંડી, CBIએ નોંધી FIR

સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ બેંગ્લોર સ્થિત બાયોફ્યુઅલ ફર્મ વિરુદ્ધ સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા સાથે 14 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવા બદલ FIR નોંધી છે.

બનાવટી દસ્તાવેજો આપીને SBI સાથે થઈ 14 કરોડની છેતરપિંડી, CBIએ નોંધી FIR
પ્રતિકાત્મક તસવીર

સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ બેંગ્લોર સ્થિત બાયોફ્યુઅલ ફર્મ વિરુદ્ધ સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા સાથે 14 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવા બદલ FIR નોંધી છે. એફઆઈઆરમાં આરોપ છે કે, અંકિત બાયોફ્યુઅલ એલએલપીએ ઓગસ્ટ 2015માં 15 કરોડ રૂપિયાની નાણાકીય સહાય માટે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની રાજાજી નગર શાખાનો સંપર્ક કર્યો હતો. બાયોમાસમાંથી બ્રિકેટ્સ અને પેલેટ્સ બનાવવા અને કર્ણાટકના તુમાકુરુમાં પ્લાન્ટ અને મશીનરી સ્થાપવા માટે પેઢી દ્વારા સહાયની માંગ કરવામાં આવી હતી.

સીબીઆઈએ અંકિત બાયોફ્યુઅલ એલએલપીના મુખ્ય કાર્યકારી અધિકારી જી.બી. આરાધ્યા, ભૂતપૂર્વ પ્રમોટર કે. વેંકટેશ, વર્તમાન ભાગીદારો – જે. હલેશ, અરુણ ડી. કુલકર્ણી, જી. પુલ્લમ રાજુ, કે. સુબ્બા રાજુ, તિરુમૈયા થિમ્મપ્પા અને અજાણ્યા સરકારી અધિકારીઓને આ કેસમાં આરોપી તરીકે નામ આપવામાં આવ્યા છે.

તેલંગાણાના રંગારેડ્ડી જિલ્લામાં જી પુલમ રાજુ અને કે. સુબ્બા રાજુ જીની માલિકીની 56 એકર અને 36 ગુંટા જમીનના ગીરવી રાખી કોલેટરલ સિક્યોરિટી સામે બેંક દ્વારા મર્યાદા મંજૂર કરવામાં આવી હતી. બેંકે 19 નવેમ્બર 2015 ના રોજ લોનનું વિતરણ કર્યું હતું, જો કે ચુકવણી ન થવાને કારણે 28 જૂન 2017 ના રોજ એકાઉન્ટને નોન-પર્ફોર્મિંગ એસેટ (NPA) તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું હતું.

એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે બેંક દ્વારા હાથ ધરવામાં આવેલી આંતરિક તપાસમાં ખુલાસો થયો છે કે, ગીરવે મૂકેલી મિલકત ફક્ત જી પુલમ રાજુ અને કે સુબ્બા રાજુના નામે જ નથી અને તેઓ અમુક હદ સુધી જમીનની માલિકી ધરાવે છે. વધુમાં એવું બહાર આવ્યું હતું કે, જામીનદારોએ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા પાસેથી લોન મેળવવા માટે કોઈપણ સીમાંકનિત જમીનના રેકોર્ડ વિના બનાવટી પટ્ટા-પાસબુક (ટાઈટલ બુક) સબમિટ કરી હતી. આંતરિક તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે, સમાન સંપત્તિઓ પણ IFC વેન્ચર કેપિટલ ફંડ લિમિટેડ પાસે ગીરવે છે.

આ પણ વાંચો: NEET Counselling 2021: મેડિકલની PG બેઠકો પર OBC અને EWS અનામતના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી

આ પણ વાંચો: ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જતા ભારતીય વિદ્યાર્થીઓમાં અમેરિકા છે પહેલી પસંદ: ઓપન ડોર્સ રીપોર્ટ

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati