સુરત : એક મેઈલને કારણે લાખો રૂપિયાની છેતરપિંડી, દહેજ અને ઘોઘા રો-રો ફેરી સર્વિસ કંપનીને લાગ્યો લાખોનો ધૂંબો !

સુરતના (Surat) વેસુના આભવા રોડ ઉપર ટાઇમ્સ લક્ઝરીયામાં રહેતા સમકીત નટવરલાલ મહેતા ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસ આપતી ડેટોક્ષ કંપનીમાં નોકરી કરે છે.

સુરત : એક મેઈલને કારણે લાખો રૂપિયાની છેતરપિંડી, દહેજ અને ઘોઘા રો-રો ફેરી સર્વિસ કંપનીને લાગ્યો લાખોનો ધૂંબો !
Ro-Ro ferry service company
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: May 14, 2022 | 9:58 AM

Surat News : એક મેઈલને લઈને લાખો રૂપિયાની છેતરપિંડી (Fraud) થઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. સુરતથી (Surat)  દહેજ અને ઘોઘા રો-રો ફેરી સર્વિસ કંપની સાથે કોઇ અજાણ્યાએ શીપયાર્ડ કંપનીના નામે મેઇલ કરીને 67 લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતા. આ મામલે કંપની દ્વારા બીજીવાર પેમેન્ટની માંગણી કરવામાં આવતા શીપયાર્ડ કંપની(Sheepyard Company)  સાથે ઠગાઇ થઇ હોવાનું સામે આવ્યું હતું. જે અંગે હાલ સાયબર ક્રાઇમ(Cyber Crime police)  પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.છેલ્લા કેટલાક દિવસ થી ઠગ બાજો સતત ઓનલાઈના મારફતે લોકોને છેતરપિંડી કરી રહ્યા છે.બીજી બાજુ આટલી મોટી કંપનીએ કોઈ વેરિફિકેશન વગર નાણા ટ્રાન્સફર(Money Transfer)  કરતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.

સાઈબર ક્રાઈમે ગુનો નોંધી તપાસ તેજ કરી

સુરતના વેસુના(Vesu)  આભવા રોડ ઉપર ટાઇમ્સ લક્ઝરીયામાં રહેતા સમકીત નટવરલાલ મહેતા ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસ આપતી ડેટોક્ષ કંપનીમાં નોકરી કરે છે. તેઓનું એમ.કોચીન શીપયાર્ડ કંપની સાથે ટાયપ છે અને બંને વચ્ચે વ્યવહાર પણ છે. આ વ્યવહારના અંદાજીત બે કરોડ રૂપિયા એમ.કોચીન શીપયાર્ડ કંપનીને લેવાના નીકળતા હતા. શરૂઆતમાં ડેટોક્ષ કંપની દ્વારા 1.40 કરોડ આપી દેવામાં આવ્યા હતા. આ દરમિયાન ડેટોક્ષ કંપનીને કોઇ અજાણ્યાએ રૂપિયાની ઉઘરાણી માટે શીપયાર્ડ કંપનીના નામે મેઇલ કરીને એકાઉન્ટ નંબર પણ મોકલી આપ્યો હતો. જો કે શીપયાર્ડ કંપનીએ મેઇલ(E Mail) જોયા વગર જ સીધા જ 67.79 લાખ ટ્રાન્સફર કરી દીધા હતા. થોડા દિવસ બાદ શીપયાર્ડ કંપની દ્વારા મેઇલ કરીને રૂપિયાની ઉઘરાણી કરવામાં આવતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું.

ડેટોક્ષ કંપની દ્વારા મેઇલ ચેક કરવામાં આવતા તેમાં બીજા મેઇલ આઇડી મોકલાવીને રૂપિયા માંગવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું હતું. જેને લઇને પોલીસ ફરિયાદ થતા સાયબર ક્રાઇમમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

મેઇલથી મેસેજ કરીને રૂપિયા માંગ્યા હતા

ડેટોક્ષ કંપની દ્વારા બંને મેઇલ આઇડી ચેક કરવામાં ઠગાઇ બહાર આવી મુંબઇમા આવેલી એમ શીપયાર્ડ કંપનીના ઓફિશ્યલ મેઇલ આઇડીમાં પાછળની તરફ ડોટ.ઇન લખ્યું છે, જ્યારે અજાણ્યાએ જે મેઇલથી મેસેજ કરીને રૂપિયા માંગ્યા હતા. તેમાં સીજીથ.એમકોચીનશીપયાર્ડ લખીને પાછળની તરફ એટ્ધરેટ જીમેઇલ ડોટ.કોમ લખ્યું હતું. સુરતની ડેટોક્ષ કંપનીએ પણ એમકોચીન શીપયાર્ડ નામ જોતા જ રૂપિયા ટ્રાન્સફર કરી આપ્યા હતા. ત્યારબાદ જ્યારે કંપનીના બંને મેઇલ આઇડીને ચેક કરતા ઠગાઇ થઇ હોવાનું બહાર આવ્યું હતું.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">