દહેજ માટે પહેલા મોઢામાં રેડ્યું એસિડ, બાદમાં કેરોસીન છાંટીને જીવતી સળગાવી નવવધૂની કરી હત્યા, જાણો સમગ્ર કિસ્સો

સાસરીયાઓની દહેજમાં 4 લાખની માંગણી પૂરી ન થતા તે લોકોએ મળીને પહેલા નવોઢાના મોઢામાં એસિડ રેડ્યૂં અને ત્યાર બાદ કેરોસીન છાંટીને જીવતી સળગાવી દીધી હતી.

દહેજ માટે પહેલા મોઢામાં રેડ્યું એસિડ, બાદમાં કેરોસીન છાંટીને જીવતી સળગાવી નવવધૂની કરી હત્યા, જાણો સમગ્ર કિસ્સો
પ્રતિકાત્મક તસવીર

યુપીના ફતેહપુર જિલ્લામાં સાસરિયાઓ પર દહેજની લાલચમાં નવવધૂ મહિલાને જીવતી સળગાવી દેવાનો આરોપ છે. આ ઘટના બાદ પીડિતાના પરિવારજનોએ પોલીસનો સંપર્ક કર્યો હતો પરંતું તેઓ પોલીસની કાર્યવાહિથી સંતુષ્ટ નથી. હાલ પોલીસે આરોપી પતિની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે.

દહેજ માટે થયેલી હત્યાની આ ઘટના સુલતાનપુર ઘોષ પોલીસ સ્ટેશન વિસ્તારના આફોઇ ગામની છે. ઓવો આક્ષેપ કરવામાં આવે છે કે, સાસરીયાઓની દહેજમાં 4 લાખની માંગણી પૂરી ન થતા તે લોકોએ મળીને પહેલા નવોઢાના મોઢામાં એસિડ રેડ્યૂં અને ત્યાર બાદ કેરોસીન છાંટીને જીવતી સળગાવી દીધી હતી. મૃતકના ભાઈએ જણાવ્યું હતું કે, જ્યારે તેઓ ઘટના અંગે ફરિયાદ લઇને પોલીસ સ્ટેશન ગયો ત્યારે પોલીસ તેની વાત સાંભળતી ન હતી. ખૂબ જ જહેમત બાદ પોલીસે મોડી રાત્રે કેસ નોંધ્યો હતો. પરંતુ આજદિન સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી.

આ બનાવ અંગે એ.એસ.પી. રાજેશકુમારે જણાવ્યું હતું કે, કૌશમ્બી જિલ્લાના મોહમ્મદ યાસીને સુલતાનપુર ઘોષ પોલીસ સ્ટેશનમાં આપેલી તહરીમાં જણાવ્યું છે કે, તેણે તેની બહેનના લગ્ન મે 2021માં સુલતાનપુર ઘોષ પોલીસ સ્ટેશન વિસ્તારના અફોઇ ગામની રહેવાસી રૂખસાર અહેમદ સાથે કર્યા હતા. લગ્નના થોડા દિવસ બાદ સાસરિયાઓ વધારાના દહેજની માંગણી કરી રહ્યા હતા. જ્યારે તેમની દહેજની માંગ પૂરી કરી શક્યા નહીં ત્યારે તેની બહેનને સળગાવી દેવામાં આવી.

આ અંગે મેજિસ્ટ્રેટ દ્વારા પંચાયતનામા ભર્યા બાદ મૃતકનું પોસ્ટ મોર્ટમ કરાયું છે. મૃતકના ભાઇની ફરિયાદના આધારે પતિ સહિત ચાર લોકો સામે આઈપીસીની કલમ 498-A, 304-B, દહેજ પ્રતિબંધ અધિનિયમ 1961ની કલમ 3 અને 4 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ પોલીસ સમગ્ર મામલે આરોપીની ધરપકડ કરી તપાસ કરી રહિ છે.

 

આ પણ વાંચો: BARC Recruitment 2021: ભાભા એટોમિક રીસર્ચ સેન્ટર સાયન્ટિફિક ઓફિસરની પોસ્ટ માટે જાહેર થઈ ભરતી, જાણો સમગ્ર વિગત

આ પણ વાંચો: Rahul Gandhi: સંસદ સત્રમાં ભારે હંગામા બાદ રાહુલ ગાંધીનું નિવેદન, “સરકાર અમારા અવાજને દબાવવાનો પ્રયત્ન કરે છે”

Click on your DTH Provider to Add TV9 Gujarati