બનાસકાંઠામાં ખાદ્યપદાર્થોમાં ભેળસેળ કરનાર વેપારીઓને બે વર્ષમાં રૂપિયા 1 કરોડ 41 લાખ જેટલો દંડ

બનાસકાંઠામાં ખાદ્યપદાર્થોમાં ભેળસેળ કરનાર વેપારીઓને બે વર્ષમાં રૂપિયા 1 કરોડ 41 લાખ જેટલો દંડ
Food traders in Banaskantha fined Rs 1 crore 41 lakh in two years

છેલ્લા બે વર્ષમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા 132 જેટલા કેસ કરવામાં આવ્યા છે. જે ખાદ્યપદાર્થોના માનક લેબોરેટરી તપાસમાં ચેકીંગ દરમ્યાન અખાદ્ય નીકળ્યા છે. જેથી બનાસકાંઠા જિલ્લાના અધિક નિવાસી કલેકટર દ્વારા છેલ્લા બે વર્ષમાં ભેળસેળ કરતા વેપારીઓને રૂપિયા 1 કરોડ 41 લાખ જેટલો દંડ ફટકારવામાં આવ્યો છે.

Kuldeep Parmar

| Edited By: Utpal Patel

Jan 20, 2022 | 6:15 PM

બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં મોટાપાયે ભેળસેળયુક્ત (Adulteration)ખાદ્ય ચીજોવસ્તુઓનું વેચાણ થાય છે. જે બાબતની સાબિત છેકે છેલ્લા બે વર્ષમાં જે ખાદ્યપદાર્થોના સેમ્પલ લેવામાં આવ્યા. તેમાં ભેળસેળ બહાર આવી અને રૂપિયા 1 કરોડ 41 લાખ જેટલો માતબર દંડ તંત્ર દ્વારા ફટકારવામાં આવ્યો. બનાસકાંઠા જિલ્લો મોટી ગ્રામીણ વસ્તી ધરાવે છે. તેમજ આ વિસ્તારમાં જે ખાદ્યપદાર્થોનું (Foods)ઉત્પાદન થાય છે. તેનું વેચાણ રાજસ્થાનના અંતરિયાળ વિસ્તારોમાં પણ થાય છે. જિલ્લામાં બનતા ખાદ્ય પદાર્થોમાં મોટાપાયે ભેળસેળની બાબતો વારંવાર સામે આવતી હોય છે. જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા વારંવાર તપાસ કરવામાં આવે છે. જે તપાસ દરમ્યાન લેવામાં આવતા સેમ્પલ લેબોરેટરી ચકાસણી દરમ્યાન ફેલ થાય છે.

છેલ્લા બે વર્ષમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા 132 જેટલા કેસ કરવામાં આવ્યા છે. જે ખાદ્યપદાર્થોના માનક લેબોરેટરી તપાસમાં ચેકીંગ દરમ્યાન અખાદ્ય નીકળ્યા છે. જેથી બનાસકાંઠા જિલ્લાના અધિક નિવાસી કલેકટર દ્વારા છેલ્લા બે વર્ષમાં ભેળસેળ કરતા વેપારીઓને (Food traders)રૂપિયા 1 કરોડ 41 લાખ જેટલો દંડ ફટકારવામાં આવ્યો છે. જે પણ વેપારીઓ દ્વારા ખાદ્ય ચીજવસ્તુઓમાં ભેળસેળ કરવામાં આવે છે. તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવતા વેપારીઓમાં પણ ફફડાટ વ્યાપ્યો છે.

બનાસકાંઠા જિલ્લામાં મસાલા, તેલ અને ઘી જેવા ખાદ્યપદાર્થોમાં મોટાપાયે ભેળસેળ થાય છે. જે તપાસ દરમ્યાન થયેલી કાર્યવાહી અને તે બાદ કરેલી દંડાત્મક કાર્યવાહી થી સાબિત થાય છે. વર્ષ 2020 માં કુલ 59 કેસમાં રૂપિયા 56.72 લાખનો દંડ ફટકારવામાં આવ્યો. જ્યારે વર્ષ 2021 માં કુલ 78 કેસમાં રૂપિયા 85 લાખનો દંડ ફટકારવામાં આવ્યો.

જીલ્લામાં ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થોના વેચાણ મામલે તંત્રે કડક વલણ અપનાવ્યું છે. જે અંગે અધિક નિવાસી કલેકટરે એ. ટી. પટેલ જણાવ્યું હતું કે ફૂડ વિભાગની તપાસ દરમિયાન લેવામાં આવેલા સેમ્પલમાં ભેળસેળ સાબિત થતાં દંડની કાર્યવાહી કરવામાં આવે છે. બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં જે પણ ખાદ્ય ચીજો ઉત્પાદન થાય છે તેમાં પણ મરી મસાલા, ઘી અને તેલમાં સૌથી વધારે ભેળસેળની બાબતો સામે આવતી હોય છે.

આ પણ વાંચો : વડોદરા : સોખડા હરિધામ વિવાદ મામલે બેઠક યોજાઇ, ત્યાગ વલ્લભ સ્વામીએ તમામ આક્ષેપોને ફગાવ્યા

આ પણ વાંચો : અમીરગઢ ચેકપોસ્ટ પરથી 1 કરોડ 46 લાખ રૂપિયાનું 14 કિલો ચરસ ઝડપાયું

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati