ફેસબુકના CEO માર્ક ઝકરબર્ગ વિરુદ્ધ નોંધાઈ FIR, અખિલેશ યાદવ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણીના કેસમાં થઈ ફરિયાદ

સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ વિરુદ્ધ કથિત વિવાદાસ્પદ પોસ્ટને લઈને ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.

ફેસબુકના CEO માર્ક ઝકરબર્ગ વિરુદ્ધ નોંધાઈ FIR, અખિલેશ યાદવ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણીના કેસમાં થઈ ફરિયાદ
FIR against Mark Zuckerberg
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 01, 2021 | 10:03 PM

સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ (Akhilesh Yadav) વિરુદ્ધ કથિત વિવાદાસ્પદ પોસ્ટને લઈને ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગ (Mark Zuckerberg ) વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસ યુપીના કન્નુજ જિલ્લાની કોર્ટમાં દાખલ કરવામાં આવ્યો છે.

આઈટી એક્ટની કલમ હેઠળ સોમવારે કન્નૌજના થથિયા પોલીસ સ્ટેશનમાં લખવામાં આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આવા ફોટા અને વીડિયોના કારણે સમાજવાદી કાર્યકરોમાં નારાજગી છે. કોર્ટના આદેશ પર FIR કરવામાં આવી છે. FIR મુજબ અમિત યાદવ સમાજવાદી પાર્ટીનો કાર્યકર છે.

ફેસબુક પર ‘બુઆ-બાબુઆ’ નામના પેજમાં પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ પર અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે. કાર્ટૂન દ્વારા પાયાવિહોણી વાતો કહેવાઈ રહિ હતી. જેના કારણે અખિલેશ અને સમાજવાદી પાર્ટીની છબી કલંકિત થઈ રહી છે. આ પેજને 49 લોકો ઓપરેટ કરે છે. નોંધનીય રીતે, “બુઆ બાબુઆ” શબ્દનો ઉપયોગ ત્યારે કરવામાં આવ્યો હતો જ્યારે BSP વડા માયાવતી અને અખિલેશ યાદવે, લોકપ્રિય રાજકીય હરીફો, 2019ની સંસદીય ચૂંટણીમાં ગઠબંધન કર્યું હતું.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

એક વરિષ્ઠ જિલ્લા પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “તપાસ દરમિયાન ઝકરબર્ગનું નામ કાઢી નાખવામાં આવ્યું હતું, જ્યારે (ફેસબુક) પેજના સંચાલક સામે તપાસ ચાલી રહી છે.” ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ધરમવીર સિંહે પોલીસને કેસ દાખલ કરવા જણાવ્યું હતું. કુમારે 25 મેના રોજ પોલીસ અધિક્ષકને અરજી મોકલી હતી. જેના પગલે તેણે આગળ વધીને એફઆઈઆર દાખલ કરી અને સીઈઓ ઝકરબર્ગ સહિત ફેસબુક પેજના એડમિન વિરુદ્ધ કેસ નોંધવાની માંગ કરી.

આ પણ વાંચો: UPSC IAS Mains 2021: આવતીકાલે સિવિલ સર્વિસ મેઈન્સ પરીક્ષા માટે અરજી કરવાની છેલ્લી તારીખ, આ રીતે કરો અરજી

આ પણ વાંચો: Career in Music: જો તમને સંગીતમાં રસ છે, તો તમે ભારતીય નેવીમાં નોકરી મેળવી શકો છો, જાણો કેવી રીતે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">