Ahmedabad માં પુત્રના આપઘાત બાદ પિતાએ પણ જીવન ટૂંકાવ્યું, પોલિસે તપાસ શરૂ કરી

પિતા અને પુત્ર એક સાથે વિદાય લેતા પરિવારમાં આભ તૂટી પડ્યું છે.જેમાં સરખેજ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Ahmedabad માં પુત્રના આપઘાત બાદ પિતાએ પણ જીવન ટૂંકાવ્યું, પોલિસે તપાસ શરૂ કરી
father also shortens his life after his son suicide in Ahmedabad police start Investigation (File Photo)
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Sep 08, 2021 | 7:49 PM

અમદાવાદ(Ahmedabad) ના બોપલમાં પિતા-પુત્રના આપઘાત(Suiside)ની ઘટના સામે આવી છે. જેમાં દેવું થઈ જતા પુત્રએ આપઘાત કર્યો તો બીજા દિવસે પુત્રની મોતના આઘાતમાં પિતાએ આપઘાત કરી લીધો હતો. પિતા અને પુત્ર એક સાથે વિદાય લેતા પરિવારમાં આભ તૂટી પડ્યું છે.જેમાં સરખેજ પોલીસે(Police) અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અમદાવાદના બોપલમાં રહેતા અને મૂળ સાવરકુંડલાના પિતા-પુત્રની આપઘાતથી ચકચાર મચી ગઇ છે.સરખેજ મકરબા રોડ પર આવેલ ઓફિસમાં પુત્ર અલ્પેશ પલાણે 5 સપ્ટેમ્બરના રોજ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.37 વર્ષીય અલ્પેશે આપઘાત કરવા પાછળનું કોઈ કારણ નહીં હોવાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો હતો.

જેમાં હુ મારી મરજીથી મારા અંગત કારણોસર આ પગલું ભરું છું જેથી પોલીસ કોઈને હેરાન ન કરે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો.પુત્ર અલ્પેશના આપઘાતથી પિતા આઘાતમાં સરકી ગયા અને બીજા દિવસે પિતા બળવંતભાઈ ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ

ઉલ્લેખનીય છે કે બોપલમાં શ્યામ વિલા બંગલોમાં પલાણ પરિવાર સાથે રહેતા હતા.જેમાં પુત્ર અલ્પેશ પત્ની અને એક બાળક સાથે પિતા બળવંતભાઈ પલાણ રહેતા હતા.

પુત્ર અલ્પેશ આપઘાત કરવા પાછળનું પ્રાથમિક કારણ દેવું થઈ જતાં આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યુ છે.જોકે પુત્ર અલ્પેશ ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતો હતો મકરબા ખાતે પોતાની ઓફિસમાં જ આપઘાત કર્યો હતો.જેમાં સરખેજ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી અને તપાસ શરૂ કરી છે.

ત્યારે બીજી બાજુ વૃદ્ધ પિતા બળવંતભાઈએ આપઘાત કરી લેવાના કેસમાં પોલીસે પરિવારના નિવેદન લઇ આપઘાત પાછળ કોઈ અન્ય કારણ છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો : Surat : ગણપતિ ઉત્સવમાં ગાઈડલાઇનનું ચુસ્તપણે પાલન કરવા પોલીસ કમિશનરનું નોટિફિકેશન

આ પણ વાંચો : ભરૂચમાં માત્ર 2 ઇંચ વરસાદમાં નેશનલ હાઇવે ધોવાયો !!! વાહનોની 12 કિમી સુધી કતાર જોવા મળી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">