પાકિસ્તાન માટે જાસૂસી કરતા ભૂતપૂર્વ સૈનિક અને ગોધરાની મહિલાની ધરપકડ, UP ATSનું ઓપરેશન 

પાકિસ્તાન માટે જાસૂસી કરતા ભૂતપૂર્વ સૈનિક અને ગોધરાની મહિલાની ધરપકડ, UP ATSનું ઓપરેશન 
Uttar Pradesh ATS arrest 2 person for spying

શર્માની માહિતીના આધારે એટીએસની ટીમે તે મહિલાની ધરપકડ કરી હતી, જેની ઓળખ ગુજરાતના ગોધરાના પંચમહાલની રહેવાસી અનસ ગીતાઉલી તરીકે થઈ છે.

Rahul Vegda

| Edited By: Pinak Shukla

Jan 09, 2021 | 12:17 PM

UP Policeનાં ATS દ્વારા પાકિસ્તાન માટે જાસૂસી કરવા અને સેનાની સંવેદનશીલ માહિતી પાડોશી દેશની ગુપ્તચર એજન્સી સાથે શેર કરવાના આરોપસર બે વ્યક્તિ જેમાં એક ભૂતપૂર્વ સૈનિક અને ગોધરા સ્થિત મહિલાની ધરપકડ કરી છે. એટીએસએ બાતમીના આધારે આ ધરપકડ કરી હતી કે હાપુર જિલ્લાના બહાદુરગ પોલીસ મથક હેઠળના બહુનિ ગામના ભૂતપૂર્વ સૈનિક, જેની ઓળખ સૌરભ શર્મા તરીકે થાય છે, તે સૈન્યની ગુપ્ત માહિતી પાકિસ્તાન ઇન્ટર-સર્વિસ ઇન્ટેલિજન્સને આપી રહ્યો હતો, એટીએસની એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું.

તેની ધરપકડ બાદ શર્માની અહીંના એટીએસ હેડક્વાર્ટરમાં પૂછપરછ કરવામાં આવી હતી અને તેણે કબૂલ્યું હતું કે તે એક પાકિસ્તાની મહિલાને પૈસા માટે થઈને સૈન્યની દરેક ગુપ્ત માહિતી આપતો હતો અને આ કામ માટે તેને તેને ખાતામાં પૈસા મળતા હતા. શર્માની માહિતીના આધારે એટીએસની ટીમે તે મહિલાની ધરપકડ કરી હતી, જેની ઓળખ ગુજરાતના ગોધરાના પંચમહાલની રહેવાસી અનસ ગીતાઉલી તરીકે થઈ છે.

અનસના મોટા ભાઈ ઇમરાન ગીતાઉલીને ગયા વર્ષે 14 સપ્ટેમ્બરે પાકિસ્તાનની આઈએસઆઈ માટે કામ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી, તે શર્માને પૈસા મોકલતો હતો એ પણ પ્રેસ વિજ્ઞપ્તિમાં કહેવામાં આવ્યું છે. એટીએસએ ઉમેર્યું હતું કે, પોલીસે સૌરભ શર્માની પોલીસ કસ્ટડી મેળવવા માટે કોર્ટમાં રજૂ કરશે અને બીજા આરોપીને ગોધરાથી ટ્રાંઝિટ રિમાન્ડ પર અહીં લાવવામાં આવશે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati