આરોગ્ય સાથે ચેડા : અમદાવાદમાં બનાવટી ઘીનું ગોડાઉન ઝડપાયું, 5 લાખના મુદ્દામાલ સાથે 2 ની ધરપકડ

Duplicate Ghee : પોલીસે 160 નકલી ઘીના ડબ્બા સહિત કુલ 5.24 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.આ ગોડાઉનમાંથી ઝડપાયેલું ઘી જુદી જુદી ચીજોની ભેળસેળ કરી અને તૈયાર કરવામાં આવતું હતું.

AHMEDABAD : જો આપ બ્રાન્ડેડ કંપનીના ઘી ખરીદતા હોવ તો ચેતી જજો.અમદાવાદના સરખેજ વિસ્તારમાંથી નકલી ઘીનું ગોડાઉન પકડાયું છે.બાતમીના આધારે પોલીસે સરખેજ-સાણંદ નજીક જગદીશ એસ્ટેટમાં દરોડા પાડીને બનાવટી ઘીનું ગોડાઉન ઝડપી પાડ્યું છે.નકલી ઘી બનાવવાના આરોપમાં પોલીસે બે શખ્સોની ધરપકડ કરી છે.પોલીસે 160 નકલી ઘીના ડબ્બા સહિત કુલ 5.24 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.આ ગોડાઉનમાંથી ઝડપાયેલું ઘી જુદી જુદી ચીજોની ભેળસેળ કરી અને તૈયાર કરવામાં આવતું હતું.ત્યારબાદ મોટી મોટી બ્રાન્ડના પેકેજિંગમાં ગોઠવી વેચવામાં આવતું હતું.

અમદાવાદમાં આ પહેલા પણ મોટા જથ્થામાં નકલી ઘી ઝડપાયું છે. ગત સપ્ટેમ્બર મહિનામાં અમદાવાદ ગ્રામ્ય પોલીસે અમૂલ સહિતની મોટી મોટી બ્રાન્ડના નકલી ઘી બનાવવાની કંપની પકડી પાડી હતી. પોલીસે કણભામાંથી માંથી માતબર જથ્થો કબ્જે કર્યો હતો. આ ગોડાઉનમાંથી ઝડપાયેલું ઘી જુદી જુદી ચીજોની ભેળસેળ કરી અને તૈયાર કરવામાં આવતું હતું અને ત્યારબાદ મોટી મોટી બ્રાન્ડના પેકેજિંગમાં ગોઠવી વેચવામાં આવતું હતું.

આ આરોપીઓ બ્રાન્ડેડ કંપનીના નામે ઘી બનાવતા હતા.અમદાવાદની કણભા પોલીસે મુખ્ય આરોપી સહિત 3 લોકોની ધરપકડ કરી હતી અને લાખો રૂપિયાનો મુદ્દામાલ પણ કબ્જે કર્યો હતો. આરોપીઓ પાસે થી ગોડાઉનમાંથી 900 લીટર બનાવેલું ઘી કબ્જે કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : CORONA : ગુજરાતમાં નવા 48 કેસ, રાજ્યના 8 માંથી 6 મનપા વિસ્તારમાં કોરોનાના કેસ નોંધાયા, જાણો કોરોનાના તમામ સમાચાર

આ પણ વાંચો : ધર્માંતરણ કેસમાં મોટા સમાચાર : વિદેશથી મોકલાયા લાખો રૂપિયા, વડોદરા SOGએ 27 લાખ રૂપિયા કબ્જે કર્યા

 

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati