આ કારણે લિવ-ઇન રિલેશનશિપમાં રહેતી સગર્ભા ગર્લફ્રેન્ડને તેના પ્રેમીએ જીવતી સળગાવી, પીડિતાની હાલત ગંભીર

લિવ-ઇન રિલેશનશિપમાં રહેતી યુવતીને તેના પ્રેમીએ જ પેટ્રોલ નાખીને આગ લગાવી દીધી હતી. આ કારણે યુવતી 90 ટકા સુધી ગંભીર રીતે દાઝી ગઈ હતી.

આ કારણે લિવ-ઇન રિલેશનશિપમાં રહેતી સગર્ભા ગર્લફ્રેન્ડને તેના પ્રેમીએ જીવતી સળગાવી, પીડિતાની હાલત ગંભીર
પ્રતિકાત્મક તસવીર

હરિયાણાના (Haryana) સોનીપત જિલ્લામાં એક હ્રદયદ્રાવક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં લિવ-ઇન રિલેશનશિપમાં રહેતી યુવતીને તેના પ્રેમીએ જ પેટ્રોલ નાખીને આગ લગાવી દીધી હતી. આ કારણે યુવતી 90 ટકા સુધી ગંભીર રીતે દાઝી ગઈ હતી. પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર, યુવતી છેલ્લા બે વર્ષથી યુવક સાથે રહેતી હતી અને 8 મહિનાની ગર્ભવતી હતી.

તે જ સમયે પરિવાર બાળકીને દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં લઈ ગયો હતો. જ્યાં યુવતીએ રાત્રે બાળકને જન્મ આપ્યો હતો. જેનું થોડા સમય બાદ મૃત્યુ થયું હતું. આ દરમિયાન પોલીસે યુવતીના નિવેદન પર પ્રેમી અને પ્રેમીની માતા વિરુદ્ધ હત્યાના પ્રયાસનો કેસ નોંધીને કાર્યવાહી શરૂ કરી છે.

ખરેખર આ કેસ સોનીપત જિલ્લાના કુંડલી પોલીસ સ્ટેશન વિસ્તારના પ્યાઉ મણિયારીનો છે. કુંડલી પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસાર એક યુવાન અને એક મહિલાને દાઝી ગયેલી હાલતમાં દિલ્હીના નરેલાની સત્યવાડી રાજા હરિશ્ચંદ્ર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેની જાણ થતા જ પોલીસની ટીમ હોસ્પિટલ પહોંચી હતી. પોલીસને જાણવા મળ્યું કે, પ્યાઉ મણિયારીમાં લિવ-ઇન-રિલેશનશિપમાં રહેતી યુવતી અને તેનો બોયફ્રેન્ડ રાહુલ લાંબા સમયથી લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા હતા.

પ્રગતિ કેટલાક મહિનાની ગર્ભવતી છે. પરંતુ મોડી રાત્રે બંને લોકો વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો. જે બાદ રાહુલે પ્રગતિ પર પેટ્રોલ નાખીને આગ લગાવી હતી, જેમાં પ્રગતિ ગંભીર રીતે દાઝી ગઈ હતી. તે પછી બોયફ્રેન્ડ રાહુલ પ્રગતિને હોસ્પિટલ લઈને આવ્યો. જ્યાંથી યુવતીને દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં રિફર કરવામાં આવી છે. હાલમાં તેની સારવાર ચાલી રહી છે.

પોલીસે પીડિત યુવતીના નિવેદન પર કેસ નોંધ્યો હતો

જ્યારે પોલીસ ત્યાં પહોંચી ત્યારે 90 ટકા દાઝી ગયેલી હાલતમાં મળી આવેલી યુવતીએ પોલીસને જણાવ્યું કે, તે યુપીના શામલી જિલ્લાના ઉન ગામની રહેવાસી છે. તે પ્યાઉ મણિયારીના રહેવાસી રાહુલ સાથે બે વર્ષથી લિવ-ઇન-રિલેશનશિપમાં રહેતી હતી અને 8 મહિનાની ગર્ભવતી હતી. છેલ્લા ઘણા દિવસોથી રાહુલ અને તેની માતા તેને ત્રાસ આપતા હતા.

તે બાળકને જન્મવા દેવા માંગતો ન હતો અને તેના પર ગર્ભપાત કરાવવાનું દબાણ કરતો હતો. આ અંગે પોલીસે યુવતીના નિવેદન પર યુવક રાહુલ અને તેની માતા વિરુદ્ધ હત્યાના પ્રયાસનો કેસ નોંધીને કાર્યવાહી શરૂ કરી છે.

 

17 વર્ષીય આંતરરાષ્ટ્રીય ખેલાડી હનીટ્રેપમાં ફસાયો

જયપુર, રાજસ્થાનના (Jaipur, Rajasthan) લોન ટેનિસના (lawn tennis) 17 વર્ષીય આંતરરાષ્ટ્રીય ખેલાડીને હનીટ્રેપ (honeytrap case) કેસમાં ફસાવી છેલ્લા ત્રણ વર્ષથી લાખો રૂપિયાની લૂંટનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ કિસ્સામાં એક પત્રકાર અને તેના સાથીએ મળીને ખેલાડી પાસેથી અત્યાર સુધીમાં લાખો રૂપિયાની લૂંટ કરવાવામાં આવી હતી.

આ પણ વાંચો:  GATE Registration 2022: GATE પરીક્ષા માટે આજથી રજીસ્ટ્રેશન થયું શરૂ, જાણો પરીક્ષા ક્યારે યોજાશે

આ પણ વાંચો: Navsari : ફળફળાદિ ચીકુના પાકમાં માખીઓનો ઉપદ્રવ વધ્યો, ખેડૂતોને નુકસાનની ભીતિ

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati