સુરતમાં આ રીતે ઓરિસ્સાથી લવાતો હતો ગાંજાનો મોટો જથ્થો, પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી

આ સમગ્ર કેસની મોડસ ઓપરેન્ડી જોઇએ તો ટ્રકમાં ચોર ખાનું બનાવી ગાંજો લાવવામાં આવી રહ્યો હતો. તેમજ આ ગાંજો ઓરિસ્સાના ગાંજામ જિલ્લા માંથી લાવામાં આવતો હતો.

સુરતમાં આ રીતે ઓરિસ્સાથી લવાતો હતો ગાંજાનો મોટો જથ્થો, પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી
surat drugs

સુરત (Surat)ક્રાઇમ બ્રાન્ચે (Crime Branch) પુણા નિયોલ ચેકપોસ્ટ નજીક ઓરિસ્સાથી(Odisha)સુરત લવામાં આવતો કરોડો રૂપિયાનો ગાંજાનો(Drugs)જથ્થો ઝડપી પાડ્યો જેમાં ત્રણ ઇસમોની પણ કરી ધરપકડ કરી છે. તેમજ ટ્રકની(Truck)અંદર સ્લાઇડર ખાનું બનાવીને ગાંજાનો જથ્થો સુરત લાવવામાં આવતો હતો.

ગુજરાતમાં મોટા પ્રમાણમાં નશીલા પદાર્થનું નેટવર્ક વધારવામાં આવી રહ્યું છે.ત્યારે સુરત અને દક્ષિણ ગુજરાતમાં આ નેટવર્ક તોડવા માટે સુરત પોલીસ રાત દિવસ એક કરી રહી છે. સુરતમાં નશીલા પદાર્થનું નેટવર્ક તોડવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે થોડા સમય પહેલા સુરત SOG દ્વારા મોટા પ્રમાણ માં ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું તેવામાં સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પણ રાત્રીના સમયે 1 કરોડ 9 હાજરનો ગાંજો ઝડપી પાડ્યો સાથે 3 ઇસમોની ધરપકડ પણ કરવામાં આવી છે.

ટ્રકમાં ચોર ખાનું બનાવી ગાંજો લાવવામાં આવતો હતો 

આ સમગ્ર કેસની મોડસ ઓપરેન્ડી જોઇએ તો ટ્રકમાં ચોર ખાનું બનાવી ગાંજો લાવવામાં આવી રહ્યો હતો. તેમજ આ ગાંજો ઓરિસ્સાના ગાંજામ જિલ્લા માંથી લાવામાં આવતો હતો. ત્યારે સુરત DCBપો લીસે કુલ 1009.290 કિલો ગાંજો ઝડપ્યો છે જેની બજાર કિંમત રૂપિયા 1 કરોડ થવા પામે છે. તેમજ પોલીસે આ કેસમાં ત્રણ આરોપીની ધરપકડ કરી છે.

પોલીસે ઝડપેલા આરોપીઓના નામ. ૧) અરુણ મહાદીપ – ડીંડોલી વિસ્તારનો રહેવાસી અને ૨) મોહંમદ ફઇમ મોહંમદ રફીક શેખ ૩) મોહંમદ યુસુફ ગોસમોહંમદ શેખ

સુરતમાં ડ્રગ્સ અગેઇનનો કોમ્પરોમાઇઝ અભિયાન અંતર્ગત ડીસીબીએ નિયોલ ચેકપોસ્ટ પરથી જથ્થો ઝડપયો જેમાં ક્રાઇમ બ્રાન્ચ ના પીએસઆઈ દેસાઈની ટીમમાં કોન્સટેબલને માહિતી મળી હતી કે મહારાષ્ટ્ર પાસિંગ વાળા ટ્રકમાં ચોર ખાનું બનાવી ને મોટા પ્રમાણમાં ગાંજો સુરતમાં લાવામાં આવવાનો છે. તેના આધારે વોચ રાખી આ ટ્રક ને ઝડપી પાડવામાં આવ્યો આ પહેલા તો પોલીસ ટ્રક ચેક કરતા ટ્રક ખાલી જોવા મળ્યો હતો .

જો કે થોડા સમય માટે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટ્રકની તલાશી લેતા પાછળના ભાગે એક શટર વાળું ખાનું બનાવામાં આવ્યું હતું જેમા ગાંજો કુરિયરના પેકેટમાં મળી આવ્યો હતો જેની કિંમત 1 કરોડ જેટલી થાય છે. જે મુદ્દામાલ પોલીસે જપ્ત કરી ત્રણ આરોપીની ધરપકડ કરી છે. આ લોકો છેલ્લા કેટલાક દિવસથી ઓરિસ્સા થી સુરત ગાંજો લાવતા હતા પણ આ રેકેટ પકડતા ગાંજાનો સપ્લાય કરતી ગેંગ ભૂગર્ભ માં ઉતરી ગઈ છે.

આમ સુરત પોલીસ દ્વારા સતત મોટા પ્રમાણમાં કામગીરી કરવામાં આવી રહી છે તેને લઈ સુરત પોલીસ કમિશનર અજય તોમર દ્વારા આ 1 કરોડ ના ગાંજા બાબતે જે PSI દેસાઈ ની ટીમના કોસ્ટબલની માહિતી ના આધારે આ ગાંજો ઝડપાયો તે બંને કોસ્ટબલ મનોજ પાટીલ અને ASI શૈલેષ દૂબેને યોગ્ય ઇનામ  અને એવોર્ડ આપવા માટે જાહેરાત કરવામાં આવી.

આ પણ વાંચો :  અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રાત્રિના સમયે ચેન સ્નેચિંગ અને વાહન ચોરી કરતાં બે આરોપીને ઝડપ્યા

આ પણ વાંચો : અમદાવાદમાં આકાર લઇ રહેલા વિશ્વના સૌથી ઉંચા ઉમિયા માતાજી મંદિરની આ છે વિશેષતા

  • Follow us on Facebook

Published On - 6:20 pm, Mon, 22 November 21

Click on your DTH Provider to Add TV9 Gujarati