સુરત બાદ અમદાવાદમાં પણ ડ્રગ્સ પ્રોસેસિંગની આખી લેબ ઝડપાઈ, 4 આરોપીઓની ધરપકડ

સુરત બાદ અમદાવાદમાં પણ ડ્રગ્સ પ્રોસેસિંગની આખી લેબ ઝડપાઈ, 4 આરોપીઓની ધરપકડ
Drug processing lab seized in Ahmedabad

Drugs in Ahmedabad : મુખ્ય આરોપી બીપીન પટેલે લેબમાં અત્યાર સુધીમાં બે કરોડ રૂપિયાનું ડ્રગ્સ બનાવી નાખ્યું છે.

Darshal Raval

| Edited By: Nakulsinh Gohil

Dec 25, 2021 | 8:16 PM

AHMEDABAD : ડ્રગ્સ પેડલર્સ સામે સખ્ત કાર્યવાહી કરવામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ને મોટી સફળતા મળી છે. ક્રાઇમ બ્રાન્ચે નવા નરોડા વિસ્તારમાં મીની લેબ બનાવી એમ ડી ડ્રગ્સનું ઉત્પાદન કરતા આરોપી સહિત વધુ ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીએ ઘરની છત પર આ લેબ શરૂ કરી આશરે બે કરોડ રૂપિયાનું ડ્રગ્સ બનાવી દીધું હતું.

લીફ્ટ રૂમમાં બનાવી ડ્રગ્સ પ્રોસેસિંગની લેબ 7 મી ડિસેમ્બરે થલતેજમાંથી ક્રાઇમ બ્રાન્છે પકડેલ 23.86 ગ્રામ ડ્રગ્સની તપાસમાં પોલીસને મોટી સફળતા મળી છે. એક પછી એક આરોપી ઓની પૂછપરછ કરતાં કરતાં પોલીસ નવા નરોડા વિસ્તારમાં એમ ડી ડ્રગ્સ બનાવતી મીની લેબ સુધી પહોંચી ગઈ અને ડ્રગ્સનું ઉત્પાદન કરનાર આરોપી બિપીન પટેલ, મુખ્ય સપ્લાયર પંકજ પટેલ અને બે ડ્રગ્સ પેડલરને ઝડપી લીધા.

આરોપી બિપીન પટેલે તેના મકાન રાધેશ્યામ રેસીડેન્સી નવા નરોડા ખાતે લિફ્ટ રૂમનો કબ્જો રાખી તેમાં મીની લેબ તૈયાર કરી હતી. અને ગત નવરાત્રી દરમિયાન એમ ડી ડ્રગ્સ બનાવવાનું શરૂ કર્યું હતું. જેણે અત્યાર સુધીમાં લગભગ રૂપિયા 2 કરોડ નું એમ ડી ડ્રગ્સ બનાવ્યું હોવાનુ ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં બહાર આવ્યું છે.

મુખ્ય આરોપીએ સાયન્સમાં અભ્યાસ કર્યો છે આરોપી બિપીન પટેલ છત્રાલ ખાતે આવેલ ઓસવાલ કેમિકલ કંપની માં છ મહિનાથી ટેકનિકલ મેનેજર તરીકે નોકરી કરે છે. તેમજ તેણે MSC સુધીનો અભ્યાસ કર્યો છે. પોતે વર્ષ 2003 થી 2012 સુધી દિસ્માન ફાર્મા કંપનીમાં પ્રોડક્શન મેનેજર તરીકે નોકરી કરતો હતો ત્યારે પંકજ પટેલ નામનો આરોપી પણ ત્યાં નોકરી કરતો હતો. તે સમયે બંનેની ઓળખાણ થઈ હતી.

પંકજ પટેલે આપ્યું કી મટીરીયલ છ મહિના બીપીન પટેલ આ પંકજ પટેલ તેને મળ્યો હતો. જેણે આ એમ ડી ડ્રગ્સ બનાવી આપવા માટે જણાવ્યું હતું, અને બિપીન પટેલ પોતે ડ્રગ્સ એન્ડ કેમેસ્ટ્રી વિષયમાં સ્નાતક હોય, પંકજ દ્વારા આપવામાં આવતા કી મટીરીયલ ફોર મીથાઈલ પ્રોપ્યોફીનોનથી અન્ય મટીરીયલ મેળવી આ ડ્રગ્સ બનાવતો હતો.

જ્યારે આરોપી પંકજ પટેલ જે વૈષ્ણવદેવી સર્કલ નજીક રહે છે અને છત્રાલ ખાતે એક કેમિકલ કંપનીમાં એક્ઝક્યુટીવ તરીકે નોકરી કરે છે. ગત જૂન મહિનામાં તેને કોરોના થતાં તે ચરાડા હેલ્થ સેન્ટરમાં સારવાર માટે ગયો હતો. જ્યાં તેની મુલાકાત અસિત પટેલ સાથે થઈ હતી.

આ રીતે બની ચેઈન સપ્લાય અસિત પટેલે તેને એમ ડી ડ્રગ્સ બનાવવા માટે મટીરીયલ આપવાનુ કહેતા પંકજ એક લિટરના રૂપિયા 15 હજાર ચૂકવી ફોર મીથાઈલ પ્રોપ્યોફીનોન મેળવતો અને તે રૂપિયા 25 હજારમાં બિપીનને આપતો હતો.આરોપી બિપીન પટેલ એક ગ્રામના રૂપિયા 400ના ભાવે ડ્રગ્સ પંકજને આપતો. જ્યારે પંકજ 700 થી 800માં અસિત પટેલને આપતો. અને બાદમાં આસિત અગાઉ પકડાયેલ આરોપી રવી શર્માને સપ્લાય કરતો. જ્યારે રવી શર્મા નાના નાના પેડલરોને આપતો હતો.

કી મટીરીયલ ક્યાંથી મેળવવામાં આવ્યું ? ક્રાઇમ બ્રાન્ચે મીની લેબ માંથી એમ ડી ડ્રગ્સ બનાવવાં અંગેની ચીજવસ્તુઓ અને પદાર્થો જપ્ત કર્યા છે. જેને FSLમાં મોકલતા રિપોર્ટમાં એમ ડી ડ્રગ્સ અને અન્ય રાસાયણિક પદાર્થોની હાજરી મળી આવેલ છે. જો કે ડ્રગ્સ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા પદાર્થોનો ધુમાડો પણ સ્વાસ્થ્ય માટે ખૂબજ હાનિકારક હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીઓને ડ્રગ્સ બનાવવા માટેનું કી મટીરીયલ જે કંપનીઓ દ્વારા પુરૂં પાડવામાં આવતું હતું તે કંપનીઓ અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો : AHMEDABAD : 78 બોટલ વિદેશી દારૂ સાથે મિક્સિંગ કરવાનું મટીરીયલ પણ પકડાયું, આરોપી ફરાર

આ પણ વાંચો : SURAT : 51 મોબાઈલ, 5 લેપટોપ સાથે મૂળ તમિલનાડુના બે ચોર ઝડપાયા, જાણો કેવી રીતે કરતા હતા ચોરી

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati