Drug Case : એજાઝ ખાનને કોર્ટે 3 એપ્રિલ સુધી NCBની કસ્ટડીમાં મોકલ્યો

Drug Case : ડ્રગ્સ કેસમાં શાદાબની ધરપકડ થયા પછી જ એજાઝ ખાનનું નામ સામે આવ્યું હતું.મંગળવારે એજાઝ ખાનની ધરપકડ કરવામાં આવી હતી.

Drug Case : એજાઝ ખાનને કોર્ટે 3 એપ્રિલ સુધી NCBની કસ્ટડીમાં મોકલ્યો
ફાઈલ ફોટો
Follow Us:
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Mar 31, 2021 | 7:38 PM

Drug Case : ડ્રગ્સ કેસમાં ડ્રગના વેપારી શાદાબ બટાટાની ધરપકડ બાદ આ મામલે અભિનેતા એજાઝ ખાનનું નામ સામે આવ્યું હતું. NCBની ટીમને એજાઝ ખાન અને બટાટા ગેંગ વચ્ચે કેટલીક કડીઓ મળી હતી, જેની તપાસ બાદ અભિનેતાની ધરપકડ કરવામાં આવી છે. હવે અભિનેતા એજાઝ ખાનની મુશ્કેલીઓ વધી છે.

3 એપ્રિલ સુધી NCBની કસ્ટડીમાં મોકલાયો ડ્રગ્સ કેસમાં અભિનેતા એજાઝ ખાનની મુશ્કેલીઓ વધી છે. ડ્રગ્સ કેસમાં 8 કલાકની પૂછપરછ બાદ એજાઝ ખાનની ધરપકડ કરવામાં હતી હવે કોર્ટે 3 એપ્રિલ સુધી NCBની કસ્ટડીમાં મોકલી દીધો છે. મંગળવારે એજાઝ khan રાજસ્થાનથી મુંબઇ પરત ફર્યો ત્યારે NCBએ તેની અટકાયત કરી હતી. NCBની ટીમ એજાઝના અંધેરી અને લોખંડવાલામાં પણ અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા.

એજાઝ અગાઉ પણ ગયો હતો જેલમાં એજાઝ આ અગાઉ પણ જેલમાં જઈ ચુક્યો છે. ગયા વર્ષે ફેસબુક પર વિવાદિત વીડિયો પોસ્ટ કરવા બદલ તેની ધરપકડ કરવામાં આવી હતી. તે વખતે તેની કલમ 153-A કલમ હેઠળ તેની ધરપકડ કરવામાં આવી હતી.આ અગાઉ 2018માં તેની ડ્રગના કેસમાં મુંબઈમાં ધરપકડ કરવામાં આવી હતી. તેની બેલાપુર હોટલમાંથી ધરપકડ કરવામાં આવી હતી. હાલના કેસમાં કોર્ટમાં હાજર થતાં પહેલાં એજાઝ ખાને કહ્યું હતું કે દરોડા દરમિયાન તેના ઘરમાંથી ઉંઘની 4 ગોળીઓ મળી આવી છે. પત્નીનો ગર્ભપાત થયો જેના કારણે તે ડિપ્રેશનમાં હતી અને માટે તેની પત્ની ઉંઘની ગોળીઓ લેતી હતી.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

શાદાબ બટાટાની પણ ધરપકડ શનિવારે રાત્રે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ એક મોટી કાર્યવાહીમાં મુંબઇના સૌથી મોટા ડ્રગ્સ સપ્લાયર ફારૂક બટાટાના પુત્ર શાદબ બટાટાની એમડી ડ્રગ્સ સાથે આશરે 2 કરોડની ધરપકડ કરી હતી.શાદાબ બટાટા પર ઘણા બોલિવૂડ સેલિબ્રિટીઓને ડ્રગ્સ સપ્લાય કરવાનો આરોપ છે. શાદાબ એ મુંબઇનો એક મોટો ડ્રગ પેડલર છે. શાદાબની ધરપકડ થયા પછી જ એજાઝનું નામ સામે આવ્યું હતું.

ધરપકડ પહેલા શેર કર્યો હતો વિડીયો મંગળવારે એજાઝ ખાનની ધરપકડ થઇ એ પહેલા ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેયર કર્યો હતો. જેમાં તે માધુરી દીક્ષિતની ફિલ્મ ‘આરઝૂ અબ તેરે દિલ મેં’ના ગીત પર લિપ સિંક કરી રહ્યા હતા. તેમને આ વીડિયોને શેયર કરતા લખ્યું હતું કે ‘કસમ કી કસમ હમ તેરે હે હમ’.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">