દહેજમાં બાઇક ન મળતા રસ્તા વચ્ચે ત્રણ વાર તલાક કહી પત્નીને છોડી દીધી, પતિ સામે ગુનો દાખલ

દહેજમાં મોટરસાઈકલની માંગણી પૂરી ન થવાને કારણે રસ્તા પર પતિએ ત્રણ વાર તલાક કહીને પત્નીને છોડી દીધી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

દહેજમાં બાઇક ન મળતા રસ્તા વચ્ચે ત્રણ વાર તલાક કહી પત્નીને છોડી દીધી, પતિ સામે ગુનો દાખલ
પ્રતિકાત્મક તસવીર

Triple Talaq: મધ્યપ્રદેશના ઈન્દોર જિલ્લામાં દહેજમાં મોટરસાઈકલની માંગણી પૂરી ન થવાને કારણે રસ્તા પર પતિએ ત્રણ વાર તલાક કહીને પત્નીને છોડી દીધી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ કેસમાં આરોપી પતિ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. પોલીસે રવિવારે આ જાણકારી આપી હતી.

શનિવારે, ઈન્દોરથી લગભગ 35 કિમી દૂર કેશરવર્દીની એક 22 વર્ષીય મહિલાએ FIR નોંધાવીને આરોપ લગાવ્યો હતો કે તેના પતિ જોહરે તેને ગામના ચોકમાં “તલાક, તલાક, તલાક” કહ્યું અને કહ્યું કે, બંને વચ્ચે તેમની વચ્ચેના વૈવાહિક સંબંધને તરત જ સમાપ્ત માનવામાં આવે છે.

બે વર્ષથી માનસિક અને શારીરિક ત્રાસ આપતો હતો

આરોપોને ટાંકતા પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, જોહર અને તેની માતા તસ્લીમ ફરિયાદી મહિલાને છેલ્લા બે વર્ષથી માનસિક અને શારીરિક રીતે ત્રાસ આપતા હતા કારણ કે તેના માતા-પિતાએ તેના સાસરિયાઓને દહેજમાં મોટરસાઇકલ આપી ન હતી. મહિલાને તેના પતિ અને સાસુ દ્વારા લાંબા સમયથી દહેજની કથિત માંગ પૂરી ન કરવાને કારણે છૂટાછેડા લેવાની ધમકી પણ આપવામાં આવી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.

પતિ અને સાસુ વિરુદ્ધ કેસ નોંધાયો

પોલીસ અધિકારીએ જણાવ્યું કે, મહિલાની ફરિયાદના આધારે તેના પતિ અને સાસુ વિરુદ્ધ મુસ્લિમ મહિલા (લગ્ન પરના અધિકારોનું રક્ષણ) અધિનિયમ, 2019 અને કલમ 498-A (મહિલા પ્રત્યે ક્રૂરતા) હેઠળ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. પોલીસ અધિકારીએ કહ્યું કે, કેસની તપાસ ચાલી રહી છે અને હજુ સુધી આરોપીઓની ધરપકડ કરવામાં આવી નથી.

તાજેતરમાં ઈન્દોરના શ્રીનગર એક્સટેન્શનમાં રહેતી એક મહિલા, તેના ઉત્તર પ્રદેશમાં રહેતા પતિએ ફોન પર ટ્રિપલ તલાક આપી દીધા હતા. આરોપ છે કે પહેલા દહેજમાં 5 લાખની માંગ કરીને મહિલાની મારપીટ કરવામાં આવી હતી. જે બાદ પીડિતા પરેશાન થઈને ઈન્દોરમાં તેના માતાના ઘરે આવી હતી. જ્યાં તેને એક પુત્રી છે, પતિને પુત્રી હોવાની જાણ થતાં જ તેણે પત્નીને એક પુત્ર જોઈએ છે તેમ કહીને ટ્રિપલ તલાક આપી દીધા હતા. જે બાદ આખરે પત્નીએ હિંમત દાખવીને પોલીસમાં પતિ અને સાસરિયાંની છેડતીની ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો: WBPHED Recruitment 2021: એન્જિનિયરો માટે બમ્પર ભરતી, જાણો તમામ વિગતો

આ પણ વાંચો: ICG Assistant Commandant Exam 2021: આસિસ્ટન્ટ કમાનડન્ટની જગ્યાઓ માટે ભારતીય કોસ્ટ ગાર્ડમાં ભરતી, જાણો તમામ વિગતો

  • Follow us on Facebook

Published On - 10:59 pm, Mon, 29 November 21

Click on your DTH Provider to Add TV9 Gujarati