શું મોડલે જાતે જ પહોંચાડી ઇજા? Zomatoના ડિલિવરી બોયે કર્યો ચોંકાવનારો દાવો

બેંગ્લોરની ઘટનાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહ્યો છે. જેમાં બેંગ્લોરની એક મોડલે Zomato ડિલીવરી બોય પર હુમલાનો આરોપ મુક્યો હતો. હવે ડિલીવરી બોયે ચોકાવનારું નિવેદન આપ્યું છે.

શું મોડલે જાતે જ પહોંચાડી ઇજા? Zomatoના ડિલિવરી બોયે કર્યો ચોંકાવનારો દાવો
ડિલિવરી બોયે કર્યો ચોંકાવનારો દાવો
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Mar 12, 2021 | 5:54 PM

બેંગ્લોરની ઘટનાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહ્યો છે. જેમાં બેંગ્લોરની એક મોડલ હિતેશ ચંદ્રાણીએ કહ્યું હતું કે Zomato ડિલીવરી બોય તેના પર ગુસ્સે થઈને બોલ્યો અને કહ્યું કે હું ગુલામ છું?. ત્યાર બાદ ચાંદ્રાણીએ કહ્યું કે બાદમાં તે ડરી ગઈ અને દરવાજો બંધ કરવાની કોશિશ કરી. પણ તે દરવાજો ધકેલીને મોડલના ઘરમાં પ્રવેશિ ગયો. અને ઓર્ડર કરેલું ફૂડ ટેબલ પરથી લઈને તેને મુક્કો મારીને ભાગી ગયો.’ મોડલે દાવો પણ કર્યો હતો કે કામરાજે બળજબરીથી તેના ઘરે પ્રવેશ કર્યો હતો. તેને અપમાનિત કરી અને તેના ચહેરા પર ઘા માર્યા.

ઝોમેટોના ડિલિવરી બોયનું કહેવું છે કે કે મહિલાએ આકસ્મિક રીતે તેની રિંગથી જ તેના ચહેરાને ઈજા પહોંચાડી હતી. બેંગ્લોરના ઇલેક્ટ્રોનિક પોલીસ સ્ટેશનમાં ડિલિવરી બોય કામરાજે સમાચાર અહેવાલમાં કહ્યું ‘મેં તેમના ઘરે પહોંચતાં જ તેમને કહ્યું કે હું ટ્રાફિકમાં અટવાઈ ગયો હતો, કારણ કે મારે બીજો ઓર્ડર પણ આપવો પડ્યો હતો. મેં વિલંબ બદલ માફી માંગી. મહિલા ખૂબ જ અસભ્ય હતી. તેણે કહ્યું કે તે કોઈ બહાનું સાંભળવા માંગતી નથી, કારણ કે મેં સમયસર ફૂડ પહોંચાડ્યું નથી. ત્યારબાદ તેણે મારી પાસેથી ફૂડ લીધું અને ફૂડ લેટ આવવા બદલ પૈસા આપવાની ના કહી દીધી હતી.’

ડિલિવરી બોએ મહિલાને કહ્યું કે તેને 198 રૂપિયા ચૂકવવા પડશે. કામરાજે કહ્યું, “મેં તેણીને કહ્યું કે હું તેનો ગુલામ નથી અને તેણે મારી સાથે સન્માનપૂર્વક વર્તવું જોઈએ. તેણીએ મારા પર બૂમ પાડીને કહ્યું કે તમે શું કરી લેશો?”

Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?

કામરાજે દાવો કર્યો હતો કે જ્યારે તે ફૂડ પહોંચાડવા ગયો હતો, ત્યારે મહિલા ઝોમેટો કસ્ટમર કેર સાથે વાત કરી હતી અને તેણે ઓર્ડર રદ કર્યો હતો. ઓર્ડર રદ કરાયો હોવાથી મને ફૂડ પાછું લઇ જવાનું કહેવામાં આવ્યું. જ્યારે મેં ઓર્ડર પાછો માંગ્યો ત્યારે તેણે ના પાડી. આ પછી મેં આગ્રહ કર્યો અને ફૂડ પાછું ખેંચી લીધું. આ બાદ તેણે દુર્વ્યવહાર કરવાનું શરૂ કર્યું અને તેની સેન્ડલ મારી તરફ ફેંકી.’

મોડલથી વિપરીત કામરાજે કહ્યું કે મહિલાએ તેના પર હુમલો કર્યો. “તે મને મારી રહી હતી અને મેં મારા હાથથી પોતાને બચાવવા પ્રયત્ન કર્યો. જ્યારે તેણે મારો હાથ દુર કરવાની કોશિશ કરી, ત્યારે તેની આંગળી પરની એક વીંટી તેના નાક પર વાગી ગઈ. મેં પોલીસને કહ્યું કે જો તમે નાક પરનો કટ જોશો તો તમે જોશો કે તે પંચના કારણે નથી થયું. તમે વિડિઓમાં તેની આંગળી પરની રિંગ જોઈ શકો છો. કામરાજે કહ્યું કે હા મારી ભૂલ છે કે મને મોડુ થઈ ગયું હતું.

કામરાજના દાવા પર પ્રતિક્રિયા આપતા હિતેશી ચંદ્રાણીએ કહ્યું કે તેણે કામરાજ પાસેથી કોઈ રકમ પરત આપવાની માંગ કરી ન હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઓર્ડર રદ થયા બાદ તેમણે ડિલિવરી એક્ઝિક્યુટિવને પાર્સલ પાછું આપ્યું ન હતું, કારણ કે તેણે દરવાજો ધકેલી દીધો હતો. અને હુમલા પર મોડલે કહ્યું હતું કે જો મેં પહેલા તેના પર હુમલો કર્યો હતો તો તેણે બિલ્ડિંગના અન્ય લોકોની મદદ કેમ ન લીધી, તે ભાગ્યો કેમ નહીં?

તેણે કહ્યું કે મારી રિંગથી ઈજા થઈ શકે નહીં. કામરાજે મારા પર હુમલો કર્યો છે. હાલમાં ઇલેક્ટ્રોનિક સિટી પોલીસે કામરાજ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 325 (ગંભીર ઇજા પહોંચાડવાની સજા) અને 504 (શાંતિનો ભંગ કરવાના ઇરાદે ઇરાદાપૂર્વક અપમાન) હેઠળ ગુનો નોંધ્યો છે. બુધવારે તેની ધરપકડ કરવામાં આવી હતી અને તે જ દિવસે જામીન પર છૂટ્યો હતો. તપાસની વાત કરતા અધિકારીઓએ જણાવ્યું હતું કે બંને તરફથી નિવેદનો એકત્રિત કરવામાં આવી રહ્યા છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">