Cyber Attack: ડિજીટલ બેન્કીંગ પર 3 લાખ સાયબર હુમલા, ATM ટેમ્પરિંગ અને બંધ પડેલા કાર્ડથી પણ ચોરી

Cyber Attack: દેશમાં ડિજીટલ બેન્કીંગ (Digital Banking) પર પાછલા બે વર્ષમાં સાયબર હુમલા( Cyber Attack)ની સંખ્યા ડબલ થઈ ગઈ છે. તપાસ એજન્સીઓ મુજબ 2018માં 1.59 લાખથી સંખ્યા વધીને 2.90 લાખને પાર જતી રહી છે.

Cyber Attack: ડિજીટલ બેન્કીંગ પર 3 લાખ સાયબર હુમલા, ATM ટેમ્પરિંગ અને બંધ પડેલા કાર્ડથી પણ ચોરી
Cyber Attack: ડિજીટલ બેન્કીંગ પર 3 લાખ સાયબર હુમલા
Follow Us:
Pinak Shukla
| Edited By: | Updated on: Apr 19, 2021 | 3:56 PM

Cyber Attack: દેશમાં ડિજીટલ બેન્કીંગ (Digital Banking) પર પાછલા બે વર્ષમાં સાયબર હુમલા( Cyber Attack)ની સંખ્યા ડબલ થઈ ગઈ છે. તપાસ એજન્સીઓ મુજબ 2018માં 1.59 લાખથી સંખ્યા વધીને 2.90 લાખને પાર જતી રહી છે. એટલું જ નહી હવે સાયબર ઠગો ATMને નિશાન બનાવી રહ્યા છે સાથે જ બંધ થઈ ચુકેલા કે બ્લોક કરાયેલા કારેડથી પણ પૈસા ઉપાડી લેવા લાગ્યા છે.

એના માટે તે ATM બૂથમાં પણ છેડછાડ કરી રહ્યા છે. તેને MITM એચલે કે મેન ઈન ધ મિડલ કહેવામાં આવી રહ્યું છે. આ લોકોને રોકવા માટે કેન્દ્ર સરકાર તેમજ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ બેન્કોને ડિજીટલ પ્રક્રિયા તેમજ એટીએમ બંનેની સુરક્ષા વધારવા માટેનાં નિર્દેશ આપ્યા છે.

કેન્દ્ર સરકારે બેન્કોને કહ્યું છે કે આ ઠગ લોકો એટીએમ સ્વિચ અને એટીએમ હોસ્ટ વચ્ચે થનારા સંદેશાને બદલીને તેને અંજામ આપી રહ્યા છે. આ મામલા સાથે જોડાયેલા અધિકારીનું કહેવું છે કે આ નવા પ્રકારની ઠગાઈની રીત છે કે જે એટીએમમાંથી પૈસા કાઢવામાં તેમને મદદરૂપ થઈ રહી છે. સાયબર ઠગ એટીએમ બૂથમાં લાગેલા લોક એરિયા નેટવર્ક કેબલમાં છેડછાડ કરીને પૈસા કાઢે છે. ઘણીવાર આ કેબલ ખુલ્લા જોવા મળે છે.

મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ

આ દરમિયાન એટીએમ મશીન અને રાઉટર કે પછી સ્વિચ વચ્ચે થનારા સંદેશને બદલવા વાળા ઉપકરણને ફિટ કરી દેવામાં આવે છે જે પછી સાયબર ઠગ બંધ એટીએમ કાર્ડમાંથી પૈસા કાઢી લે છે.

એટીએમ સ્વિચ કાર્ડને બંધ અથવા બ્લોક જોઈને બાકી રકમ કલેક્ટ કરવા માટેનો ખોટો સંદેશ મોકલવામાં આવે છે, જો કે સાયબર ઠગ દ્વારા મોકલવામાં ઉપકરણ તે સંદેશને બદલી નાખે છે. પૈસા કાઢવા માટેનો મેસેજ આવી જતા પૈસા નિકળી આવે છે.

આ જોખમને સમજો

માની લો કે કોઈ બેંક ગ્રાહકનો કાર્ડ ખોવાઈ જાય અથવા ચોરી થઈ જાય અને તે સાયબર ઠગ પાસે પોહચી જાય, ગ્રાહક બેંકમાં કાર્ડ ખોવાવાની ફરિયાદ કરે અને કાર્ડને તરત બ્લોક કરાવી નાખે છે અને નિશ્ચિંત થઈ જાય છે કે કાર્ડમાંથી કોઈ પૈસા નહી કાઢી શકે. પરંતુ MITMનાં મામલામાં સાયબર ઠગ બંધ કાર્ડ અને વગર PIN એ પણ પૈસા કાઢી શકે છે.

ડિજિટલ બેન્કિંગ પર સાયબર હુમલાની સંખ્યામાં ડબલ વધારોસુરક્ષા માટે બેેંકોને અપાયા બે મહત્વનાં આદેશ

  1. બેંક પોતાના એટીએમ સ્વિચ કે ટર્મિનલ વચ્ચે સંદેશાને એનક્રિપ્ટ કરે કે જેથી કરીને ઠગો તેને વાંચી નહી શકે
  2. એટીએમ બુથ પર વાયરિંગને પૂર્ણ પણે કવર કરવામાં આવે કે જેમાં ઉપકરણનો પણ સમાવેશ થઈ જાય જેથી તેમાં કોઈ પણ પ્રકારની છેડછાડ ન થાય

બે વર્ષમાં ડિજીટલ બેન્કીંગ પર બે ગણા સાયબર હુમલાઓ

ડિજીટલ બેન્કિંગ પર MITM સાથે ફિશિંગ હુમલા, નેટવર્ક સ્કેનિંગ તેમજ તપાસ, વેબસાઈટ હેકિંગ, વાયરસ હુમલાઓ પણ થવા લાગ્યા છે. 2018ની સરખામણીએ આ કેસ ડબલ થઈ ચુક્યા છે. 2019માં તેમાં 45 હજારની વૃદ્ધિ નોંધાઈ છે.

વર્ષ-          ડિજીટલ બેન્કીિંગમાં સાયબર ગુના

2020 – 2,90,445

2019-   2,46,514

2018-   1,59,761

સોર્સ- ભારતીય કોમ્પ્યૂટર ઈમરજન્સી રીસ્પોન્સ ટીમ, તસવીરો તમામ પ્રતિકાત્મક

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">