Crime: છેક દુબઈથી ઓપરેટ થતી હતી ચોરીની ગેંગ, 21 ગાડીઓ સહિત 4 લોકો પોલીસના સકંજામાં

દક્ષિણ પશ્ચિમ જિલ્લાના ડીસીપી ગૌરવ શર્મા, એડીસીપી અમિત ગોયલ, એસીપી અભિનંદન જૈન અને સ્પેશિયલ સ્ટાફ ઈન્સ્પેક્ટર રાકેશ શર્માની ટીમે આબિદ નામના વ્યક્તિની ધરપકડ કરી હતી.

Crime: છેક દુબઈથી ઓપરેટ થતી હતી ચોરીની ગેંગ, 21 ગાડીઓ સહિત 4 લોકો પોલીસના સકંજામાં
પ્રતિકાત્મક ફોટો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 20, 2021 | 10:35 PM

દિલ્હી પોલીસ (Delhi Police)ના દક્ષિણ પશ્ચિમ જિલ્લાની વિશેષ ટીમે આંતર રાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ દરમિયાન પોલીસ ટીમે ઓટો લિફ્ટર ગેંગ (Car Theft)ના 4 શાતિર ચોરની ધરપકડ કરી છે. જેમની પાસેથી 10 ફોર્ચ્યુનર કાર સહિત 21 લક્ઝરી વાહનો મળી આવ્યા છે. તેમની કિંમત લગભગ 5 કરોડ રૂપિયા જણાવવામાં આવી રહી છે. તેનો ગેંગસ્ટર દુબઈ (Dubai)માં બેસીને આ ગેંગને ઓપરેટ કરતો હતો. પોલીસના જણાવ્યા અનુસાર ગેંગ લીડર ત્યાંથી બેસીને તેના સાગરિતોને ઓર્ડર આપે છે. પોલીસે જણાવ્યું કે ગેંગના સભ્યો મણિપુર, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ સાથે સંબંધિત છે.

 

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

હકીકતમાં દક્ષિણ પશ્ચિમ પોલીસના જણાવ્યા અનુસાર 3 ઓક્ટોબરના રોજ મોહમ્મદ ઈખલાક નામના વ્યક્તિએ 2 ઓક્ટોબરના રોજ તેની ટોયોટા ફોર્ચ્યુનર કાર પાર્કિંગમાંથી ચોરી અંગે સફદરજંગ એન્ક્લેવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ બાબતની માહિતી મળતાં જ જિલ્લાની પોલીસ કાર ચોરો સુધી પહોંચવા લાગી હતી.

તે જ સમયે દક્ષિણ પશ્ચિમ જિલ્લાના ડીસીપી ગૌરવ શર્મા, એડીસીપી અમિત ગોયલ, એસીપી અભિનંદન જૈન અને સ્પેશિયલ સ્ટાફ ઈન્સ્પેક્ટર રાકેશ શર્માની ટીમે આબિદ નામના વ્યક્તિની ધરપકડ કરી હતી. પોલીસે કરેલી પૂછપરછમાં આબિદે જણાવ્યું કે તે સારિક સત્તા ગેંગનો સભ્ય છે. આ ગેંગનો લીડર સારિક દુબઈમાં બેસીને આ ગેંગને ચલાવી રહ્યો છે.

કાર પાછી મેળવીને બાળક ખુશીથી નાચી ઉઠ્યું

પોલીસના જણાવ્યા અનુસાર જ્યારે એક પરિવારની કાર ચોરાઈ હતી, ત્યારે તેમનું 4 વર્ષનું બાળક આઘાતમાં સપડાઈ ગયું હતું, ત્યારપછી પોલીસે આ પરિવાર સિવાય અન્ય ઘણા વાહનો રિકવર કર્યા હતા. આ પછી બાળકની સ્થિતિમાં સુધારો થયો. આ પછી જ્યારે આ બાળક પરિવાર સાથે મળીને પોલીસ પાસે વાહન લેવા માટે પહોંચ્યો, ત્યારે તેની કાર જોઈને તે ખૂબ જ ખુશ થયું હતું. આ જ કારણ હતું કે પોલીસે બાળકના પિતાની કારમાં બલૂન ભરીને બાળકને ગાડી પરત કરી હતી.

દિલ્હી પોલીસની ટીમ મણિપુર અને મેરઠ મોકલવામાં આવી

આપને જણાવી દઈએ કે ગેંગ વિશે સંપૂર્ણ માહિતી મળ્યા પછી, પોલીસની 2 ટીમો બનાવવામાં આવી હતી, જેમાં એક ટીમને મણિપુર અને બીજી ટીમને મેરઠ મોકલવામાં આવી હતી. જે બાદ મોહમ્મદ આસિફની મેરઠથી ધરપકડ કરવામાં આવી હતી.

આસિફની પૂછપરછ બાદ સલમાનની પણ ધરપકડ કરવામાં આવી હતી. મેરઠ અને ઈન્દોરના રહેવાસી આરોપી સલમાન અને આસિફે પૂછપરછ દરમિયાન ગેંગની ગુના કરવાની રીતનો ખુલાસો કર્યો હતો. તપાસમાં સામે આવ્યું છે કે આસિફ ચોરીના વાહનો અલગ-અલગ ઓટો લિફ્ટર પાસેથી ખૂબ સસ્તામાં ખરીદતો હતો અને પછી તેને ઈન્દોરમાં સલમાનને વેચતો હતો.

ગેંગનો લીડર દુબઈથી ઓપરેટ કરતો હતો

ઉલ્લેખનીય છે કે જ્યારે પોલીસે આરોપી આસિફના ફોનની તપાસ કરી ત્યારે ચેસીસ નંબરની ઘણી તસવીરો મળી આવી હતી, જે તેણે કોલકાતા અને હૈદરાબાદના ડીલરોને મોકલી હતી. પોલીસે કરેલી પૂછપરછમાં આસિફે જણાવ્યું કે આ ગેંગનો લીડર સારિક હુસૈન ઉર્ફે સટ્ટા છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા છેલ્લે વર્ષ 2018માં તેની ધરપકડ કરવામાં આવી હતી. જેલમાંથી જામીન પર છૂટ્યા બાદ તે દેશ છોડીને ભાગી ગયો હતો અને હવે દુબઈમાં બેસીને તેની ગેંગ ચલાવી રહ્યો છે.

આ પણ વાંચો:  IND VS NZ: હર્ષલ પટેલની બોલીંગ એકશનમાં ગરબડી, ન્યુઝીલેન્ડ સામે જીત બાદ થયો ખુલાસો

આ પણ વાંચો: Peacock Feather Remedies : માત્ર વાસ્તુ દોષ જ નહીં પરંતુ દુર્ભાગ્યને પણ દૂર કરે છે મોર પીંછ, જાણો તેનાથી સંબંધિત લાભકારી ઉપાય

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">