Crime: અંધશ્રદ્ધાએ હદ વટાવી ! પહેલા સંબંધીઓએ 2 મહિલાઓને ડાકણ કહીને માર માર્યો, પછી બચકાં ભરીને ખાવા લાગ્યા તેનું માંસ

પીડિત મહિલાઓએ જણાવ્યું છે કે જ્યારે મારપીટ ખૂબ વધી ગઈ હતી. ત્યાર પછી ગામના લોકોએ મધ્યસ્થી કરીને બંનેને છોડાવ્યા હતા. ત્યાં સુધીમાં બંને પીડિત ઘાયલ થયા હતા.

Crime: અંધશ્રદ્ધાએ હદ વટાવી ! પહેલા સંબંધીઓએ 2 મહિલાઓને ડાકણ કહીને માર માર્યો, પછી બચકાં ભરીને ખાવા લાગ્યા તેનું માંસ
પ્રતિકાત્મક ફોટો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 08, 2021 | 2:26 PM

Crime: ઝારખંડના ગુમલા જિલ્લા (Jharkhand Gumla District) માં અંધશ્રદ્ધાએ તમામ હદો વટાવી દીધી છે. રાજ્યમાંથી મહિલાઓ પર અત્યાચારના મોટા સનસનાટીભર્યા સમાચાર સામે આવ્યા છે. ગુમલા જિલ્લાના ઘાઘરા પોલીસ સ્ટેશન હેઠળના ગમહરિયા ગામમાં 45 વર્ષીય તેમ્બો ઓરાં અને તેની કાકી સાસુ બિપટ ઉરાંને તેમના સંબંધીઓ દ્વારા સૌથી પહેલા ખૂબ માર મારવામાં આવ્યો હતો.

એક આરોપી તો એક મહિલાને દાંતથી બટકા ભરીને તેનું માંસ ખાવા લાગ્યો હતો. સિસાઈ પોલીસ સ્ટેશનના આસરો ગામની રહેવાસી સરિતા દેવીએ શનિવારે ડાકણ-બિસાહીના ઈરાદા વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી છે. નોંધાયેલા કેસમાં તેણે ગામના ફાગુવા ગોપ, બેની ગોપ, પવન ગોપ અને પંકજ ગોપને આરોપી બતાવ્યા છે.

ગ્રામજનોના જણાવ્યા મુજબ હુમલાખોરોએ જણાવ્યું કે બંનેએ ડાકણ-બિસાહી બનીને આખા ગામને બરબાદ કરી નાખ્યું છે. મહિલાના શરીરમાંથી માંસ ચાવનાર આરોપીની ઓળખ ચમુ ઉરાં તરીકે થઈ છે. પીડિત મહિલાઓએ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ કરીને પોતાનો જીવ બચાવવા વિનંતી કરી છે. સ્ટેશન ઈન્ચાર્જે કહ્યું કે મામલાની તપાસ કરવામાં આવી રહી છે. ઘટના અંગે ગ્રામજનોની પૂછપરછ કરવામાં આવી રહી છે. આરોપીઓ ફરાર છે. તેઓને પકડવા માટે થઈને પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

મેલીવિદ્યાના આરોપમાં મહિલાઓ પર હુમલો પીડિત મહિલાઓએ જણાવ્યું છે કે જ્યારે મારપીટ ખૂબ વધી ગઈ હતી. ત્યાર પછી ગામના લોકોએ મધ્યસ્થી કરીને બંનેને છોડાવ્યા હતા. ત્યાં સુધીમાં બંને પીડિત ઘાયલ થયા હતા. બંનેને મારી નાખવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. ઘાયલોએ કહ્યું કે મેલીવિદ્યાના આરોપમાં તેમની સાથે મારપીટ કરવામાં આવી છે.

પીડિતા દ્વારા ઘાઘરા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ કરવામાં આવી છે. અહીં પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. એસએચઓ અભિનવ કુમારે કહ્યું કે આ મામલે એફઆઈઆર નોંધવામાં આવી છે. ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. દોષિતોને બક્ષવામાં આવશે નહીં. પોલીસ અધિકારીએ કહ્યું કે ડાકણ-બિસાહી કેસના સંબંધમાં હત્યા કરવી એ ખૂબ જ ગંભીર ગુનો છે. લોકોમાં જાગૃતિનો અભાવ છે. પોલીસ ગામડે ગામડે જઈને લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરી રહી છે.

સ્થાનિક હોસ્પિટલમાં ચાલી રહી છે સારવાર તેમણે જણાવ્યું કે શનિવારે 11 વાગે તે તેની પુત્રી સાથે કોઠારમાં ડાંગર પીસવાનું કામ કરી રહી હતી. આ દરમિયાન ઉપરોક્ત લોકો હાથમાં હથિયારો અને લાકડીઓ લઈને કોઠારમાં પહોંચી ગયા હતા અને તેમને ડાકણ કહીને તેમના અને તેમની પુત્રી પર હુમલો કર્યો હતો. મારપીટ દરમિયાન બૂમો પાડતા લોકોને આવતા જોઈને ચારેય હુમલાખોરો ત્યાંથી ભાગીને મારા ઘરે ગયા હતા. જ્યાં મારા પતિ રામકૃષ્ણ ગોપાને ઇજા પહોંચાડી હતી. ઈજાગ્રસ્ત હાલતમાં ત્રણેયને નજીકના ગ્રામજનો દ્વારા રેફરલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં સારવાર ચાલી રહી છે.

આ પણ વાંચો: China Ballistic Missile Submarine લોન્ચ કરી, હિંદ-પેસિફિકથી અમેરિકા પર હુમલો કરી શકે છે, જાણો કેટલી ખતરનાક છે

આ પણ વાંચો: IRCTC આજથી શરૂ કરશે ‘શ્રી રામાયણ યાત્રા’ ટૂર, જાણો ભાડું અને ટાઈમટેબલ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">