Crime: પ્રેમીના નામનું દીકરીએ ભર્યું સેંથામાં સિંદુર, રોષે ભરાયેલી માતાએ દીકરીનું કાઢ્યું કાળસ

પોલીસને ગુમરાહ કરવા ખોટી વાર્તા ઊભી કરી હતી કે, જે તેની દીકરીની પાછળ પડ્યો છે તેમણે અને તેના બે મિત્રોએ સાથે મળીને આ ઘટનાને અંજામ આપ્યો છે.

Crime: પ્રેમીના નામનું દીકરીએ ભર્યું સેંથામાં સિંદુર, રોષે ભરાયેલી માતાએ દીકરીનું કાઢ્યું કાળસ
પ્રતિકાત્મક તસવીર

Crime: તાજેતરમાં એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે કે જેમાં એક માતાએ પોતાની જ સગી દીકરીને મોતને ઘાટ ઉતારી દીધી છે. પોતના પ્રેમીના નામનું સિંદુર કુંવારી દીકરીના માથામાં જોઈ માતા રોષે ભરાઈ હતી અને ગુસ્સો એટલો કે તેને પોતાની જ સગી દીકરીનું ઢીમ ઢાળી દીધું હતું.

ઉત્તર પ્રદેશના ઇટાવા (Etawah) ની આ ઘટના છે. આરોપી માતાની આજે પોલીસ (UP Police) દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને તેને જેલના સળિયા પાછળ ધકેલી દેવાઈ છે. ઇટાવા પોલીસ માહિતી આપતા કહે છે કે માતાએ તેની યુવાન પુત્રીને મોતને ઘાટ ઉતારી દીધી અને તેને ફાંસીએ લટકાવી દીધી.

ગ્રામ્ય પોલીસ ઈન્સ્પેક્ટર ઓમવીર સિંહે જણાવ્યું કે આ ઘટના ઈટાવાના વૈદપુરા વિસ્તારના ઉમરાઈ ગામમાં બની હતી. 28 ઓગસ્ટની સાંજે એક માતાએ પોતાની જ પુત્રીની હત્યા કરી હતી.

પોલીસે જણાવ્યું કે, યુવતીના પરિવારે અગાઉ પોલીસને ગુમરાહ કરવા ખોટી વાર્તા ઊભી કરી હતી કે જે તેની દીકરી પાછળ પડ્યો છે તેને તેના બે મિત્રો સાથે મળીને આ ઘટનાને અંજામ આપ્યો છે અને ત્યારબાદ તે ફરાર થઈ ગયો હતો. પોલીસે ફરિયાદના આધારે કેસ નોંધ્યો હતો. 28 ઓગસ્ટે છોકરીની માતાએ પોલીસને જણાવ્યું કે તેની દીકરી તેની બહેન સાથે દવા લેવા ગઈ હતી. જ્યારે તે પાછી આવી ત્યારે તેની માંગ સિંદૂરથી ભરેલી હતી.

પ્રેમીના નામની માંગ ભરવા બદલ દીકરીની હત્યા
પૂછપરછમાં જાણવા મળ્યું કે, મૃતક યુવતીએ તેની માતાને તેના પ્રેમી સાથે લગ્ન કરવાનું કહ્યું. આ બાબતે બંને વચ્ચે ઘણો ઝઘડો થયો હતો. ગુસ્સામાં માતાએ તેનું ગળું દબાવી દિધુ હતું, જેના કારણે તેનું મોત થયું. પુત્રીના મૃત્યુ બાદ પરિવારે રાજકુમાર નામના યુવક અને તેના બે મિત્રો સામે કેસ દાખલ કર્યો હતો. ઘટનાના સાચા મૂળ સુધી પહોચવા માટે, સૈફાઈ પોલીસ અધિકારીના નેતૃત્વમાં SOG સાથે ઈટાવા, વૈદપુરા અને સૈફાઈ પોલીસની ત્રણ ટીમો બનાવવામાં આવી હતી.

પોલીસે હત્યારી માતાની કરી ધરપકડ
પુત્રીની હત્યાના મામલે પોલીસે આજે તેની માતા નિર્મલા દેવીની ધરપકડ કરી જેલમાં ધકેલી દીધી હતી. આરોપી મહિલાએ જણાવ્યું કે તેની પુત્રી રાજકુમાર સાથે પ્રેમ સંબંધ ધરાવતી હતી. પરિવારના સભ્યો તેની વિરુદ્ધ હતા. પણ તેમ છતાં તે પોતાની માંગમાં તેના નામે સિંદૂર ભરી રહી હતી. જેના કારણે તેણે ગુસ્સામાં ગળું દબાવી હત્યા કરી હતી.

 

આ પણ વાંચો: Gandhinagar : સૌરાષ્ટ્ર-કચ્છમાં સાર્વત્રિક વરસાદ, 12 તાલુકાઓમાં 4 ઈંચથી વધુ વરસાદ

આ પણ વાંચો: IND vs ENG : જો રુટના બેટને શાંત કરવા ઇંગ્લેન્ડના બોલરે જ બતાવ્યો જબરદસ્ત પ્લાન, ભારતીય ટીમને મળશે મદદ

Click on your DTH Provider to Add TV9 Gujarati