ફેક ન્યૂઝથી સાવધાન: લોકડાઉન અંગેની ફેક ન્યૂઝ ફેલાવવી આ CAને પડી ગઈ ભારે, થઇ ધરપકડ

કોરોનાના કહેર વચ્ચે સોશિયલ મીડિયામાં અફવાઓએ ઘણું જોર પકડ્યું છે. તાજેતરમાં લોકડાઉન અંગેની અફવા ફેલાવવા પર એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.

ફેક ન્યૂઝથી સાવધાન: લોકડાઉન અંગેની ફેક ન્યૂઝ ફેલાવવી આ CAને પડી ગઈ ભારે, થઇ ધરપકડ
પ્રતીકાત્મક તસ્વીર
Follow Us:
| Updated on: Apr 06, 2021 | 11:04 AM

દેશમાં ફરી એકવાર કોરોના કેસોએ જોર પકડ્યું છે. આવી સ્થિતિમાં કોરોના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને દેશના જુદા જુદા ભાગોમાં પ્રતિબંધો લાદવામાં આવી રહ્યા છે. આ વચ્ચે પ્રતિબંધ અને લોકડાઉનને લઈને પણ સોશિયલ મીડિયામાં ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. ચર્ચા સાથે સાથે અફવાઓનું બજાર પણ તીવ્ર બન્યું છે. સોશિયલ મીડિયા પર લોકડાઉનને લઈને ઘણી ખોટી માહિતી વાયરલ થઈ રહી છે. આ દરમિયાન, તેલંગણામાં કોવિડ -19 ના ફેલાવાને રોકવા માટે લોકડાઉન લાદવાનો દાવો કરનારી નકલી સરકારી હુકમની ઘોષણા કરવા સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી. સોશિયલ મીડિયા દ્વારા તેને ફરતા કરવા માટે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (સીએ) ની ધરપકડ કરવામાં આવી છે.

શહેર પોલીસ કમિશનર અંજની કુમારે પત્રકારોને જણાવ્યું હતું કે 1 એપ્રિલ 2021 ના રોજ આરોપીએ તેલંગાણાના મુખ્ય સચિવના નામે બનાવટી (ફેક) સરકારી હુકમ તૈયાર કર્યો હતો. ત્યાર બાદ તેણે વોટ્સએપ ગ્રૂપમાં મોકલ્યો હતો. મુખ્ય સચિવ સોમેશ કુમારે આવા કોઈ સરકારી આદેશ આપ્યા હોવાની વાતનો ઇનકાર કર્યો હતો.

પોલીસના જણાવ્યા મુજબ, આરોપીએ ચાર દિવસ પહેલા તેના લેપટોપ પર, મહામારી રોગ અધીનીયમ હેઠળ અગાઉ જાહેર કરવામાં આવેલ લોકડાઉન સંબંધિત સરકારી હુકમ ડાઉનલોડ કર્યો હતો.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

પોલીસના જણાવ્યા મુજબ જુના આદેશમાં તેણે લોકડાઉન તારીખો બદલીને 2021 કરી અને તેને તેના વોટ્સએપ ગ્રુપમાં ફરતી કરી હતી. ત્યારબાદ તે ગ્રૂપના સભ્યોએ આ સરકારી આદેશને અન્ય વોટ્સએપ ગ્રૂપમાં તેમના જાણીતા અને અજાણ્યા વ્યક્તિઓને મોકલ્યા હતા, જેનાથી લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો. અને અફરતફરી મચી જવા પામી હતી.

બાદમાં પોલીસે કેસ નોંધ્યો હતો અને તપાસ દરમિયાન આ સીએની ધરપકડ કરી હતી, તેની પાસેથી એક લેપટોપ અને ફોન કબજે કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે આ કપરા સમયે આવી અફવાઓ ઘણી ઘાતક નીવલી શકે છે. લોકડાઉનને લઈને ચર્ચા વિચારણા અને અફવાઓ અવાર નવાર સોશિયલ મીડિયામાં જોવા મળે છે.

આ પણ વાંચો: “ભગવાન સાથે સેટિંગ છે તો કોરોનાના કેસ કેમ નથી રોકી લેતા”, કોંગ્રેસ નેતાનો કેજરીવાલ પર કટાક્ષ

આ પણ વાંચો: West Bengal Election 2021: TMCના નેતાના ઘરેથી મળ્યા EVM, જાણો ચૂંટણી પંચે શું આપી સફાઈ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">