5,600 કરોડની ઠગાઈમાં નેશનલ સ્પોટ એક્સચેન્જ લિમિટેડનો CEO મુંબઈથી ઝડપાયો

કોમોડીટી કારોબારમાં જોડાયેલી જાણીતી કોમોડિટી ટ્રેડિંગ કંપની એનએસઈએલ એટલે કે નેશનલ સ્પોટ એક્સચેન્જ લિમિટેડના જનરલ મેનેજર (મેનેજિંગ ડિરેક્ટર) અને મુખ્ય કાર્યકારી અધિકારી (સીઈઓ)ની ધરપકડ કરવામાં આવી છે.

5,600 કરોડની ઠગાઈમાં નેશનલ સ્પોટ એક્સચેન્જ લિમિટેડનો CEO મુંબઈથી ઝડપાયો
Anjani Sinha
Hardik Bhatt

| Edited By: Kunjan Shukal

Jan 18, 2021 | 11:53 PM

કોમોડીટી કારોબારમાં જોડાયેલી જાણીતી કોમોડિટી ટ્રેડિંગ કંપની એનએસઈએલ એટલે કે નેશનલ સ્પોટ એક્સચેન્જ લિમિટેડના જનરલ મેનેજર (મેનેજિંગ ડિરેક્ટર) અને મુખ્ય કાર્યકારી અધિકારી (સીઈઓ)ની ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી પોલીસની આર્થિક ગુનાની વિંગે મુંબઈથી આ ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલ કંપનીના સીઈઓનું નામ અંજની સિંહા છે. દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાંચના અધિકારીઓના મતે આરોપીને અંદાજીત 5,6૦૦ કરોડની છેતરપિંડીના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. આ ધરપકડ માટે દિલ્હી પોલીસની ઘણી ટીમો લાંબા સમયથી દેશભરમાં દરોડા પાડી રહી હતી. આખરે દિલ્હી પોલીસની ટીમ જે ઘણા દિવસોથી મુંબઇમાં ડેરા નાંખીને બેઠી હતી તેમને સફળતા મળી.

ટીવી 9 સાથેની ખાસ વાતચીતમાં આ મોટી ધરપકડની પુષ્ટી દિલ્હી પોલીસ આર્થિક ગુના નિવારક શાખાના અધિકારી (પોલીસ જોઈન્ટ કમિશનર) ડો. ઓ. પી.મિશ્રાએ કર્યું હતું. તેણે કહ્યું, “હા, આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તેની ધરપકડ બાદ તેને મુંબઈની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. આરોપીની ધરપકડ 17 જાન્યુઆરીએ મુંબઈમાં કરવામાં આવી હતી. તેમને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર દિલ્હી લાવવામાં આવી રહ્યા છે.” શાખાના વડાએ જણાવ્યું હતું કે, આરોપી અને તેની કંપની 5,600 કરોડ જેવી મોટી રકમની છેતરપિંડીમાં સામેલ હોવાનું જાણવા મળ્યું છે. આરોપીને દિલ્હી લાવ્યા બાદ પૂછપરછમાં બાકીની માહિતી સામે આવે તેવી સંભાવના છે.

વર્ષો પહેલા આ રીતે થઈ હતી ફરિયાદ

દિલ્હી પોલીસના આર્થિક ગુનાખોરી વિંગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, “કરોડોની આ છેતરપિંડીનો ભાંડાફોડ ઘણા લોકોની ફરિયાદના આધારે નોંધાયેલા કેસની તપાસ દરમિયાન કરવામાં આવ્યો હતો. આ ઠગાઈ કૌભાંડમાં અશ્વિન જે શાહ, જીતેન્દ્રકુમાર આહુજા, સૈયદ હબીબુર રહેમાને સંયુક્તપણે દિલ્હી પોલીસને ફરિયાદ આપી હતી. બધાએ આરોપ લગાવ્યો હતો કે તેમને નેશનલ સ્પોટ એક્સચેન્જ લિમિટેડ (એનએસઈએલ)ના નામે છેતરપિંડી કરવામાં આવ્યા છે. “ફરિયાદી તરફથી જ દિલ્હી પોલીસની આર્થિક ગુના નિવારણ શાખાને ખબર પડી કે તેઓએ 12 જુલાઈ 2013થી 13 ઓગસ્ટ 2013 વચ્ચે સોદો કર્યો હતો.

7.97 કરોડની છેતરપિંડીએ 5,600 કરોડનો કેસ ખોલ્યો

આ સોદામાં 7.97 કરોડનું ટ્રાન્ઝેક્શન થયું હતું. એનએસઈએલે 15 દિવસમાં સમાધાન પૂર્ણ કરવાનું વચન આપ્યું હતું. વચન આપ્યા બાદ પણ સમાધાન થયું ન હતું. આર્થિક ગુના વિંગે તપાસ માટે આ ઠગ ગેંગ વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે. તપાસની બનેલી ટીમમાં ડીસીપી (ડેપ્યુટી કમિશનર) મોહમ્મદ અલી, એસીપી વીરેન્દ્ર સજવાન, ઈન્સ્પેક્ટર ગુરમેલ સિંઘ અને સબ ઈન્સ્પેક્ટર ગુલશન યાદવનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ફરિયાદ કરનારાઓએ એફઆઈઆરમાં કંપનીના ચીફ જનરલ મેનેજર (સીએમડી) જીગ્નેશ શાહનું નામ પણ લીધું હતું.

ચોરની જેમ નજર રાખી ત્યારે પકડાયો

તપાસ દરમિયાન પોલીસ સમક્ષ જે મોટી હકીકત સામે આવી હતી તે તે હતી કે, 6 ફેબ્રુઆરી 2012 ના રોજ સરકારે ફોરવર્ડ માર્કેટ કમિશન પણ બનાવ્યું હતું. આ કમિશનની જવાબદારી હતી કે એનએસઈએલની પ્રવૃત્તિઓ પર નજર રાખવી. વિવિધ એજન્સીઓ અને પોલીસ તપાસમાં ઘણા વર્ષોથી ફરિયાદો સાચી જણાઈ હતી. તેથી કરોડોની છેતરપિંડીમાં દેશમાં ઘણા જુદા જુદા કેસો નોંધાયા હતા.

બધુ જ કંપની ચેરમેનના ઈશારે થયું

દિલ્હી પોલીસ આર્થિક ગુના નિવારણ શાખા જોઈન્ટ કમિશનર ડો.ઓ.પી.મિશ્રાના કહેવા મુજબ, “હજુ સુધી આ કેસ 5,600 કરોડનું આર્થિક કૌભાંડ હોય તેવુ જણાયું છે. જ્યારે અમે મુંબઈમાં કંપનીની સીઈઓ અંજની સિંઘાને પકડ્યા, ત્યારે તેણે કહ્યું હતું કે આ બધુ કામ તેઓ કંપની સીએમડી અને ચેરમેન જીજ્ઞેશ શાહની સલાહ સૂચન મુજબ કરતા હતાં.”

ધરપકડ કરાયેલો ઠગ ક્વોલિફાઈડ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ

આ કેસ સાથે જોડાયેલા તથ્યો એકત્રિત કરતી વખતે જાણવા મળ્યું છે કે આરોપીઓ ક્વોલીફાય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. તે 2012થી આ ઠગ કંપની સાથે સંકળાયેલ હતો. 2013માં તેને કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે નિમણૂક કરી દેવાયો હતો. સીઈઓની હેસીયતથી આરોપીનો વાર્ષિક પગાર 1.80 કરોડ હતો. ધરપકડ બાદ આરોપી ઠગને મુંબઈની બોરીવલી કોર્ટમાં રજૂ કરાયો હતો. ત્યાંથી તેના ટ્રાન્ઝિટ રિમાન્ડ દિલ્હી પોલીસને મળ્યાં હતો.

આ પણ વાંચો: જાણો ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ સુધી શરૂ થયેલી TRAINના સમય, ભાડું અને સ્ટોપ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati