બોગસ ફિંગરપ્રિન્ટ કૌભાંડ: સાયબર સેલે વધુ 4ની ધરપકડ કરી, મોટા અધિકારીઓના નામ ખૂલી શકે છે

યુનુસ ગાઝી | અમદાવાદ,   બોગસ ફિંગરપ્રિન્ટ બનાવી સસ્તા અનાજ માટેના રેશનકાર્ડ ધારકોના નામના અનાજના બોગસ બિલો બનાવી ગરીબોનું અનાજ હજમ કરી જવાના કૌભાંડમાં અમદાવાદ સાયબર ક્રાઇમ સેલ દ્વારા વધુ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.   આરોપીઓની ધરપકડનો કુલ આંક 30 પર પહોંચ્યો છે. આગામી દિવસોમાં આ કૌભાંડમાં પુરવઠા વિભાગ સાથે સંકળાયેલા કેટલાક અધિકારીઓ કર્મચારીઓ […]

બોગસ ફિંગરપ્રિન્ટ કૌભાંડ: સાયબર સેલે વધુ 4ની ધરપકડ કરી, મોટા અધિકારીઓના નામ ખૂલી શકે છે
yunus.gazi

| Edited By: TV9 WebDesk8

Feb 04, 2020 | 6:02 PM

યુનુસ ગાઝી | અમદાવાદ,   બોગસ ફિંગરપ્રિન્ટ બનાવી સસ્તા અનાજ માટેના રેશનકાર્ડ ધારકોના નામના અનાજના બોગસ બિલો બનાવી ગરીબોનું અનાજ હજમ કરી જવાના કૌભાંડમાં અમદાવાદ સાયબર ક્રાઇમ સેલ દ્વારા વધુ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.   આરોપીઓની ધરપકડનો કુલ આંક 30 પર પહોંચ્યો છે. આગામી દિવસોમાં આ કૌભાંડમાં પુરવઠા વિભાગ સાથે સંકળાયેલા કેટલાક અધિકારીઓ કર્મચારીઓ અને કોમ્પ્યુટર ઓપરેટરોની પણ ધરપકડના ભણકારા વાગી રહ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તસ્વીર પ્રતીકાત્મક છે.

આ પણ વાંચો :   GSTR-9 અને GSTR-9C ફાઈલ કરવામાં હાલાકી, મુદ્દત નહીં વધારાય તો હડતાળની ચીમકી

NIC પાસેથી દસ્તાવેજી અને ઇલેક્ટ્રોનિક પુરાવાઓ મેળવી લાંબા ગાળાની તપાસને અંતે અમદાવાદ સાયબર ક્રાઇમ સેલે બોગસ ફિંગરપ્રિન્ટ કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.  મધ્યમ વર્ગ અને ગરીબોને રાહત દરે અનાજ આપવા માટેના રેશનકાર્ડના જે ધારકો હોય તેઓ પૈકી જેઓ અનાજ ના ખરીદતા હોય તેવી વ્યક્તિઓની નામ સહિતની વિગતો મેળવી ત્યાર બાદ યુક્તિ પ્રયુક્તિ પૂર્વક સિન્થેટિક મટેરિયલથી બોગસ ફિંગરપ્રિંટ બનાવી.  આ બાદ આધારે અસલી ગ્રાહકના નામના અનાજના બિલો બનાવી આ અનાજને ઊંચા ભાવે વેચી મારવામાં આવતું હતું. સસ્તા અનાજની દુકાનોના સંચાલકોની મિલિભગતથી ચાલતા આ રાજ્યવ્યાપી કૌભાંડ સંદર્ભે અમદાવાદ સાયબર ક્રાઇમ સેલ દ્વારા અત્યાર સુધી 26 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આજે 4 આરોપીઓ સાથે ધરપકડનો કુલ આંક 30 પર પહોંચ્યો છે તેવું વી બી બારડ,પીઆઇ,સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા જાણવા મળ્યું છે.

તસ્વીર પ્રતીકાત્મક છે.

ઝડપાયેલા આરોપીઓમાં  મનહરસિંહ પ્રતાપસિંહ ડાભી, આકાશકુમાર છગભાઇ મારવાડી,  અમિત છોટાલાલ વિઠલાણી અને  પાંચાભાઈ મશરૂભાઈ પરમારનો સમાવેશ થાય છે. અગાઉ જે 26 આરોપીઓ ઝડપાઇ ચુક્યા છે તેઓ સાથે આ તમામના અલગ અલગ રીતે સંપર્કો ખુલ્યા છે. આકાશ મારવાડી આણંદ જિલ્લાના પુરવઠા વિભાગ ખાતે કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવે છે.  જ્યારે ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલ મનહર ડાભીએ મુખ્ય સૂત્રધારો સાથે મળી સૌરાષ્ટ્રમાં સસ્તા અનાજની દુકાન ધરાવતા દુકાનદારોને બનાવટી ફિંગરપ્રિન્ટ પુરા પાડી કમિશન મેળવેલ છે. અમિત વિઠલાણી અને પાંચા પરમારે તેઓના કોટાના ગ્રાહકોના ડેટા મુખ્ય કૌભાંડીઓ સુધી પહોંચાડેલ છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

મૂળ બનાસકાંઠાનો વતની અને બાદમાં ગાંધીનગરમાં રહેતો ભરત ચૌધરી બનાસકાંઠાની એક ગ્રામ પંચાયતમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતો હતો અને તે પુરવઠા વિભાગની બાયો મેટ્રિક સિસ્ટમથી વાકેફ હતો. બનાવટી ફિંગરપ્રિન્ટ કંઈ રીતે બનાવવી તે કરામત શીખી લાવ્યો હતો. તેને અલગ અલગ એપ્લિકેશનનો બનાવી બનાવટી ફિંગર પ્રિન્ટ એકત્ર કરી હતી. આ બાદ દુકાનદારો પાસેથી રેશનકાર્ડ ધારકોના નામ અને આધારકાર્ડના ડેટા મેળવી તેના પર બનાવટી ફિંગરપ્રિન્ટ ચઢાવી દઈ તેના આધારે ડુપ્લીકેટ બિલો બનાવ્યા હતા.   અનાજનો જથ્થો અન્ય વેપારીઓને વેચી મારવામાં આવતો હતો. આ બાયોમેટ્રિક સિસ્ટમ અને ફિંગર પ્રિન્ટ એડ કરવાનો પાવર કે પાસવર્ડ મામલતદાર કક્ષાના ઉચ્ચ અધિકારી પાસે રહેતો હોવા છતાં તેમાં છીંદા પાડવામાં આ કૌભાંડી ટોળકી સફળ રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સાયબર ક્રાઇમે આજે ઝડપી પાડેલ 4 આરોપીઓ સાથે ધરપકડનો કુલ આંક 30 પર પહોંચી ચુક્યો છે પરંતુ ભરત ચૌધરી સહિતના મુખ્ય સૂત્રધારો જે પુરવઠા વિભાગના અધિકારીઓ ,મામલતદાર કક્ષાના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે સંકળાયેલા હતા  તેઓની ભૂમિકા અને બેદરકારી સામે આવી રહી છે.  આ સરકારી અધિકારીઓ કર્મચારીઓની ભૂમિકા બાદ જ એ સ્પષ્ટ થશે કે આ કૌભાંડના છેડા ક્યાં સુધી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati