રાજ કુન્દ્રાને મોટો ઝટકો, બોમ્બે હાઈકોર્ટ જામીન દેવાના મૂડમાં નહી, મુંબઈ પોલીસ પાસે માગ્યો જવાબ

અશ્લિલ ફિલ્મ બનાવવાના કેસમાં પકડાયેલા અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની 19 જુલાઈએ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ઘરપકડ કરી હતી. કોર્ટે રાજ કુન્દ્રાના રિમાન્ડ વધાર્યા છે.

રાજ કુન્દ્રાને મોટો ઝટકો, બોમ્બે હાઈકોર્ટ જામીન દેવાના મૂડમાં નહી, મુંબઈ પોલીસ પાસે માગ્યો જવાબ
Raj Kundra
TV9 GUJARATI

| Edited By: Bipin Prajapati

Jul 27, 2021 | 9:26 PM

બોલિવુડની અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ( પતિ રાજ કુન્દ્રાની (raj kundra) મુસીબત ઓછી થવાનુ નામ નથી લેતી. અશ્લિલ ફિલ્મ બનાવવાના કેસમાં પકડાયેલા રાજ કુન્દ્રાએ જામીન મેળવવા માટે મુંબઈ હાઈકોર્ટમાં અરજી કરી હતી. જો કે મુંબઈ હાઈકોર્ટે આ મામલે મુંબઈ પોલીસ દ્વારા જવાબ રજુ કરવા જણાવ્યુ છે. આ જોતા લાગે છે કે, રાજ કુન્દ્રાને હજુ જેલની હવા ખાવી પડશે.

રાજ કુન્દ્રાના વકિલની વ્યંગભરી ટિપ્પણી પણ જજ ગડકરીને પસંદ આવી નહોતી. તેમણે કહ્યુ કે, આ કેસમાં કોઈ ઉતાવળ કરવામાં નહી આવે. વચગાળાના જામીન અંગેનો નિર્ણય મુંબઈ પોલીસના જવાબ આવી ગયા બાદ લેવાશે. કોર્ટે મુંબઈ પોલીસને રાજ કુન્દ્રાના જામીન અંગે જવાબ રજૂ કરવા જણાવ્યુ છે.

પોલીસ આપશે જવાબ હવે જોવાનું એ રહે છે કે, કોર્ટ રાજ કુન્દ્રાના કેસમાં કોઈ જ કચાશ રાખવા માંગતી નથી ત્યારે, પોલીસ શુ જવાબ રજુ કરે છે ? પોલીસના કહેવા મુજબ તેમની પાસે રાજ કુન્દ્રા વિરુધ્ધ પુરતા પુરાવાઓ છે. ત્યારે એ જોવાનુ છે કે, પોલીસ પોતાનો પક્ષ કેવી રીતે રજૂ કરે છે.

આ પૂર્વે આજે મંગળવારે કોર્ટે 27 જુલાઈની સુનાવણીમાં કુંદ્રાને મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં કુંદ્રાને મોકલ્યો છે. કુંદ્રાના વકીલે જામીન માટે અરજી કરી હતી. જામીન અરજી પર સુનાવણી આવતીકાલે એટલે કે 28 જુલાઈએ કિલા કોર્ટમાં હાથ ધરવામાં આવશે. જોકે માહિતી પ્રમાણે પોલીસે રાજ કુંદ્રા માટે 7 દિવસની પોલીસ કસ્ટડી માંગી હતી, પરંતુ કોર્ટે આ વિનંતી સ્વીકારી નથી. અને તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યો છે.

ક્રાઇમ બ્રાંચે કોર્ટને જણાવ્યું છે કે રાજના ઘરમાંથી ઘણા મહત્વના પુરાવા મળી આવ્યા છે. ઘણા ઇલેક્ટ્રોનિક પુરાવા જપ્ત કરવામાં આવ્યા છે. આ સંદર્ભે ફોરેન્સિક નિષ્ણાતની નિમણૂક કરવામાં આવી હતી. જેની મદદથી ડેટા પાછો મળી રહ્યો છે. રાજના ઘરેથી હાર્ડડિસ્ક અને મોબાઈલ મળી આવ્યો છે. જ્યારે આરોપીઓના હોટશોટ્સ આઇઓએસ પર બતાવવામાં આવી રહ્યા હતા ત્યારે તેમને એપલથી 1 કરોડ 13 લાખ 64,886 રૂપિયા મળ્યા હતા.જે બેંક ખાતામાં પૈસા જમા કરાયા હતા તે કોટક મહિન્દ્રા બેંક, યસ બેન્ક અને અન્ય બેંક પાસેથી જપ્ત કરવામાં આવ્યા છે. હવે કેટલાક ફરાર આરોપીઓની શોધ ચાલુ છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati