Bhavnagar: શિશુવિહારમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, 8 લાખના મુદ્દામાલ સાથે 5 ની ધરપકડ

Shishuvihar theft case : તસ્કરો એ મકાનની અગાશી ઉપર ચડી અગાશીના લાકડાના દરવાજાનું પાટીયુ તોડી મકાનમાં પ્રવેશ કરી ઘરમાં રાખેલ સોનાના દાગીના તથા રોકડા રૂપીયા તથા મોબાઇલ ફોન તથા લેડીઝ કાંડા ઘડીયાળો મળીને કુલ કિ.રૂ. 7,19,120 ની મતાની ચોરી કરી હતી.

Bhavnagar: શિશુવિહારમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, 8 લાખના મુદ્દામાલ સાથે 5 ની ધરપકડ
8 લાખના મુદ્દામાલ સાથે 5 ની ધરપકડ
Follow Us:
Ajit Gadhavi
| Edited By: | Updated on: Jul 04, 2021 | 9:54 PM

Bhavnagar: ભાવનગર પોલીસે શહેરના શિશુવિહાર (Shishuvihar) વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો છે. આ કેસમાં પોલીસે ઘરફોડ ચોરીના 5 આરોપીઓને ચોરીના રૂ.8 લાખના મુદામાલ સાથે ઝડપી પાડ્યા છે.

રૂ.7 લાખની થઇ હતી ચોરી ગત તારીખ 26 જૂનના રોજ ભાવનગર(Bhavnagar)નાં શિશુવિહાર વિસ્તારના પ્લોટ નં.2608 માં રહેતા સાજીદભાઇ યુનુસભાઇ હમીદાણી ધાર્મિક કામ સબબ બહારગામ ગયેલ હોય તેના બંધ રહેણાંક મકાનને તસ્કરોએ ટાર્ગેટ કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.

તસ્કરો એ મકાનની અગાશી ઉપર ચડી અગાશીના લાકડાના દરવાજાનું પાટીયુ તોડી મકાનમાં પ્રવેશ કરી ઘરમાં રાખેલ સોનાના દાગીના તથા રોકડા રૂપીયા તથા મોબાઇલ ફોન તથા લેડીઝ કાંડા ઘડીયાળો મળીને કુલ કિ.રૂ. 7,19,120 ની મતાની ચોરી કરી હતી.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

આ ચોરીની ઘટનામાં પોલીસે તાકીદે કાર્યવાહી હાથ ધરી વિવિધ ટિમો કામે લગાડી હતી.જેમાં પોકેટએપ અને નેત્ર તથા કમાન્ડ એન્ડ કન્ટ્રોલ પ્રોજેકટ તેમજ ટેકનીકલ સોર્સનો ઉપયોગ કરી શંકાસ્પદ ઈસમોને ઝડપી લીધા હતા.

8 લાખના મુદ્દામાલ સાથે 5 ની ધરપકડ આ કેસમાં પોલીસે પ્રભુદાસ તળાવમાં રહેતો અસ્લમ ઉર્ફે સતો યુસુફભાઇ બેલીમ અને દાંતીયા વાળી શેરીમાં રહેતા અહેમદભાઇ અલ્તાફભાઇ સેતાની કડક પૂછપરચ કરતા આ બંને આરોપીઓ પોલીસ સમક્ષ ભાંગી પડ્યા હતા. આરોપીઓએ ચોરીની કબુલાત કરી હતી. પોલીસે આ બંનેના નિવેદનને આધારે કુલ 5 શખ્સોની ધરપકડ કરી છે જેના નામ આ પ્રમાણે છે-

1.અસ્લમ ઉર્ફે સતો યુસુફભાઇ બેલીમ 2.અહેમદભાઇ અલ્તાફભાઇ સેતા 3.મુસ્તાક ઉર્ફે ચીકુ હારૂનભાઇ વારીયા 4.મંહમદજુબેર જાહીદભાઇ શેખ 5.આફતાબ મહમદહનીફભાઇ સેતા

પોલીસે આ 5 આરોપીઓ પાસેથી ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો હતો.જેમાં સોનાના દાગીના સહિતનો રૂ.7,19000 નો મુદ્દામાલ તેમજ આરોપીઓના મોબાઈલ મળી કુલ રૂ.8,10,400 નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો : Telangana: આદિલાબાદમાં માત્ર એક કલાકમાં વાવવામાં આવ્યાં આટલા લાખ વૃક્ષો કે બની ગયો વર્લ્ડ રેકોર્ડ!

આ પણ વાંચો : Ahmedabad: એક જ દિવસમાં પોલીસ પર હુમલાની બે ઘટના, બંને ઘટનામાં છરી વડે થયો હુમલો

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">