Banaskantha : જીલ્લામાં ઘરફોડ ચોરીને અંજામ આપતી ચડ્ડી-બનિયાનધારી ગેંગ પોલીસના સકંજામાં

પાસ દરમિયાન દાહોદની ચડ્ડી-બનિયાનધારી ગેંગ આ ઘરફોડ ચોરીને અંજામ આપતી હોવાની પ્રાથમિક વિગતો મળી હતી. જે બાદ પોલીસ, ચોર ગેંગના આરોપીઓ સુધી પહોંચી હતી.

Banaskantha : જીલ્લામાં ઘરફોડ ચોરીને અંજામ આપતી ચડ્ડી-બનિયાનધારી ગેંગ પોલીસના સકંજામાં
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Apr 19, 2021 | 6:01 PM

Banaskantha જીલ્લામાં ઘરફોડ ચોરીને અંજામ આપતી ચડ્ડી-બનિયાનધારી ગેંગને એલસીબી પોલીસે ઝડપી પાડી છે. છેલ્લા કેટલાય સમયથી બનાસકાંઠા જીલ્લામાં ઘરફોડ ચોરીના બનાવો બનતા હતા. જે મામલે એલસીબીએ ટેકનિકલ સેલના મદદથી ઘરફોડ ચોરીને અંજામ આપનાર ત્રણ આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડયા છે. આ ગેંગ દ્વારા એક-બે નહીં પરંતુ 86 ઘરફોડ ચોરીની કબૂલાત કરી છે.

રાજ્યમાં ચોરીના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. બનાસકાંઠા જીલ્લાની વાત કરવામાં આવે તો અંતરિયાળ વિસ્તારોમાં બંધ પડેલા મકાનમાં ચોરીની ઘટના નોંધપાત્ર વધારો થયો હતો. જે મામલે જીલ્લા પોલીસ અધિક્ષક તરૂણ દુગ્ગલના માર્ગદર્શન હેઠળ ટેકનિકલ સેલની મદદ લઇ એલસીબીએ તપાસ આદરી હતી. જે તપાસ દરમિયાન દાહોદની ચડ્ડી-બનિયાનધારી ગેંગ આ ઘરફોડ ચોરીને અંજામ આપતી હોવાની પ્રાથમિક વિગતો મળી હતી. જે બાદ એલસીબી, ચોર ગેંગના આરોપીઓ સુધી પહોંચી હતી. જે બાદ તપાસ કરતા આરોપીઓ પાસેથી ચોરીનો મુદ્દામાલ મળી આવતા એલસીબી પોલીસે આરોપીઓને ઝડપી ઉલટ તપાસ હાથધરી હતી.

કઈ રીતે આપતા હતા ચોરીને અંજામ ? આ ચડ્ડી બનીયાનધારી ગેંગના આરોપીઓ દાહોદ જિલ્લાના વતની છે. ચોરી કરતા પહેલા આ ગેંગના સાગરિતો દિવસ દરમિયાન રેકી કરતા હતા. જે બાદ બંધ મકાન જણાતા રાત્રી દરમિયાન તેનું તાળું તોડી ચોરી કરતા હતા. ચોરી સમય દરમિયાન વ્યક્તિ જાગે તો તેની પર પથ્થરમારો કરી ત્યાંથી ભાગી છૂટતા હતા. અત્યારે પોલીસે આરોપીઓ પાસેથી ૧૬૦ ગ્રામ સોનુ જ્યારે 3.5 કિ.ગ્રા ચાંદી કબજે કરી છે. જેની બજાર કિંમત રૂપિયા 617484 થાય છે. પોલીસે ચોરીને અંજામ આપતા ત્રણ આરોપીઓ 1. રાકેશ મોહનીયા, 2. બાલુ માવી, 3. દિલીપ સોની ને ઝડપી પાડયા છે. જ્યારે આ કામના પાંચ આરોપીઓ હજુ પોલીસ પકડથી બહાર છે. જેને પકડવા માટે એલસીબી ની ટીમો કામે લાગી છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

ક્યાં કેટલી ચોરી કરી ? પ્રાથમિક તપસ પ્રમાણે બનાસકાંઠામાં 50 ચોરી, મહેસાણામાં18, સાબરકાંઠામાં 6, આણંદમાં 09, ગાંધીનગરમાં એક, અને અરવલ્લીમાં 02 એમ 86 ચોરીનો ખુલાસો થયો છે. પોલીસને ઘરફોડ ચોરીના મોટા આરોપી ઝડપી પાડવામાં સફળતા મળી છે. આરોપીઓએ 86 જેટલી ચોરીના મુદ્દામાલ ને ક્યાં સગેવગે કર્યો છે. તેને લઈને એલસીબી પોલીસે વધુ તપાસ હાથધરી છે.

આ પણ વાંચો : ફૂલ જેવી દીકરીની હત્યા બાદ માતાએ પણ કરી આત્મહત્યા, ઘર કંકાસ બન્યો કારણભૂત

Latest News Updates

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">