BANASKATHA : ભાભરમાં પોલીસકર્મી પર હુમલો, આરોપી તરીકે શહેર ભાજપ મહામંત્રી

ભાભર શહેરમાં પોલીસકર્મી પર હુમલો કરવામાં આવ્યો. બજારમાં પોલીસકર્મી પર હુમલો થતાં અસામાજિક તત્વોનો ત્રાસ વધ્યો હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

BANASKATHA : ભાભરમાં પોલીસકર્મી પર હુમલો, આરોપી તરીકે શહેર ભાજપ મહામંત્રી
Attack on a policeman in Bhabhar
Follow Us:
Kuldeep Parmar
| Edited By: | Updated on: Jul 14, 2021 | 4:44 PM

BANASKATHA : જિલ્લાના સરહદી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી છે. ભાભર શહેરમાં પોલીસકર્મી પર હુમલો કરવામાં આવ્યો. બજારમાં પોલીસકર્મી પર હુમલો થતાં અસામાજિક તત્વોનો ત્રાસ વધ્યો હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ભાભર પોલીસ મથકે પોલીસકર્મી પર હુમલો કરનાર ચાર આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પોલીસકર્મી તપાસ કરી રહ્યા હતા તે દરમ્યાન બની ઘટના ભાભર પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસકર્મી ભરતભાઇ ચૌધરી લોકલ ઇન્વેસ્ટિગેશન બ્યુરોમાં ફરજ બજાવે છે. જે ફરજના ભાગરૂપે તપાસમાં હતા. જે દરમ્યાન ભાભર શહેરના અસામાજીક તત્વોએ તેમની પાસે આવી કહેલું કે અમો ભાભર ના બાપુઓ છીએ. અમારૂં નામ લેવું નહીં. અમે જે પણ કરીએ તે પોલીસે ચુપચાપ જોવાનું. તને ચાર દિવસ પહેલા ફોન કરીને પણ કહેલું કે તારે વધારે હીરાવદી કરવી નહીં. તેમ છતાં તું માનતો નથી. તેમ કહી ગેરકાયદેસર મંડળી રચી પોલીસકર્મી પર હુમલો કરવામાં આવ્યો હતો.

પોલીસકર્મી પર હુમલો કરનાર આરોપીમાં શહેર ભાજપના મહામંત્રી સામેલ ભાભર શહેરમાં થયેલા પોલીસકર્મી પર હુમલામાં કુલ ચાર આરોપીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જે આરોપીઓ પૈકી એક આરોપી ભાજપ શહેર મહામંત્રી છે. ભાજપ શહેર મહામંત્રી તરીકે પદ પર રહેલા પ્રવિણસિંહ મનુભાઇ રાઠોડ પણ આ હુમલામાં સામેલ હતા. જે મામલે તેમની સામે પણ ભાભર પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. શહેર ભાજપના મહામંત્રી સામે ફરિયાદ નોંધાતા ભાજપ તેમજ શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

ભાભર શહેરમાં અસામાજીક તત્વોનો ત્રાસ વધતા પ્રજા પરેશાન ભાભર શહેરમાં ધોળા દિવસે લોકો પર હુમલાની ઘટના હવે સામાન્ય બની ગઈ છે. વારંવાર થતા હુમલાઓમાં અનેક લોકો ભોગ બની રહ્યા છે. અગાઉ પણ ભાભરમાં આ પ્રકારની અનેક ઘટનાઓ બની ચુકી છે. ત્યારે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવતાં પોલીસકર્મીઓ પણ હવે અસામાજીક તત્વોના હિચકારા હુમલા થી બાકાત રહ્યા નથી. ત્યારે સવાલ એ છે કે જે પોલીસકર્મીઓ અસામાજીક તત્વોથી લોકોની સુરક્ષા કરે છે તે જ સુરક્ષિત નથી તો લોકોની સુરક્ષા કઈ રીતે થશે.

Latest News Updates

કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સંકલન સમિતિની આજે બેઠક
રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સંકલન સમિતિની આજે બેઠક
ભાજપના કાર્યાલયમાં તોડફોડ કરવાનો પ્રયાસ
ભાજપના કાર્યાલયમાં તોડફોડ કરવાનો પ્રયાસ
g clip-path="url(#clip0_868_265)">