98 વર્ષીય વૃદ્ધ મહિલા પર થયો બળાત્કારનો પ્રયાસ, આરોપી યુવક સંબંધી જ નીકળ્યો, જાણો સમગ્ર મામલો

એક 98 વર્ષીય વૃદ્ધ મહિલા પર બળાત્કારનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે.

98 વર્ષીય વૃદ્ધ મહિલા પર થયો બળાત્કારનો પ્રયાસ, આરોપી યુવક સંબંધી જ નીકળ્યો, જાણો સમગ્ર મામલો
પ્રતિકાત્મક તસવીર

તાજેતરમાં ઉત્તર પ્રદેશના બલિયામાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. જ્યાં એક 98 વર્ષીય વૃદ્ધ મહિલા પર બળાત્કારનો પ્રયાસ કરવામાં આવ્યો હતો (Old Women Raped). આશ્ચર્યજનક બાબત એ હતી કે, આરોપી વૃદ્ધ મહિલાનો જ સંબંધી છે. જે બાદ શનિવારે બલિયા પોલીસે 22 વર્ષીય આરોપી યુવકની ધરપકડ કરી લીધી હતી.

હકીકતમાં 20 ઓગસ્ટની રાત્રે બલિયા જિલ્લાના રાસડા વિસ્તારમાં એક 98 વર્ષીય મહિલા પર બળાત્કાર કરવાનો કથિત પ્રયાસ કરવામાં આવ્યો હતો. જે બાદ પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. રાસડા પોલીસ સ્ટેશનના પ્રભારી નાગેશ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, આ વિસ્તારના એક ગામમાં 98 વર્ષીય મહિલા પર તેના સંબંધી સોનુ (22) દ્વારા 20 ઓગસ્ટની રાત્રે કથિત રીતે બળાત્કાર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આ મામલે કેસ નોંધવામાં આવ્યો હતો અને કરાઈ ધરપકડ

પોલીસ સ્ટેશન પ્રભારીએ કહ્યું કે, મહિલાના પુત્રની ફરિયાદ પર આજે સોનુ સામે ભારતીય દંડ સંહિતાની સંબંધિત કલમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. અને તેની ધરપકડ કરવામાં આવી છે. આ પહેલા લગભગ 15 દિવસ પહેલા ઉત્તર પ્રદેશના ઈટાહ જિલ્લામાં 3 મહિનાની બાળકી પર બળાત્કારનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, 17 વર્ષીય છોકરાએ તક જોઈને 3 મહિનાની બાળકી પર બળાત્કાર કર્યો હતો. છોકરો કથિત રીતે છોકરી પર બળાત્કાર કરતો હતો જ્યારે તેની માતા ભેંસ બાંધવા ગઈ હતી.

મધુબનીમાં 80 વર્ષની મહિલા પર બળાત્કાર થયો

આ પહેલા એક વૃદ્ધ મહિલા પર બળાત્કારની ઘટના પણ બિહારના મધુબનીથી નોંધાઈ હતી. જ્યાં જિલ્લાના અંધારથડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક 18 વર્ષીય યુવકે 80 વર્ષીય મહિલા પર બળાત્કાર કર્યાનો આરોપ લગાવવમાં આવ્યો હતો. ફરિયાદ મુજબ વૃદ્ધ મહિલા રાત્રે તેના ઘરમાં સૂતી હતી ત્યારે યુવકે તેના ઘરે પહોંચીને ઘટનાને અંજામ આપ્યો હતો. વિરોધ કરવા પર આરોપીએ વૃદ્ધ મહિલાને મારી નાખવાની ધમકી આપી હતી. જે બાદ ગ્રામજનોએ આરોપી યુવકને માર માર્યો હતો અને તેને પોલીસને સોંપી દીધો હતો.

યુપી પોલીસના એન્કાઉન્ટરમાં 50 હજારનો ઈનામી મુકેશ ઠાકુર માર્યો ગયો

ઉત્તર પ્રદેશમાં પોલીસ (UP Police) સતત બદમાશો પર કડક કાર્યવાહિ કરી રહી છે. આ અંતર્ગત આગ્રામાં 50 હજારના ઇનામી મુકેશ ઠાકુર (Mukesh Thakur Encounter) અને પોલીસ વચ્ચે એન્કાઉન્ટર થયું જેમાં ગુનેગાર માર્યો ગયો છે. પોલીસે કરેલા ચેકિંગમાં મુકેશ ઠાકુરે ગોળીબાર કર્યો હતો, ત્યારબાદ મુકેશ ઠાકુર જવાબી ફાયરિંગમાં ઘાયલ થયો હતો જેને એસએન મેડિકલમાં મૃત જાહેર કરાયા હતા. તે જ સમયે, એન્કાઉન્ટરમાં એક સબ-ઇન્સ્પેક્ટર અને એક કોન્સ્ટેબલ ઘાયલ થયા છે.

 

આ પણ વાંચો: UPSC EPFO Exam 2021: UPSC EPFOની ભરતી પરીક્ષા 5 સપ્ટેમ્બરે યોજાશે, જુઓ તમામ વિગતો

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati