શ્રદ્ધા વોકર જેવી બીજી ઘટના, પુત્રએ જ બાપને રહેંશી નાખ્યો, ટુકડા કરી ફ્રિઝમાં રાખ્યા

પોલીસની પુછપરછમાં આરોપીએ જણાવ્યું કે તેણે પોતાના પિતાની હત્યા તો કરી નાખી, પરંતુ તેની લાશને કાપવાની હિમ્મત થઈ રહી ન હતી. ત્યારે તેને નશાની ગોળીઓનો સહારો લીધો અને નશાની હાલતમાં જ લાશના ટુકડા કરી નાખ્યા.

શ્રદ્ધા વોકર જેવી બીજી ઘટના, પુત્રએ જ બાપને રહેંશી નાખ્યો, ટુકડા કરી ફ્રિઝમાં રાખ્યા
son killed his fatherImage Credit source: TV9 Digital
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 28, 2022 | 5:07 PM

પાંડવ નગર હત્યાકાંડમાં દિલ્લી પોલીસે એક મોટો ઘટસ્ફોટ કર્યો છે. પોલીસે દાવો કર્યો છે કે પાંડવ નગરમાં રહેતા આધેડના સાવકા પુત્રની પત્ની સાથે અનૈતિક સંબંધો હતા. તેની જાણ થતા સાવકા પુત્રએ તેની માતા સાથે મળી ન માત્ર તેની હત્યા કરી, પરંતુ લાશના ટુકડે ટુકડા કરી ફ્રિઝમાં છુપાવી દીધા. પછી ઘણા દિવસો સુધી તે આ ટુકડાને એક એક કરી અલગ અલગ સ્થળે ફેંકતો રહ્યો. પોલીસે આરોપીને પુછપરછ દરમિયાન બીજા ઘણા સંવેદનશીલ તથ્યો ઉજાગર કર્યા છે જો કે ચાર્જશીટનો વિષય બતાવીને સાર્વજનિક કરવામાં આવી રહ્યું નથી.

આરોપી પુત્ર દિપકએ જણાવ્યું કે તેની માતાએ ઘણા લગ્ન કર્યા હતા. છેલ્લા લગ્ન તેને દાસ સાથે કર્યા હતા. જ્યારે તે અંજનદાસના પહેલાવાળા પતિ કલ્લુનો પુત્ર છે. તેને જણાવ્યું કે અંજનએ પણ ચાર પાંચ લગ્ન કર્યા હતા. આ સિવાય પણ ઘણી મહિલાઓ સાથે અનૈતિક સંબંધો હતા. ત્યાં સુધી કે ઘર અંદર તેના સાવકા પિતાએ પુત્રની પત્ની પર પણ નજર બગાડી હતી. આ બાબતે જાણકારી મળી તો તેને પોતાની માતા સાથે વાત કરી અને ત્યારબાદ નશાની ગોળીઓ આપી દીધી. જ્યારે તે નશામાં ધૂત થઈ ગયો તો તેને પિતાની હત્યા કરી નાખી. જોકે તે લાશને એકવારમાં બાહર લઈ ઠેકાણે કરી શકે તેમ ન હતો એટલા માટે તેને તેની માં સાથે મળી લાશના ટુકડે ટુકડા કર્યા અને અલગ અલગ સ્થળે ફેંકી દીધા.

લાશના ટુકડા કરતા સમયે નશામાં હતો પુત્ર

પોલીસની પુછપરછમાં આરોપીએ જણાવ્યું કે તેણે પોતાના પિતાની હત્યા તો કરી નાખી, પરંતુ તેની લાશને કાપવાની હિમ્મત થઈ રહી ન હતી. ત્યારે તેને નશાની ગોળીઓનો સહારો લીધો અને નશાની હાલતમાં જ લાશના ટુકડા કરી નાખ્યા. પોલીસે જણાવ્યું કે પહેલીવાર 30 મેના અંજન દાસના શરીરના ટુકડા મળ્યા હતા. થોડા સીસીટીવી ફુટેજ પણ મળ્યા. આ જ ફુટેજના આધારે જ ઘટનાની તપાસ કરતા આખરે પોલીસે માં દિકરાને દબોચી લીધા. હવે પોલીસે અંજન દાસનો ડીએનએ પ્રોફાઈલિંગ કરવાનો નિર્ણય લીધો છે.

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video

દુર્ગંધ આવતા ટુકડા ફ્રિજમાં રાખ્યા

પોલીસ તપાસમાં આરોપીએ જણાવ્યું કે ઘટનાની રાત્રે જ તેણે લાશના ટુકડે ટુકડા કરી નાખ્યા હતા. એ જ દિવસે એક ટુકડાને ફેંકી પણ દીધો હતો પરંતુ પછીના દિવસે રાત થવાની રાહમાં આ ટુકડાઓમાંથી દુર્ગંધ આવવા લાગી. એવામાં એક ટુકડો બાહર રાખી બાકીના ફ્રિઝમાં રાખ્યા હતા. તેમજ અંધારુ થતા તેને બાહર રાખેલ ટુકડો લઈ ઠેકાણે લગાવી દીધો હતો.

અલગ-અલગ જગ્યાએ ફેંક્યા ટુકડા

આરોપી પુત્રએ પિતાના શરીરના ટુકડાને અલગ અલગ સ્થાનો પર ફેંક્યા હતા. આ ટુકડાને ફેંકવા માટે સ્થાન પણ ઘણું વિચારીને નક્કી કર્યા હતા. તેને એવી જગ્યા શોધી જ્યાં કાગડા અને અન્ય પ્રાણી તેને સરળતાથી ખાય શકે. આ સિવાય તેને થોડા ટુકડા નાલામાં પણ ફેંકી દીધા હતા.

Latest News Updates

બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
g clip-path="url(#clip0_868_265)">