Ahmedabad: પુત્રને ઠપકો આપી માતા-પિતા ઉત્તરાખંડ ફરવા ગયા, પુત્રએ ઘરે ગળે ફાંસો ખાઇ લીધો

પોલીસે ઘટના સ્થળે પહોંચી એફએસએલને જાણ કરી નીલ પાટીલનો મૃતદેહ નીચે ઉતારી આસપાસના લોકો પાસે પ્રાથમિક પુછપરછ શરુ કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે મૃતક સગીર નીલ પાટીલના માતા પિતા ઉત્તરાખંડ ફરવા માટે ગયા છે.

Ahmedabad: પુત્રને ઠપકો આપી માતા-પિતા ઉત્તરાખંડ ફરવા ગયા, પુત્રએ ઘરે ગળે ફાંસો ખાઇ લીધો
Ranip police station (File Image)
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Jan 26, 2022 | 1:51 PM

અમદાવાદ (Ahmedabad)માં રાણીપ વિસ્તારમાં એક કિશોરે પ્રેમિકા બાબતે માતા-પિતાએ ઠપકો આપતા ગળે ફાંસો ખાઈ લીધો. મૃતક પોલીસ કર્મચારીનો પુત્ર હોવાનું સામે આવ્યુ છે. કિશોરે માતા-પિતાની ગેરહાજરીમાં ગળેફાંસો ખાઈ લીધો હતો. સમગ્ર મામલે રાણીપ પોલીસે (Ranip police) કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. મૃતક કિશોર અમદાવાદના રાણીપ વિસ્તારમાં ગાંધી આશ્રમ નજીક આવેલ કેવલ નિવાસમાં માતા-પિતા સાથે રહેતો હતો અને ડિપ્લોમામાં અભ્યાસ કરતો હતો.

વારંવાર પ્રેમિકા સાથે વાત કરતા અને અભ્યાસમાં પુરતુ ધ્યાન ન આપતા કિશોરના પિતાએ તેને ઠપકો આપ્યો હતો. જે બાદ તેના માતા-પિતા ઉત્તરાખંડ ફરવા નીકળી ગયા હતા. કિશોરે પિતાએ ઠપકો આપવાની બાબતને મન પર લઈ લીધી હતી. માતા-પિતાના ગયા બાદ સોમવારે બપોરે કિશોરે ગળે દુપટ્ટો બાંધીને ફાંસો ખાઈ લીધો હતો.

સોમવારે બપોરે અમદાવાદના રાણીપ પોલીસ સ્ટેશનમાં કોલ આવ્યો હતો કે કોઈ સગીરે ગળે દુપટ્ટો બાંધીને આત્મહત્યા કરી લીધી છે. આ મેસેજ મળતા જ કેવલ નિવાસે પોલીસ પહોંચી ગઈ હતી અને પ્રાથમિક તપાસ શરુ કરી હતી. જેમાં માતા પિતાની ગેરહાજરીમાં કિશોરે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું હતુ.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

પોલીસે ઘટના સ્થળે પહોંચી એફએસએલને જાણ કરી મૃતદેહ નીચે ઉતારી આસપાસના લોકો પાસે પ્રાથમિક પુછપરછ શરુ કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે મૃતક સગીરના માતા પિતા ઉત્તરાખંડ ફરવા માટે ગયા છે. જેથી રાણીપ પોલીસ ઈન્વેસ્ટિગેશન ટીમે મૃતકના માતા-પિતા સાથે ટેલિફોનિક વાત કરી હતી. ત્યારે માતા પિતાએ જણાવ્યું હતું કે તેમનો દીકરો ડિપ્લોમામાં અભ્યાસ કરતો હતો અને સાથે જ અભ્યાસ કરતી એક સગીરા સાથે પ્રેમમાં હતો. જેને લઈને પિતાએ ઠપકો પણ આપ્યો હોવાનું સ્વીકાર્યુ હતુ.

પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતકના પિતા ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. ત્યારે પોલીસે એ તપાસ શરુ કરી છે કે મૃતકના મોબાઈલ કે રૂમમાં કોઈ સ્યુસાઈટ નોટ છે કે નહીં. બીજીબાજુ પોલીસ વિગતવાર નિવેદન લઈ તપાસ કરશે કે મૃતકના માતા પિતા હકીકતમાં ઉત્તરાખંડ ફરવા જ ગયા હતા કે આ ઘટનાનું કારણ બીજુ કઈ પણ છે. મહત્વનું છે કે આ ઘટનાના 24 કલાક પહેલા જ અમદાવાદના સાબરમતી વિસ્તારમાં પણ એક યુવકે પ્રેમ પ્રકરણમાં આપઘાત કરી લીધો હતો.

આ પણ વાંચો- Surat: ગુરુવારે રજૂ થશે સુરત મહાનગરપાલિકાનું મહા બજેટ, નવા પ્રોજેક્ટ સામેલ થવાની સંભાવના ઓછી

આ પણ વાંચો- Bhavnagar: 75 ટકા કિશોરોના રસીકરણ પછી હવે કોર્પોરેશન હાંફ્યુ, અન્ય 25 ટકા કિશોરોની રસી લેવામાં નિરસતા

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">