Ahmedabad: મિત્રના માનસિક ત્રાસથી યુવકે કર્યો આપઘાત, અંતિમ ચિઠ્ઠીમાં કર્યા ખુલાસા, જાણો સમગ્ર મામલો

Ahmedabad: મિત્રના માનસિક ત્રાસથી લાગી આવતા યુવકે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે.

Ahmedabad: મિત્રના માનસિક ત્રાસથી યુવકે કર્યો આપઘાત, અંતિમ ચિઠ્ઠીમાં કર્યા ખુલાસા, જાણો સમગ્ર મામલો
પ્રતિકાત્મક તસવીર
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Jan 20, 2022 | 5:49 PM

Ahmedabad: મિત્રના માનસિક ત્રાસથી લાગી આવતા યુવકે ગળે ફાંસો ખાઈને આપઘાત (suicide) કર્યો હોવાની ઘટના સામે આવી છે. યુવકને મનની વાત બાળપણના મિત્રને કહેવાની સજા મળી છે. મિત્રએ અનૈતિક સંબંધની પોલ ખોલવાની ધમકી આપીને માનસિક ત્રાસ આપતા યુવકે અંતિમ ચિઠ્ઠી લખીને આપઘાત કરી લીધો છે. કેવી રીતે મિત્ર જ બની ગયો દુશ્મન જોઈએ આ અહેવાલમાં. મિત્રો વચ્ચેના ઝઘડામાં એક મિત્રએ જીવન ટૂંકાવી દીધું છે. ધટના છે શહેરકોટડા વિસ્તારની. જ્યાં 37 વર્ષીય અલ્પેશ પુરબીયાએ પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

આપઘાત પાછળનું કારણ અંતિમ ચિઠ્ઠીમાં સામે આવ્યું છે કે, મૃતક અલ્પેશને તેનો મિત્ર સિદ્ધાર્થ અગાઉની અંગત વાતોને જાહેર કરી દેવાનું કહી બદનામ કરવાની ધમકી આપતા અલ્પેશે અંતિમ પગલું ભરી લીધું હતું. જેથી સ્યૂસાઇડ નોટમાં સિદ્ધાર્થના માનસિક ત્રાસ કારણે અલ્પેશે આપઘાત કર્યો હોવાથી પોલીસે દુસ્પ્રેરણાની ફરિયાદ નોંધવામાં આવી છે.

મૃતક અલ્પેશ ચાર પાનાંની સુસાઇટ નોટ લખી છે જેમાં ઉલ્લેખીને લખ્યું છે કે, હું અલ્પેશ, સિદ્ધાર્થ અને અમિત ત્રણે બાળપણના મિત્રો હતા. પણ અમિત જોડે ધણા વર્ષોથી બોલતો નથી. પરતું સિદ્ધાર્થ મારો સારો મિત્ર છે જેને મારા સુખ દુઃખની તમામ વાતચીત ખબર છે. જેમાં આજથી 10 વર્ષ પહેલાં અમિતની પત્ની જોડે મૃતક અલ્પેશના આડાસંબંધ હોવાની વાત ખબર હતી.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

જેના પુરાવા સિદ્ધાર્થ પાસે હતા બસ આજ વાતને લઈ સિદ્ધાર્થે અલ્પેશને બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું હોવાનું સુસાઇટનોટમાં ઉલ્લેખ કર્યો છે. એટલું જ નહીં મિત્ર સિદ્ધાર્થનો ફોટો ભગવાન મંદિરમાં મૃતક અલ્પેશ રાખતો હતો પરંતુ તે જ મિત્રએ મરવા માટે મજબૂર બનાવી દીધો.

મૃતક અલ્પેશ, સિદ્ધાર્થ અને અમિત વચ્ચેના સંબંધો હોવાની આશંકાને લઈ પોલીસ તપાસ કરી રહી છે. પરતું હજી સુધી કોઈ એવા પુરાવા મળી આવ્યા નથી. ત્યારે બીજી બાજુ આપઘાત કરવા પાછળ અન્ય કયું કારણ છે જે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: BECIL Recruitment 2022: સુપરવાઈઝર અને ઈન્વેસ્ટિગેટર પોસ્ટ પર નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરવી અરજી

આ પણ વાંચો: IIT Roorkee MBA Admission 2022: IIT રૂરકીમાં મેનેજમેન્ટ કોર્સ માટે પ્રવેશ શરૂ, જાણો કેવી રીતે કરવી અરજી

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">