Ahmedabad: પત્નીએ પ્રેમી સાથે મળી કરી નાખી પતિની હત્યા, જાણો કેમ કરાઈ હત્યા અને કેવી રીતે બે મહિના બાદ ફૂટ્યો ભાંડો

Ahmedabad: પ્રેમીને પામવા પત્નીએ રચયો ખુની ખેલ. પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી દીધી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.

Ahmedabad: પત્નીએ પ્રેમી સાથે મળી કરી નાખી પતિની હત્યા, જાણો કેમ કરાઈ હત્યા અને કેવી રીતે બે મહિના બાદ ફૂટ્યો ભાંડો
Ahmedabad Murder

Ahmedabad: પ્રેમીને પામવા પત્નીએ રચયો ખુની ખેલ. પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી દીધી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. પતિને ઉંઘની દવા પીવડાવી શ્વાસ રૂધી હત્યા કરીને હાર્ટએટેક સાબીત કર્યુ. બે મહિના બાદ પત્નીનો ભાંડો ફુટયો. ક્રાઈમ બ્રાંચે હત્યા કરનાર પત્ની અને તેના પ્રેમીની ધરપકડ ધરપકડ કરી લીધી છે.

ક્રાઇમ બ્રાંચની કસ્ટડીમા જોવા મળતી આ મહિલા આરોપી દીપ્તિ પટેલ અને સૌરભ સુથાર વચ્ચે 4 વર્ષના આડાસંબંધમાં 17 વર્ષના સંબંધોની હત્યા કરવામાં આવી છે. ધટનાની વાત કરીએ તો આરોપી દીપ્તિ પટેલ અને સૌરભ સુથાર વચ્ચેના અનૈતિક સંબંધોની જાણ પતિ બિપિન ચંદ્રને થતાં બન્ને જાણાંએ ક્રાઇમ સિરિયલની જેમ હત્યા કરવાનો પ્લાન કર્યો. જેમાં પ્રેમી સૌરભ સુથારે ઉંઘની ગોળીઓ લાવી આરોપી દીપ્તિ પટેલને આપી અને બાદમાં 20 ઓગસ્ટના રોજ રાત્રે પતિ બિપીનચંદ્રને દૂધમાં ચાર જેટલી ઊંઘની ગોળીઓ ભેળવી દઇ સુવડાવી દીધો.

બાદમાં પ્રેમી સૌરભ સુથાર રાત્રે 2 વાગ્યે દીપ્તિ પટેલના ઘરે ગયો. ત્યાં બિપિન ચંદ્ર સુઈ રહ્યાં હતાં અને આરોપી સૌરભએ બિપિન મોઢા પર માસ્ક પહેરાવી તેનાં પર સેલોટેપ મારી હાથ-પગ દોરીથી બાંધી દીધા. બાદમાં મોઢે ઓશીકું દબાવી ગૂંગળામણથી તેને મોતને ઘાટ ઉતારી દીધા હતા.

બાદમાં પત્ની સવારમાં પતિ બિપિન ચંદ્ર ઉઠતો ન હોવાનું નાટક કરી ઈમરજન્સી 108માં ફોન કર્યો ત્યારબાદ હોસ્પિટલ લઈ જતા મૃત્યુ થયું હોવાનું ડૉક્ટર જાહેર કર્યું. જેમાં પત્નીએ બધાં ને કહ્યુ કે હાર્ટ એટેકથી મૃત્યુ થયુ છે. પરતું પત્ની અને પ્રેમી ભેગા મળી હત્યા કરી હોવાનું એક રેકોર્ડિંગ પરથી સામે આવ્યુ અને ક્રાઇમ બ્રાંચે બન્નેની ધરપકડ કરી હત્યાના ગુનાનો ભેદ ઉકેલી દીધો.

હાર્ટ અટેક અને હત્યા પાછળનો પરદો કુટુંબી ભાઈ ભરત પટેલએ ઉઠાવ્યો. ભાઈ બીપીનના હાર્ટએટેકથી મોત થયુ, પરિવારે શોકમા અંતિમ સસ્કાર કર્યા. પરંતુ થોડા સમય પછી દિપ્તી અને સૌરભની પ્રેમલીલા બહાર આવી. જેથી પરિવારને શંકા જતા તેમણે તપાસ કરી તો દિપ્તીનો પ્રેમી સૌરભ સુથાર જી એમ એમ એન્જીનીયરીંગ કપંનીમા નોકરી કરે છે. તેની કપંનીમા નોકરી કરતા જતીન પંડયા પાસેથી આરોપીએ ઉઘની ગોળી લીધી હતી. જતીનની પત્ની મહેમદાબાદમા રૂદ્દ હોસ્પીટલમા નર્સ છે.

સૌરભે પોતાને ઉઘ નથી આવતી તેવુ કહીને ઉઘની દવા મંગાવી હતી. જતીને પત્ની પાસેથી કોલોનોટી નામની 10 ઉઘની દવા લઈ આપી હતી. જે બીપીનચંદ્રને પીવડાવીને હત્યાને અંજામ આપ્યો હતો. દિપ્તી અને સૌરભનો હત્યાકાંડ બહાર આવતા તેની પુછપરછ કરતા તેણે રડતા પોતે ભુલ કરી હોવાનો સ્વીકાર કર્યો હતો. જેથી પરિવારે હત્યાની તપાસને લઈને અરજી કરતા ક્રાઈમ બ્રાંચએ હત્યાનો ભેદ ઉકેલીને બન્નેની ધરપકડ કરી છે.

દિપ્તી અને સૌરભ બન્ને એક જ સોસાયટીમા રહેતા હતા. 2018માં બન્નેની આંખ મળી ગઈ અને પ્રેમસંબંધ શરૂ થયો. આ સંબંધની જાણ બીપીનચંદ્રને થતા પ્રેમી પંખીડાએ તેને રસ્તામાંથી હટાવવાનુ ષટયંત્ર રચ્યું અને હત્યાને અંજામ આપ્યો. હત્યાને હાર્ટએટેકનુ નામ આપ્યુ પરંતુ ગુનેગારનો ભાંડો ફુટી ગયો હતો.

આ પણ વાંચો: Afghanistan : એરપોર્ટ-યુનિવર્સિટી બાદ તાલિબાનોએ કાબુલના પ્રખ્યાત ‘બુશ બજાર’નું નામ બદલ્યું, અમેરિકા સાથે છે કનેક્શન, હવે લોકો કહેશે’ મુજાહિદ્દીન

Click on your DTH Provider to Add TV9 Gujarati