અમદાવાદ : યુવતીએ ફ્રેન્ડ રિકવેસ્ટ રિજેક્ટ કરતા યુવકે આ રીતે લીધો બદલો, પોલીસે કર્યો જેલહવાલે

અમદાવાદ : યુવતીએ ફ્રેન્ડ રિકવેસ્ટ રિજેક્ટ કરતા યુવકે આ રીતે લીધો બદલો, પોલીસે કર્યો જેલહવાલે
યુવતીને બિભત્સ મેસેજ કરનાર ઝડપાયો

સાયબર ક્રાઇમની (Crime) કસ્ટડીમાં રહેલા આરોપીનુ નામ આશિષ ગોધવાણી છે. જેણે ડિવોર્સી મહિલાને ગંદી અને બિભત્સ ગાળો લખી મેસેજ કર્યા હતા.

Mihir Soni

| Edited By: Utpal Patel

May 15, 2022 | 3:53 PM

ઈન્સ્ટાગ્રામ (Instagram)પર મોકલેલી રિકવેસ્ટ યુવતીએ રિજેક્ટ કરતા યુવકે બદલો લેવાના ઈરાદે એવુ કૃત્ય કર્યુ કે હવે આરોપીને (Accused)જેલ સળીયા ગણવાનો વખત આવ્યો છે. યુવકે બદલો લેવામાં મહિલાને બીભત્સ લખાણ (Nasty text)લખી પરેશાન કરતો હતો. જેથી મહિલા કંટાળીને સાયબર ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ કરતા યુવકની ધરપકડ કરવામાં આવી. કોણ છે આરોપી જોઈએ વાંચો આ અહેવાલમાં.

સાયબર ક્રાઇમની કસ્ટડીમાં રહેલા આરોપીનુ નામ આશિષ ગોધવાણી છે. જેણે ડિવોર્સી મહિલાને ગંદી અને બિભત્સ ગાળો લખી મેસેજ કર્યા હતા. અને તે કરવા પાછળનુ કારણ માત્ર એટલુ હતું, કે યુવતીએ તેની રિકવેસ્ટ સ્વિકારી ન હતી. માટે આરોપીએ દિપા ટેકવાની નામનુ ખોટું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી યુવતીને બિભત્સ મેસેજ મોકલ્યા હતા.જો કે મહિલાને સતત બીભત્સ મેસેજો કરી આશિષ પરેશાન કરતો હતો.મહિલા દ્વારા આશિષને કોઈ રીપ્લાય ન કરતા આવી બીભત્સ મેસેજ મોકલવાની હરકત શરૂ રાખી હતી.જોકે મહિલાએ કંટાળીને સાયબર ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી અને આરોપી આશિષ ગોધવાણીની ધરપકડ કરવામાં આવી છે.

સાયબર ક્રાઇમ બ્રાંચ દ્વારા આરોપી આશિષની પુછપરછ કરતા સામે આવ્યું કે નરોડાનો રહેવાસી છે અને તે ગ્રાફિક્સ અને પ્રિન્ટીંગનુ કામ કરે છે. પરંતુ સમય પસાર કરવા માટે આ હરકત કરી હોવાનું કબૂલાત કરી છે.ત્યારે અન્ય કોઈ આવી રીતે મહિલાને પરેશાન કરવા મેસેજો કર્યા છે કે કેમ તે દિશામાં સાયબર ક્રાઇમ બ્રાંચે તપાસ શરૂ કરી છે.બીજી બાજુ ચોક્કસ કોઈ કારણ સામે ન આવતા આરોપી રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati