અમદાવાદ : પોલિસીનું રિફંડના બહાને લાખો રૂપિયાની ઠગાઇ આચરનાર બે આરોપીની ધરપકડ

અમદાવાદ : પોલિસીનું રિફંડના બહાને લાખો રૂપિયાની ઠગાઇ આચરનાર બે આરોપીની ધરપકડ
Ahmedabad: Two accused arrested for swindling millions of rupees under the pretext of getting a policy refund

આ ટોળકી દ્વારા ગાડીમાં બેસીને ફોન કરી લોકોને ટાર્ગેટ કરતા હતા. 3 જણની ટોળકી (Cheating) દ્વારા ઠગાઇ આચરવામાં આવતી હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

Mihir Soni

| Edited By: Utpal Patel

May 11, 2022 | 5:35 PM

લાઈફ ઇન્સ્યોરન્સની પોલિસીનું (Policy)રિફંડ મેળવવા બહાને લાખો રૂપિયાની ઠગાઇ (Cheating)આચરનાર બે આરોપીની સાયબર ક્રાઇમ (Cyber Crime)બ્રાંચે ધરપકડ કરી છે. આરોપીઓ 35 લાખ રૂપિયા પડાવ્યા હોવાનો ખુલાસો થયો છે. લાઈફ ઇન્સ્યોરન્સ નામે લાઈફની કમાણી પડાવનાર કોણ છે આરોપીઓ વાંચો આ અહેવાલમાં.

સાયબર ક્રાઇમ બ્રાંચની કસ્ટડીમાં ઉભા આરોપી શુભમ અધિકારી અને સતેન્દ્રકુમાર જાટવ છે. આ આરોપીઓ લાઈફ ઇન્સ્યોરન્સ રિફંડ મેળવા માટે જુદા જુદા ચાર્જ પેટે અલગ અલગ બેંક એકાઉન્ટમાં નાણાં જમા કરાવી છેતરપીંડી આચરતા હતા. આ પ્રકારે આરોપીઓ નિવૃત શિક્ષક પશા પટેલ પાસેથી રૂપિયા 35 લાખ રૂપિયા પડાવ્યા છે. આરોપીઓ જુદી જુદી 8 બેંકોમાં રિફંડના પ્રોસીસર પેટે રૂપિયા ભરાવી ઠગાઇ આચરી હતી. જેમાં પોલીસ તપાસમાં આરોપી શુભમ અને સતેન્દ્રકુમાર વીમા પોલિસ બનાવટી કર્મચારી બની કોલ કરતો હતો. સાથે જ આરોપી શુભમ ઠગાઇના પૈસા જમા કરવા બેંક એકાઉન્ટ પણ પૂરું પાડતો હતો.

પકડાયેલ આરોપીની પુછપરછમાં સામે આવ્યું કે વીમા કંપનીમાં પોલિસી હોલ્ડર ફરિયાદ કરતા અથવા રિફંડને લઈને તકરાર કરનારા લોકોની માહિતી ઠગ ટોળકી મેળવતી હતી. જેમાં પોલિસીની રકમ ,નંબર અને પાકતી તારીખ અને નામ સરનામું ગ્રાહકનું મેળવતા હતા. જે બાદ ગ્રાહકને વીમા કંપનીના કર્મચારી કે અધિકારી બનીને આરોપીઓ ફોન કરી પોલિસીનું સેટલમેન્ટ કરી ખાતરી આપીને તેઓ પાસેથી જુદા જુદા ચાર્જીસ મેળવીને ઠગાઇ આચરતા હતા. આ ટોળકી દિલ્હી,ગાજીયાબાદ અને ઉત્તરપ્રદેશમાં સક્રિય હોવાનું તપાસમાં ખુલ્યું છે.

આ ટોળકી દ્વારા ગાડીમાં બેસીને ફોન કરી લોકોને ટાર્ગેટ કરતા હતા. 3 જણની ટોળકી દ્વારા ઠગાઇ આચરવામાં આવતી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. જોકે અન્ય કેટલા લોકોને ટાર્ગેટ કરીને કેટલા લાખની છેતરપીંડી કરવામાં આવી છે. સાથે જ અન્ય ફરાર બંટી નામના આરોપી પકડવા પોલીસ શોધખોળ શરૂ કરી છે. ત્યારે પકડાયેલ આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati