AHMEDABAD : TV9એ કર્યો રેમડેસીવીર ઇન્જેકશનની કાળાબજારીનો પર્દાફાશ, કોણ છે ષડયંત્રકાર ?

AHMEDABAD : હાલ રાજયભરમાં કોરોનાની મહામારી છે. કોરોનામાં એક બાદ એક મોત થઇ રહ્યા છે. ત્યારે આ મહામારીમાં છેલ્લા ઘણા સમયથી રેમડેસીવીર ઇન્જેક્શનની માંગ વધી છે.જેને લઈ મોતના સોદાગરો દ્વારા રેમડેસીવીર કાળા બજારી શરૂ કરી દીધી છે.

| Updated on: Apr 14, 2021 | 6:31 PM

AHMEDABAD : હાલ રાજયભરમાં કોરોનાની મહામારી છે. કોરોનામાં એક બાદ એક મોત થઇ રહ્યા છે. ત્યારે આ મહામારીમાં છેલ્લા ઘણા સમયથી રેમડેસીવીર ઇન્જેક્શનની માંગ વધી છે.જેને લઈ મોતના સોદાગરો દ્વારા રેમડેસીવીર કાળા બજારી શરૂ કરી દીધી છે. ક્રાઇમ બ્રાંચે છટકું ગોઠવી કાળા બજારી કરનારા ચાર આરોપી ધરપકડ કરી છે. જેમાં ક્રાઇમ બ્રાંચે બે ગુના નોંધી આરોપી પકડી પાડ્યા છે. જેમાં એસ.વી.પી.હોસ્પિટલ બ્રધર દ્વારા રેમડેસીવીર ઇન્જેક્શન કાળા બજારી કરતા ઝડપાયો છે.

 

 

કેવી રીતે થયો પર્દાફાશ ?
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે જસ્ટિન પરેરા નામનો વ્યક્તિ ઇન્જેક્શનનો જથ્થો અન્ય જગ્યાએથી વગર પરવાને લાવી બજાર કિંમત કરતા ઊંચા ભાવે ગેરકાયદેસર વેચાણ કરે છે. જે આધારે ક્રાઈમ બ્રાન્ચે ટ્રેપ ગોઠવી હતી. અને એક બોગસ ગ્રાહક તૈયાર કર્યો હતો. આ બોગસ ગ્રાહક પાસે તેના મોટાભાઈને કોરોના સંક્રમણ થયું છે. અને તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા છે અને સારવાર માટે ત્રણ ઇન્જેકશનની જરૂરિયાત છે તેવો મેસેજ આ જસ્ટિનને કરાવ્યો હતો. જેથી જસ્ટિન નામના વ્યક્તિએ એક ઈન્જેક્શનના 8500 રૂપિયા થશે તેમ કહી એડવાન્સ પૈસા માંગ્યા હતા અને ઇન્જેક્શનની ડિલિવરી અમદાવાદ એરપોર્ટ ખાતેથી મળી જશે તેવું કહ્યું. બાદમાં બીજા દિવસે જસ્ટિનને ફોન કર્યો અને એરપોર્ટ પાસે બોગસ ગ્રાહકની સાથે ક્રાઇમ બ્રાન્ચે છટકું ગોઠવી જસ્ટિન નામનો આ શખ્સ મળી આવતા ક્રાઈમ બ્રાન્ચે જસ્ટિન પરેરાની ધરપકડ કરી.

શું-શું વસ્તુઓ થઇ જપ્ત ?

ક્રાઇમ બ્રાંચે આરોપીની જડતી કરી ત્યારે તેની પાસેથી મોબાઈલ ફોન, લેપટોપ અને 35 જેટલા રેમડેસીવીર ઇન્જેક્શનનો જથ્થો મળી આવ્યો હતો. આરોપી પોતે માસ્ક સેનીટાઇઝરનો ધંધો કરે છે. અને તે અનુસંધાને છેલ્લા એક વર્ષથી રીજન્ટ હેલ્થ કેર મેમનગરના ડાયરેક્ટર વિવેક હુંડલાણીના સંપર્કમાં આવ્યો હતો અને તેની સાથે ઓળખાણ થઈ હતી. કોરોનાની મહામારીમાં ઇન્જેક્શનની માંગ વધતા આ વિવેક પોતાની કંપનીના નામે બિલથી ઇન્જેક્શન ખરીદી કરી ઊંચા ભાવે વેચાણ કરશે અને તેમાં તે નફામાં ભાગ આપશે તેવી વાત કરી હતી. વિવેક નામના વ્યક્તિએ સંમતિ આપતાં દસેક દિવસથી આરોપી દિલ્હીથી આ ઇંજેક્શન ખરીદી લાવતો હતો.અને તેનું પેમેન્ટ પણ વિવેકની કંપનીના એકાઉન્ટમાંથી થતું હતું. આરોપી 5400 રૂપિયાના ઇન્જેક્શન ના 8,500 રૂપિયા લઇ કાળા બજાર કરતો હોવાનું સામે આવ્યું.

હોસ્પિટલ સ્ટાફની પણ સંડોવણી

રેમડેસીવીર કાળા બજારી કરનારા બીજા કોઈ નહિ પણ હોસ્પિટલમાં કામ કરતા સ્ટાફ જ હોય છે. એસ.વી.પી હોસ્પિટલમાં બ્રધર તરીકે કામ કરતો અક્ષય વાઝા દ્વારા ઇન્જેક્શન ચોરી કરી ઉંચા ભાવે વેચતો ક્રાઇમ બ્રાંચે ઝડપાયો છે. ક્રાઇમ બ્રાંચે અક્ષય વાઝા સહિત 3 આરોપી ધરપકડ કરી છે. જેમાં આરોપી અક્ષય વાઝાની બહેન વીંધી અને હરિઓમ ભેગા મળી ઇન્જેક્શન ઉંચા ભાવે વેંચતા હતા. ઉલ્લેખનીય છે કે ક્રાઇમ બ્રાંચે બે અલગ અલગ કેસ કરી ચાર આરોપી ધરપકડ કરી છે.

નવા ખુલાસા થવાની શક્યતા

પકડાયેલ આરોપી સાથે અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે. જેની ક્રાઇમ બ્રાંચે તપાસ શરૂ કરી છે ત્યારે પકડાયેલ આરોપી પૂછપરછમાં નવા ખુલાસા થવાની શકયતા નકારી શકાય નહીં. અને, હોસ્પિટલ તંત્રના નવા માથાઓની સંડોવણી પણ સામે આવે તેવી શકયતા છે.

Follow Us:
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
g clip-path="url(#clip0_868_265)">