AHMEDABAD : નિકોલમાં જવેલર્સની પેઢીના કર્મચારીની આંખમાં મરચું નાખી 15 કિલો ચાંદીની લૂંટ ચલાવાઈ

જવેલર્સની પેઢીના માલિકના કહેવા પ્રમાણે આ ચાંદી 15 કિલો વજન અને 15 લાખની કિંમતનું હતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 16, 2021 | 11:49 PM

AHMEDABAD : અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં લૂંટની ઘટના ઘટી છે. અમદાવાદના નિકોલમાં ડી-માર્ટ પાસે 15 કિલો ચાંદીની લૂંટ થઇ છે. નિકોલમાં એક જવેલર્સની પેઢીના કમર્ચારી બહારથી મંગાવેલું ચાંદી લઈને ડીલીવરી આપવા જઈ રહ્યાં હતા ત્યારે એકટીવા પર આવેલા 3 લૂંટારૂઓએ તેમણે આંતર્યા હતા અને ચાંદી ભરેલી બેગ માટે ઝપાઝપી કરી હતી તેમજ જવેલર્સની પેઢીના કમર્ચારીની આંખમાં મરચું નાખી કિલો ઈમ્પોર્ટેડ ચાંદીની લૂંટ કરી ફરાર થઇ ગયા છે. ઘટનાની જાણ થતા જ નિકોલ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યાં હતા.

મળતી માહિતી મૂજબ નિકોલમાં ડી-માર્ટ પાસે ઘટનાનો ભોગ બનેલા જવેલર્સની પેઢીના કર્મચારી આ ચાંદીની ડીલીવરી આપવા આવ્યાં હતા. લૂંટની આ ઘટના અંગેજવેલર્સની પેઢીના માલિકે કહ્યું કે તેઓ ઘટનાસ્થળે આવ્યા ત્યારે તેમના માણસોએ કહ્યું કે તેઓ ચાંદી ભરેલી બેગ ખભે રાખી બેઠા હતા, આ દરમિયાન 3 લૂંટારૂઓ આવ્યાં અને ચાંદી ભરેલી બેગ ખેંચી ઝપાઝપી કરી હતી અને આંખમાં મરચું નાખી બેગ લૂંટી ફરાર થઇ ગયા. જવેલર્સની પેઢીના માલિકના કહેવા પ્રમાણે આ ચાંદી 15 કિલો વજન અને 15 લાખની કિંમતનું હતું.

લૂંટની આ ઘટના બાદ પોલીસે લૂંટારૂઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે અને સાથે જ ઘટનાસ્થળની આસપાસના CCTV ફૂટેજ લેવાની પ્રક્રિયા હાથ ધરી છે.

આ પણ વાંચો : આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે કહ્યું, “લોકોને શોધી શોધીને વેક્સિન આપવામાં આવશે”

આ પણ વાંચો : AMRELI : બાબરા માર્કેટયાર્ડની નવી પહેલ, કપાસની આવક વધતા હવે સીધી હરાજી કરવામા આવશે

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">