અમદાવાદ : સસ્પેન્ડેડ PSI શ્વેતા જાડેજાના બનેવી દેવેન્દ્ર ઓડેદરાએ કર્યું સરેન્ડર

સસ્પેન્ડેડ મહિલા PSI શ્વેતા જાડેજાએ લાંચના રૂ.10 લાખ આંગડિયા પેઢી મારફતે બનેવી દેવેન્દ્ર ઓડેદરાને મોકલાવ્યાં હતાં.

Nakulsinh Gohil

| Edited By: Utpal Patel

Jan 29, 2021 | 3:33 PM

રૂ.25 લાખના તોડકાંડ કેસમાં સસ્પેન્ડેડ મહિલા PSI શ્વેતા જાડેજાના ભાગેડુ બનેવી દેવેન્દ્ર ઓડેદરાએ આખરે કોર્ટમાં સરેન્ડર કર્યું છે. રૂ.25 લાખના લાંચ અને તોડના કેસમાં સસ્પેન્ડેડ મહિલા PSI શ્વેતા જાડેજાના બનેવી દેવેન્દ્ર ઓડેદરાની પણ સંડોવણી જાહેર થઇ હતી. ત્યાર બાદ શ્વેતા જાડેજાના બનેવી દેવેન્દ્ર જાડેજા ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. અમદાવાદની સેશન્સ કોર્ટે તેને ભાગેડુ જાહેર કર્યો હતો. આખરે સસ્પેન્ડેડ મહિલા PSI શ્વેતા જાડેજાના ભાગેડુ બનેવી દેવેન્દ્ર ઓડેદરાએ અમદાવાદની સેશન્સકોર્ટમાં સરેન્ડર કર્યું છે.

સસ્પેન્ડેડ PSI શ્વેતા જાડેજા લાંચ મામલે SOGની તપાસમાં મોટો ખુલાસો થયો હતો. શ્વેતા જાડેજાએ લાંચના રૂ.10 લાખ આંગડિયા પેઢી મારફતે બનેવી દેવેન્દ્ર ઓડેદરાને મોકલાવ્યાં હતાં. દેવેન્દ્ર ઓડેદરાની સંડોવણી બહાર આવતા કોર્ટે તેને જાહેર થવાની નોટીસ આપી હતી. દેવેન્દ્ર ઓડેદરા હાજર ન થતા કોર્ટે તેને ભાગેડુ જાહેર કર્યો હતો.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati