Ahmedabad : શિવરંજની હિટ એન્ડ રન મામલો, પર્વ શાહે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું

Ahmedabad : સોમવારે મોડી રાતે શિવરંજની ચાર રસ્તા પાસે (Shivranjni crossroads) પાસે હિટ એન્ડ રનની ઘટના ઘટી હતી. જેમાં 1 વ્યક્ત્તિનું મોત નીપજ્યું છે. અકસ્માત સર્જનાર પર્વ શાહે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 30, 2021 | 9:33 AM

Ahmedabad : સોમવારે મોડી રાતે શિવરંજની ચાર રસ્તા પાસે (Shivranjni crossroads) બીમાનગર નજીક ફૂટપાથ પર એક કાર કાળ બનીને ત્રાટકી હતી. જેમાં એક મહિલાનું મોત નીપજ્યું હતું. જયારે અન્ય 3 લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતા પોલીસ કાફલા સહીત ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા.

કાર ચાલક અંગેની તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ કરતા કારનું પાસિંગ શૈલેષ રસિકલાલ શાહ નામના વ્યકિતનું છે. 2017થી 2021 સુધી આ કાર થકી 9 વખત ટ્રાકિફના નિયમોનો ભંગ કરવામાં આવ્યો છે. પરંતુ આ અકસ્માત થયો ત્યારે કાર ચાલક શૈલેષ શાહન પુત્ર પર્વ શાહ હતો. તો બીજી તરફ ટીવી 9ની ટીમે પર્વ શાહને શોધી કાઢ્યો હતો.

પર્વ સાથે તેના બીજા મિત્રો પણ હતા. પરંતુ અકસ્માતમાં ગભરાઈ જતા તે ભાગી ગયા હતા. આ સાથે જ પર્વએ જણાવ્યું હતું કે, વેન્ટો કાર વાળા પીછો કરતા હોય સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત થયો હતો. પર્વ શાહ મંગળવારે સાંજે પોલીસ સમક્ષ હાજર થયો હતો.

અકસ્માત સર્જનાર પર્વ શાહનો કોરોના રિપોર્ટ નેગેટીવ આવતાં મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી છે. બપોરે પર્વ શાહને કોર્ટમાં રજુ કરવામાં આવશે.આ ઘટના અંગે પોલીસ 304 કલમ ઉમેરો કરવા કોર્ટમાં રિપોર્ટ કરી શકે છે. હાલ અકસ્માત કેસમાં પર્વ શાહ વિરૂદ્ધ 304 અ મુજબ ગુનો નોંધાયો છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">