Ahmedabad: ખોખરામાં સરાજાહેર વ્યાજખોરની કરાઈ હત્યા, સવારે છ વાગ્યે ઉઘરાણી કરવા પહોંચતા જ દેણદારે છરીના ઘા ઝીંકી રહેંસી નાખ્યો

સવારે છ વાગ્યે વ્યાજની ઉઘરાણી કરવું કુખ્યાત ફાયનાન્સર એવા વૃદ્ધ ને ભારે પડ્યું હતું. રૂપિયા ઉઘરાવવા સવારે છ વાગ્યે ગયેલા વૃદ્ધ ને છરીઓ ના ઘા મારી રહેંસી નાખ્યા.

  • Publish Date - 5:11 pm, Thu, 22 July 21 Edited By: Jayraj Vala
Ahmedabad: ખોખરામાં સરાજાહેર  વ્યાજખોરની કરાઈ હત્યા, સવારે છ વાગ્યે ઉઘરાણી કરવા પહોંચતા જ દેણદારે છરીના ઘા ઝીંકી રહેંસી નાખ્યો
પ્રતિકાત્મક તસ્વીર

સામાન્ય રીતે લેણદારો દેવાદાર પર ત્રાસ વર્તાવતા હોવાની ઘટનાઓ બને છે પરંતુ ખોખરામાં તો સરાજાહેર લેણદારની જ હત્યા થઈ ગઈ હતી. સવારે છ વાગ્યે વ્યાજની ઉઘરાણી કરવા આવનાર કુખ્યાત ફાયનાન્સરને ભારે પડ્યું હતું. રૂપિયા ઉઘરાવવા ગયેલા આધેડને દેણદારે જ છરીના ઘા મારી રહેંસી નાખ્યો હોતો. ખોખરા પોલીસે વ્યાજખોરની હત્યા મામલે આરોપીની અટકાયત કરી છે.

ખોખરાના મ્યુનિસિપલ ગાર્ડન નજીક સવારે છ વાગ્યાની આસપાસ સુબ્રમણી રાજવેલ મુદ્દલિયાર ઉર્ફે બાલા નામનો વ્યક્તિ આવ્યો હતો. ઉઘરાણી બાબતે તે સવારે છ વાગ્યે અહીં આવતા જયેશગીરી નામના વ્યક્તિ સાથે બબાલ થઈ હતી. જયેશગીરીએ 10 ટકા વ્યાજે સુબ્રમણી પાસેથી પૈસા લીધા હતા.

મૃતકનો ફાઈલ ફોટો

જે પૈસા માટે સુબ્રમણી દાદાગીરી કરતા જયેશગીરીએ છરીના ઘા મારી પોતાના જ ઘરની બહાર તેને રહેંસી નાખ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતક સુબ્રમણી રાજવેલ મુદ્દલિયાર ઉર્ફે બાલા પણ પોતે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. જેના વિરુદ્ધમાં રામોલમાં વ્યાજખોરીની ફરિયાદ નોંધાઇ હતી અને અગાઉ દારૂનું વેચાણ કરતો હોવાનું પણ સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.

મૃતક વ્યાજખોર સુબ્રમણી રાજવેલ મુદ્દલિયાર ઉર્ફે બાલાના હત્યા લાઇવ સીસીટીવી સામે આવ્યાં છે. જેમાં આરોપી જયેશગિરી ઉપરા છાપરી છરીના 20 ધા મારી રહેંસી નાંખે છે. ઘટનાની બીજી બાજુની વાત કરીએ તો મૃતક સુબ્ર મણી રાજવેલ મુદ્દલિયાર ફાયનાન્સર હતો. તેણે જયેશગીરીને વ્યાજે નાણાં આપ્યા હતા.

વ્યાજ સહિતની રકમ આરોપી ચૂકવતો હતો પણ છતાંય અમુક 30-35 હજાર લેવાના બાકી હોવાથી મૃતક આરોપીના ઘરે પહોંચ્યો હતો. વહેલી સવારે જયેશગીરી હજુ આંખ ઉઘાડે ત્યાં ઉઘરાણી માટે આ મૃતક આવ્યો. જેની દાઝ રાખી આરોપી આવેશમાં આવી ગયો અને છરીઓ ના ઘા મારી તેને રહેસી નાખ્યો હતો.

મૃતક સહિત તેના ભાઈઓ વિરૂદ્ધ ગંભીર ગુના આચર્યા હોવાનું સામે આવ્યું છે. જેમાં એક સગા ભાઈની હત્યા કેસમાં ધરપકડ થઈ ચૂકી છે. અન્ય તેનાં ભાઇઓ ભેગા મળી વ્યાજનો ધંધો કરે છે. જે ઊંચા વ્યાજે પૈસા આપી મૃતક સહિત પાંચ ભાઈઓ પઠાણી ઉઘરાણી કરી પૈસા ન આપનારને મારમારી પૈસા કઢાવતા હોવાનું સામે આવ્યું છે.

મૃતક હાટકેશ્વર સર્કલ બેસી વ્યાજનો ધંધો કરતો હોવાનું સામે આવ્યું છે. જો કોઈ વ્યક્તિઓને વ્યાજ આપવામાં મોડું થાય તો ઉંચી પેનલ્ટી વસુલતો અને 9થી 11 ના સમયમાં વ્યાજ વસુલતો અને 20 થી 40 ટકા વ્યાજ વસુલતો અને પોતે ઓફિસ રાખી પોલીસની જેમ રિમાન્ડ લઈ માર મારતો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

 

આ પણ વાંચો: અટલ બિહારી વાજપેયીના ભાષણના ચાહક દરેક હતા, પરંતુ જો તમે તેમનું શિક્ષણ જાણશો તો તમે પણ આશ્ચર્યમાં મુકાઈ જશો

આ પણ વાંચો: Banaskantha : પાલનપુર માર્કેટયાર્ડ અચોક્કસ મુદત માટે બંધ, બોગસ લાયસન્સ મુદ્દે વેપારીઓમાં આક્રોશ

Click on your DTH Provider to Add TV9 Gujarati