Ahmedabad: માલિકે સાચવવા આપેલી જમીન પર ચોકીદારે જ જમાવ્યો કબ્જો, લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ હેઠળ નોંધાઈ ફરિયાદ 

આ કેસમાં આરોપી કોઈ કુખ્યાત ગુનેગાર નહીં માત્ર એક ચોકીદાર છે. જુહાપુરાના વેપારીએ પોતાના જુના પગીને જમીનનું ધ્યાન રાખવા આપતા પગીએ જમીન પર કબ્જો જમાવી લેતા મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે.

Ahmedabad: માલિકે સાચવવા આપેલી જમીન પર ચોકીદારે જ જમાવ્યો કબ્જો, લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ હેઠળ નોંધાઈ ફરિયાદ 
આરોપી- મુરાદખાન પઠાણ, સલમાનખાન પઠાણ અને વહાબખાન પઠાણ.
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Jun 04, 2021 | 11:51 PM

Ahmedabad: અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશન (Vejalpur Police Station)માં વધુ એક લેન્ડ ગ્રેબિંગ પ્રોહીબિશન એકટ  (Land Grabbing Prohibition Act) હેઠળ ફરિયાદ નોંધાઈ છે. પરંતુ આ કેસમાં આરોપી કોઈ કુખ્યાત ગુનેગાર નહીં માત્ર એક ચોકીદાર છે. જુહાપુરાના વેપારીએ પોતાના જુના પગીને જમીનનું ધ્યાન રાખવા આપતા પગીએ જમીન પર કબ્જો જમાવી લેતા મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે. આ શખ્સોના નામ છે મુરાદખાન પઠાણ, સલમાનખાન પઠાણ અને વહાબખાન પઠાણ.

આરોપીઓએ પોતાના જ માલિકની જમીન પર કબ્જો જમાવી લેતા પોલીસના હવાલે થયા છે. જુહાપુરામાં રહેતા અને પીરાણામાં કમલ પ્રોસેસ ટેક્સટાઈલના નામે કાપડનું ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગનું કામ કરતા આમીર સુરતી નામના વેપારીએ લેન્ડ ગ્રેબિંગ પ્રોહીબિશન એકટ હેઠળ આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં વેપારીની માલિકીની ફતેવાડી ગ્યાસપુરની જમીન તેઓએ પોતાના પગી મુરાદ ખાનને ચોકીદારી કરીને ધ્યાન રાખવા માટે આપી હતી.

Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે

જે જમીન નવેમ્બર 2020માં તેઓએ ખાલી કરવાનું કહેતા મુરાદ ખાન પઠાણે કાવતરું રચીને પરિવાર સાથે મળી જમીન ખાલી ન કરી વેપારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અંતે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે.

વેપારીએ પોતાની માલિકીની જમીન પર સીસીટીવી લગાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે આરોપીઓએ ભેગા મળીને જગ્યા પર પ્રવેશવા ન દીધા હતા. તેમજ ચોકીદાર મુરાદ ખાનની માતાએ વેપારીને પોતે સળગી જવાની અને મુરાદ ખાનની પત્નીએ કપડા ફાડીને પોલીસ સ્ટેશન જવાની આપી ધમકી આપી હતી.

અનેક પ્રયાસો છતાં વેપારીની જમીન આરોપીઓએ ખાલી ન કરતા આ મામલે લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન અધિનિયમ હેઠળ ગુનો નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. વેજલપુર પોલીસે મુખ્ય 3 આરોપીઓની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે.

મહત્વનું છે કે સરકારે જમીન માફિયાઓ સામે કાર્યવાહી કરવા માટે બનાવેલા લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન અધિનિયમ હેઠળ વેજલપુર પોલીસ સ્ટેશનમાં નઝીર વોરા સામે પણ ગુનો નોંધાયો હતો, ત્યારે વધુ એક લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાતા પોલીસે આ ગુનામાં ફરાર બે મહિલા આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો: Ahmedabad: અસહ્ય ગરમીમાં પોલીસના જવાનો ખડેપગે કામગીરી કરી શકે તે માટે જીતો વિમન્સ વિંગ આવ્યું આગળ, 100 જેટલી જંબો છત્રીનું વિતરણ કર્યુ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">