Ahmedabad: જવેલર્સમાં થઈ લાખોની ચોરી, ચોર ટોળકી CCTVમાં કેદ થઈ, 10 દિવસમાં બીજી વખત બની ઘટના

Ahmedabad: ચાંદખેડામાં જવેલર્સમાં લાખોની ચોરીની ઘટના સામે આવી છે. ચોર ટોળકીએ 10 દિવસમાં બીજી વખત ચોરી કરીને પોલીસને પડકાર ફેંક્યો છે.

Ahmedabad: જવેલર્સમાં થઈ લાખોની ચોરી, ચોર ટોળકી CCTVમાં કેદ થઈ, 10 દિવસમાં બીજી વખત બની ઘટના
Theft has been reported in jewelers
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Dec 02, 2021 | 6:06 PM

Ahmedabad: ચાંદખેડામાં જવેલર્સમાં લાખોની ચોરીની ઘટના સામે આવી છે. ચોર ટોળકીએ 10 દિવસમાં બીજી વખત ચોરી કરીને પોલીસને પડકાર ફેંક્યો છે. ચોર ટોળકી CCTVમાં કેદ થઇ ગઈ છે. એક જ મોડ્સ ઓપરેન્ડીથી ચોરી કરતી આ ટોળકીને પકડવા પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.

ચાંદખેડા વિસ્તારમાં આવેલા IOC રોડ ઉપર દસ દિવસમાં જવેલર્સમાં ચોરીની બીજી ઘટનાએ પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે. 10 દિવસ પહેલા જ રાજ જવેલર્સમાં લાખોની ચોરી થઈ હતી. હજુ આ આરોપીને પોલીસ પકડે તે પહેલાં જ વધુ એક જવેલર્સમાં ચોરી કરીને ચોર ટોળકીએ પોલીસને પડકાર ફેંક્યો હતો. ગજાનંદ જવેલર્સની બાજુમાં આવેલી ગિફ્ટ આર્ટકીલની દુકાનનું શટર અને કાચ તોડીને પ્રવેશ કર્યો અને દુકાનમાં બાકોરું પાડીને જવેલર્સની દુકાનમાં ઘૂસીને 5 લાખની ચોરી કરી ફરાર થયા હતા. ચોરી કરતા આરોપી CCTV માં કેદ થઈ ગયા છે.

10 દિવસ પહેલા રાજ જવેલર્સમાં પણ તસ્કરો ત્રાટકયા હતા જેમાં પૂજાપાની દુકાનમાં બાકોરું પાડીને જવેલર્સની દુકાનમાં તસ્કરોએ ચોરી કરી હતી. આ મોડ્સ ઓપરેન્ડીથી રાજ જવેલર્સ બાદમાં ગજાનંદ જવેલર્સમાં ચોરી થતા એક જ ટોળકીએ ચોરી કરી હોવાની શકયતા પોલીસે વ્યક્ત કરી છે. આ ચોરી કરીને ચોર ટોળકી પોલીસને પડકાર ફેંક્યો છે. ત્યારે પોલીસે પણ જુદી જુદી ટિમો બનાવીને આરોપીની શોધખોળ શરૂ કરી છે. આ બંને ચોરીની ઘટનાઓ પોલીસ પેટ્રોલિંગ અને પોલીસની કામગીરી ઉપર અનેક સવાલો ઉઠાવે છે. ત્યારે આ ટોળકીને પકડવા ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાઈ છે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

પોલીસ કોન્સ્ટેબલ ભરતી પરીક્ષામાં વિવાદ, પરીક્ષાર્થીઓને પ્રવેશ ન અપાયાનો આક્ષેપ

અમદાવાદમાં (Ahmedabad) પોલીસ કોન્સ્ટેબલની ભરતી (LRD examination) માટે પરીક્ષા યોજાઈ છે. જેમાં બોપલ પરીક્ષા સેન્ટર વિવાદમાં સપડાયું છે. બોપલ પરીક્ષા સેન્ટર (Bopal exam center) પર કેટલાક ઉમેદવારોને પરીક્ષામાં બેસવા ન દેવાયાનો આક્ષેપ છે. ભાવનગર અને અન્ય જિલ્લામાંથી આવેલા 15થી 20 ઉમેદવારોએ પરીક્ષા કયા રૂમમાં છે તેની તપાસ કરવા માટે પૂછપરછ કરતાં તેમને જુદા-જુદા ગેટ પર મોકલીને સમય પસાર કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : IND vs NZ, live, 1st Test, Day 4: ભારતની ત્રીજી વિકેટ પડી, કેપ્ટન રહાણે પેવેલિયન પરત ફર્યો

આ પણ વાંચો : Happy Birthday Yami Gautam: યામી ગૌતમ આ બીમારી સાથે ઝઝૂમી હતી, જાણો તેની નેટવર્થથી લઈને લવસ્ટોરી સુધીની જાણી-અજાણી વાતો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">